SearchBrowseAboutContactDonate
Page Preview
Page 940
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૮ : | શ્રી જૈન શાસન (અઠવાડિક) તળેટીનાં મંદિરનું બાંધકામ વેતાંબર જૈને દ્વારા જ થયું છે, એ નિર્વિવાદ બાબત છે. ખુશાલચંદ શેઠના વારસદાર હરખચંદ શેઠ પાસે પારસનાથ પહાડની જ માલિકી હતી તે તરફ તેમણે જોઈએ તેટલું ધ્યાન ન આપ્યું એટલે તેમની ઉપેક્ષાને લાભ ઉઠાવવા પાલગંજના રાજાએ પહાડને પિતાના રાજયમાં દાખલ કરી લીધું. ઈ. સ. ૧૭૬૯ માં સમેતશિખરજી તીર્થમાં ચરણસ્થાન નકકી થયાં, મેટી પ્રતિષ્ઠા થઈ અને ભેમિયાજીની સ્થાપના થઈ તે પછી તે આ તીર્થનું માહાતમ્ય ખૂબ જ વધવા લ યું અને યાત્રાળુઓની સંખ્યા પણ વધતી ગઈ. ટૂંક ઉપર સ્તૂપની દેરીઓ ખુલી જમીનમાં હોઈ અને સખત ઠંડ, અ ા ગરમી, ભયંકર વાવાઝોડું અને ધોધમાર વરસાદની મોટી મુશ્કેલી હતી. સમેતશિખ૨જી પહાડ ઉપર વાંદરાઓ પણ ચરણપાદુકાઓ ઉખાડી દૂર હટાવી દેતા. ધણી દેરીએની ચરણપાદુકાઓ ખસી ગઈ હતી. એટલે હવે નવા જીર્ણોધ્ધારની આવશ્યકતા હતી. આ વખતે મુશીદાબાદ, કલકત્તા, અજીમગંજ અને અમદાવાદના સંઘેએ મળીને ઈ.સ. ૧૮૬૮ની સાલમાં અન્યત્ર નિર્વાણ પામનારા ચાર તીર્થંકર અને ચા શાશ્વતા તીર્થકરોની ચરણપાદુકા પણ સ્થાપિત કરી નવી દેરીઓ બનાવી. ઈ.સ. ૧૯૦૮માં અંગ્રેજ વાઈસરોય વેરન હેસ્ટિંગ્સ સમેતશિખરજી પહાડ ઉપર ડાક બંગલે બનાવવાનું નકકી કર્યું. ત્યારે આગદ્ધારક આચાર્યશ્રી આનંદ સાગરજીએ તેને ભારે વિરોધ કર્યો હતો. જગત શેઠ ખુશાલચંદના વારસદારના સમયમાં પૂર્વે જણાવ્યું તેમ સમેતશિખરજી તીર્થની માલિકી પાલગંજના રાજાના હાથમાં જતી રહી હતી. ઈ.સ ૧૯૦૫થી ૧૯૧૦ દરમિયાન અવિચારી ખર્ચને કારણે પાલગંજને રાજા ભારે અર્થિક સંકડામણમાં આવી પડયે. તેને વિચાર આવે કે ધનવાન જૈન કે મને આ પહાડ પટ્ટે આપી દઉ અથવા વેચી દઉ તે મને ખૂબ ધન મળશે. એ વખતે કલકત્તામાં શેઠ મદ્રદાસજી મુકીમ નામના વેતાંબર શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ વાઇસરોયના ઝવેરી હતા અને ખૂબ ધનાઢય હતા. કલકત્તામાં કારાના મઢેર તરીકે વિખ્યાત ભગવાન શં.તલનાથનું જિનાલય આ શેઠ શ્રી બદ્રીદાસજીએ બનાવ્યું હતું. બદ્રદાસજીએ પાલગંજને રાજાની નાણાભીડની વાત જાણું એટલે તેમણે અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજી ની પેઢીને આ પહાડ ખરીદી લેવા લખ્યું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ એ વખતે શેઠ કસ્તુરભાઈ મણિભાઈ હતા. તેમણે સમય પહાડ વેતાંબર મૂર્તિપૂજક જે શાસનની (અનુ. ટાઇટલ ૩ ઉપ૨)
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy