________________
પૂ. આ. શ્રી હિમાંશુ સુરિજી મહારાજાને
વિનમ્ર વિનંતિ
થડા સમય પૂર્વે યોજાએલા મીની સંમેલનમાં ઠીકઠીક મહત્વનો ભાગ ભજવનારા પૂ આ. શ્રી હિમાંશુસૂરિજી મ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ વિજયરામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય હોવા છતાં ગમે તે કારણસર એમણે સંમેલનને સમર્થન અને સહી આપેલ. પણ સંમેલન જે રીતે યે જવું, એ જોતા એનું ભાવિ ધૂંધળુ જ જણાતું હતું અને એ કહેવાતી એકતાને, શાસ્ત્રીયતાના થાંભલા વિનાને મહેલ તુટી જ પડવાનું હતું, જે અંત તુટીને જ રહ્યો અને સંમેલનના સમર્થક શ્રી હિમાંશુસૂરિજી મહારાજને પણ અંતે હી પાછી ખેંચી લેવાને વારે આવ્યા. પોતાના ગુરૂદેવની સાચી માન્યતાને એમણે થોડાઘણા અંશે સ્વીકાર વિ. સં. ૨૦૪હ્ના સંવત્સરીના દિવસે એક લેખિતનિવેદન દ્વારા કર્યો. એ મુજબ આ વર્ષે સાંભળવા મુજબ એમણે શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણકની આરાધના અને ઉજવણી શ્રી રામચન્દ્રસૂરિજી મહારાજની સાચી માન્યતા મુજબ શૈત્ર સુદ ૧૩-૧૪ રવિવારના દિવસે કરી. ગતવર્ષે એમણે જાહેર કરેલા નિવેદન મિચ્છામિ દુકક'ના પત્ર રૂપે હોવા છતાં, એમાંથી ઘણી બાબતે પર પ્રકાશ પડતે હોવાથી નીચે અક્ષરશઃ રજૂ કરાય છે.
શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમ:
દ્ધિ.ભા.સુ-૪ સં. ૨૦૪૯ પ. પૂ. આ. દાનસૂરિકવરેજો નમ:, વાસણા, અમદાવાદ આ. હિમાંશુસૂરિ તરફથી... મિચ્છામિ દુકકઠં
સંવત-૨૦૨૦ ફાગણવદ-૨ ના રોજ પાટણ મુકામે પૂજયપાદ સવ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજય પ્રેમસૂરિશ્વરજી મ. સા. એ પોતાના સમુદાયવતી સાધુઓ માટે એક અંતિમ આજ્ઞાપત્ર તૈયાર કરી તેમની હયાતીબાદ તેઓશ્રીના આવતી દરેકને તે આજ્ઞાપત્ર મુજબ પાલન કરવા-કરાવવાનું સુચન કરીને જુદી જુદી વ્યકિતઓને તે આજ્ઞાપત્ર સેપેલ હતું. પરંતુ સંજોગવશાત્ હું તેનું પાલન કરી શકે નથી માટે મન-વચન-કાયાથી મિચ્છામિ દુકકડ આપું છું. તેમજ
સંત-ર૦૪ર માં ઘણાખરા આચાર્ય ભગવંતની સંમતિપૂર્વક તિથિ વિષયક એક પટ્ટક શ્રી સંઘે તૈયાર કરેલ પરંતુ પાછળથી તેમાંથી કેટલાક આચાર્ય ભગવંતે એ પોતાની