________________
વર્ષ ૭ : એક ૧૨. તા. ૧૫-૧૧-૯૪ :
: ૩૬૧ હુકમની કલમ ૪૧ મુજબ ટ્રસ્ટ અને મંદિરનાં ઝવેરાત અને મિલકતનો કબજો લેવા સરકારી અધિકારી દ્રસ્ટીઓના ઘરે એ ચિંતી ધાડ પાડી શકશે અને તળિયાઝાટક ઝડતી પણ લઈ શકો. કલમ ૩૨ પ્રમાણે ટ્રસ્ટીઓને આ ગુના સબબ એક વરસની જેલની સજા પણ થઇ શકશે. આ વટહુકમની જોગવાઈએ મનસ્વી અને આપખુદ છે તેની સબિતી આપતી એક જોગવાઈ એ છે કે વહીવટી બેડને યોગ્ય જણાય તે સમેતશિખર તીર્થમાં પૂજા કરવા માટે ફી નકકી કરી શકશે અને તે ઉઘરાવી શકશે. જૈન ધર્મની પરંપરા પ્રમાણે ભગવાનની પૂજા માટે કઈ પણ પ્રકારની ફી લેવી એ તદ્દન અયોગ્ય ગેરવાજબી અને ધર્મની લાગણી દુભવવા સમાન છે.
સમેતશિખર તીર્થ અંગે તામ્બર-દિગમ્બર સમાજની જે તકરાર છે તેને લાભ લઈ બિહાર સરકાર સમેતશિખર તીર્થ પર પિતાને અધિકાર જમાવવાને બદ. ઈરાદો રાખતી હોય તેમ આ વટહુકમથી સ્પષ્ટ જણાય છે.
સમેત શિખર તીર્થમાં અશાંતિ ધાંધલધમાલ કે કાયદે અને વ્યવસ્થાના કેઈ પ્રશ્નનો જ નથી સર્જાય તે પણ જાહેર શાંતિ અને સલામતીના બહાના હેઠળ બિહાદ સરકારે આ વટહકમ કાઢીને સમેતશિખર તીર્થ હસ્તગત કરવાન' કદમ ઉઠાયુ છે. તેનાથી બિહાર સરકારના ઈરાદા તરફ શંકા-કુશંકા થાય તે સ્વાભાવિક છે.
સમગ્ર જૈન સમાજને આજે આ ગંભીર પ્રશ્નને એક મંચ પર આવવાની જરૂર છે.
કયારેય જરૂર ન હતી તેવા એકતા અને સંગઠનની જૈન સમાજને આજે જરૂર છે. સમગ્ર જૈન સમાજે ગચ્છ, સંપ્રદાય અને ફિરકાભેદ ભૂલીને એકતા માટે નક્કર કાર્ય કરવું પડશે. જે સમાજ ને સંગઠિત નહિ હોય તે આ પણ અનેક પ્રાચીન તીર્થ સ્થળ પર સરકારી તવાઈ આવી શકે છે. આપણા પૂજય આચાર્ય ભગવંતે, પૂજય સાધુ-સાધવી મહારાજે, જૈન સમાજના અગ્રણીઓ અને કર્મઠ કાર્યકરોએ જેનાં એકતા અને સંગઠન માટેની એક નકકર ભૂમિકા તૈયાર કરવી પશે. કઈ પણ ધર્મ કે સમાજનું સંગઠન એ તેનું ત્રીજું નેત્ર છે. જે આપણે સંગઠિત હઈશું, એક હઈશું તે આપણી સામે નજર સુદ્ધાં કરવાની કોઈ હિંમત નહિ કરી શકે એ નિર્વિવાદ વાત છે.
જેને પોતાના તીર્થોને, મંદિરને, ધર્મસ્થાનકેનો હજારો વર્ષો થી સુંદર વહીવટ કરતાં આવ્યાં છે. જેનાં ધર્મસ્થાનકોના આ વહીવટમાં કદી કઈ મુશ્કેલીઓ આવી નથી અને કવચિત્ આવી હોય તે તેને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી છે. તો પછી પ્રશ્નન એ થાય છે કે છાશવારે આ દેશમાં જેન ધર્મ સ્થાનકે ઉપર સરકારી તવાઈ શા માટે ? શું રેન શાંત, સરળ અને સહન કરનારા છે એટલે જ તેમનાં પવિત્ર ધર્મસ્થળમાં હસ્તક્ષેપ થઈ રહ્યો છે? ધર્મ માં હસ્તક્ષેપ કરવાને અધિકાર કે સરકારને આ પણ
| (અનું ટાઈટલ ૩ પર)