________________
લઘુ બોધકથાઓ
છે
-પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ.
રે! પ્રમાદ! તારા પાપે ,
ધર્મકાર્યમાં ક્ષણને પણ પ્રમાદ આત્માને ધર્મથી પતિત કરનાર બને છે. આ અંગે શાસ્ત્ર પ્રસિદધ દરિદ્રબાહ્મણની વાત કરવી છે,
કઈ એક નગરમાં જન્મથી જ દરિદ્ધી અને પાછે આળસુ એ એક બાહ્મણ રહેતું હતું. દરિદ્રતા અને આળસને આમ મિત્રતા સારી હોય છે. પિતાની પત્નીની પ્રેરણાથી તે દાન લેવા રાજા પાસે ગયો અને રાજાને શુભ આશીર્વાદ આપી ઊભે રહ્યો તેના દેબર પરથી દીિ જાણી રાજાએ કહ્યું કે- “હે વિપ્ર ! આજના સૂર્યાસ્ત સુધીમાં ઈચ્છિત દ્રવ્ય મારા ભંડારમાંથી ગ્રહણ કર. તારી દરિદ્રતાને દેશવટે આપી ર” રાજની આજ્ઞાને પત્ર લઈ હર્ષભેર ઘેર આવી પત્નીને વંચાવ્ય. . તેની સ્ત્રીએ કહ્યું કે, સ્વામી ઝટ જાઓ અને ઇચ્છિત દ્રવ્ય લાવી આપણી ગરીબાઈને દૂર કરે કેમકે, શ્રેય કાર્યોમાં વિદને ઘણું હોય છે. ત્યારે વાચાલ એવા વિષે કહ્યું કે- “પ્રિય! જાતિમાં કહ્યું છે કે, “શત વિહાય ભકતવ્યમ્ - સેંકડે કામ પડતા મૂકીને જમવું. માટે જમી અને સ્વસ્થ થઈ પછી દ્રવ્ય લેવા જઈશ. પછી તેણે પાડોશીને ત્યાંથી આટે વ, લાવી તેની રસેઈ બનાવી પતિને જમાડ અને કહ્યું સ્વામી જદી જવ અને કાર્ય સફળ કરે તે મૂખ એ તે કહે કે, “જમ્યા પછી સૂવાનું ન મલે તે સે. ડગલાં ચાલવું માટે ક્ષણવાર નિદ્રા કરી પછી જઈશ. તે સૂઈ ગયો. દરિદ્રીને નિદ્રા દેવી ઘણી વહાલી લાગે છે એ ઘસઘસાટ ગાઢ નિદ્રામાં ઊંઘી ગયો કે માંડ માંડ તેની સ્ત્રીએ તેને જગાડો અને રાજમહેલમાં મોકલ્યા ત્યાં સુધીમાં દિવસના ત્રણ પ્રહર તે પૂરા થયા. પત્નીની પ્રેરણાથી ચાલે તે માર્ગમાં નાટક ચાલતું તે જેવા ઉભો રહ્યો. હજી તે ઘણે દિવસ છે માટે વધે નહિ આવે. આ રીતના નાટક ને કૌતુક જોવામાં તેને દિવસ પૂરે થઈ ગયે તેનું તે મૂરખ શેખરને ભાન ન થયું. છેક સૂર્યાસ્ત સમયે હાંફળે હાંફળો થતે રાજ ભંડાર પાસે આવ્યો ત્યારે ભંડારી તેને તાળું મારી ઘેર જેતે હતું અને બ્રાહ્મણને કહે કે- રાજાની મુદત તે પૂરી થઈ ગઈ તને કાંય દ્રવ્ય મલશે નહિ. પોતાના પ્રમાદ વશથી કાંઈ ન પામ્યા અને હાથ ઘસતે, પશ્ચાત્તાપ ફરતે તે ઘેર પાછો આવ્યા અને દરિદ્રીને દરિદ્રી જ રહ્યો.
માટે જે આત્માએ પ્રમાદમાં પડી દુર્લભ એ આ મનુષ્યભવ ગુમાવી દે છે તેઓ પછી પશ્ચાતાપ કરીને શોક કરનારા બને છે અને ગતિનું ભાજન બની સંસરમાં ભટકે છે. માટે દરેક પુણ્યાત્માઓએ પ્રમાદને ત્યાગ કરી, ધર્મમાં જે ઉદ્યમિત થઈ આ જન્મને સફળ-સાર્થક કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. જેથી આત્માની અનંતગુણ-લક્ષમીની અને અક્ષય કુરિથતિની પ્રાપ્તિ અવિલંબપણે થશે.