________________
૧૦૬૨
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે. એથી આવા આચાર્યદેવને હૈયામાં બિરાજમાન કરીને સંઘનાએ આગેવાને ઊભા થયા. આ પ્રસંગથી સત્યને એમને પક્ષપાત વધુ સુદઢ બનવા પામ્યું. ૧૯. દીઘ દૃષ્ટિના સ્વામી
" પરમ પવિત્ર શાસ્ત્રશિરોમણિ શ્રી ક૯પસૂત્રના સામાચારી વ્યાખ્યાનમાં એક શખ પ્રાગ વારંવાર વાંચવા મળે છે. આયરિયા પચવાય અણુતિ. સાધુ સમાચાર વર્ણ વતા આ વ્યાખ્યાનમાં વારંવાર એ વાત ઊપર ભાર મૂકવામાં આવ્યું છે કે, આચાર્યોને, પૂછી પૂછીને બધું કરવું જોઈએ. કેમકે એઓ દીર્ધદષ્ટિના સ્વામી હોય છે. એથી વાતેવાતે એમને પૂછતા રહેવાથી નરસું કામ થતું અટકી જાય છે અને સારું કામ વધુ ફળવાન બને છે.
- પૂજ્યશ્રી આવી દીર્ધદષ્ટિના સ્વામી હતા, એને જણાવતે એક પ્રસંગ જાણવા જેિ છે, એકવાર એક મુનિરાજ અજેનેના ઘરમાં વહેરવા ગયા. મકરસંક્રાતિના એ દિવસે હતા. એથી ગોચરીમાં તલના લાડું સહજ રીતે મળ્યા. ગેચરી વાપરવાની શરૂઆત કરી, ત્યાં લાડ તેડતા જ અંદરથી પૈસા નીકળ્યા. આ પ્રસંગ પહેટ. વહેલો જ બન્યા હતા, એથી સૌને આશ્ચર્ય થયું પૈસાનું હવે શું કરવું ? આ પ્રશ્નના ઉકેલ રૂપે ઘણને જવાબ એ આવ્યું કે, આ પૈસા દેવદ્રવ્યના ભંડારમાં નંખાવી દેવા. ગોચરી લાવનાર મુનિને થયું કે, આ વિષયને અંતિમ નિર્ણય પૂછીને પૂછીને જ લેવો યોગ્ય ગણાય. એથી તેઓ શ્રી પાસે પહોંરયા. એમણે બધી વિગત જણાવી. પૂ.શ્રીએ કહ્યું: તલના લાડુ જેના ઘરેથી આવ્યા હૈય, એનું ઘર બરાબર યાદ હેય, તે આ પૈસા એને પાછા આપી આવવા જોઈએ. આપણે ધર્મલાભ લાડુને આવે છે, પૈસાને નહિ. એથી પૈસા પાછા આપી દેવા જોઈએ..
મુનિએ કહ્યું: મને ઘર બરાબર યાદ છે. એક મુમુક્ષુ શ્રાવકને લઈની આપની આજ્ઞા મુજબ પૈસા પરત કરવા જવામાં મને વાંધો નથી.
મુમુક્ષુના હાથમાં પૈસા અપાવીને મુનિશ્રી એ અનના ઘરે જઈ પહોંચ્યા, જેના ઘરેથી તલના લાડુ વહેર્યા હતા. મુનિએ એ ભાઈને કહ્યું: તમે તલના જે લાડુ વહોરાવ્યા હતા, એમાંથી પસા નીકળ્યા છે. એ પાછા આપવા આવ્યા છીએ...
. અજેન ભાઈએ કહ્યું મકર સંક્રાંતિના દિવસોમાં દાનને લાભ લેવા આ રીતે લાડુમાં પૈસા મૂકવાને અમારે રિવાજ છે. માટે આપ એ પૈસા ખુશીથી રાખી શકે છે. અમે કઈ ભૂલથી પિસા લાડુમાં મૂકયા નથી. '