________________
વર્ષ : ૬ : અંક ૪૫-૪૬ તા. ૧૨-૭-૯૪
: ૧૦૬૭
મહેતાબયની ભાવના હતી. આ જીર્ણોદ્ધાર શહેનશાહ અકબર પાસેથી સમેતશિખરછની સનદ મેળવનાર વેતાંબરાચાર્ય જગદગુરુશ્રી હીરસૂરીશ્વરજીની પાટ પરંપરામાં આવેલા આચાર્યને હાથે જ થાય એવી પણ જગત શેઠની ભાવના હતી. જગદ્ગુરુશ્રી હીરસૂરીશ્વર મહારાજ ભગવાન મહાવીરની ૫૮ મી પાટે આવ્યા હતા.
જગત. શેઠ મહેતાખરાયના કાળમાં ભગવાન મહાવીરની ૬૬મી પાટ શોભાવતા આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી વિદ્યમાન હતા. એ સમયે તપાગચ્છના પં. દેવવિજયજી ગણિ સમેતશિખરજી તીર્થની યાત્રાએ પધાર્યા. તેમના ઉપદેશને કારણે જગત શેઠે તીથને માટે ઉદઘાર કરવાનો સંકલ્પ કર્યો. શેઠે આ કામ પિતાના પુત્ર સુગાળચંદને સોંપ્યું અને કામને આરંભ થયો. સુગાળચંદના મોટા ભાઈનું નામ ખુશાલચંદ હતું. જેમાં પણ જીર્ણોદ્ધારમાં રસ લેવા લાગ્યા. તેમની ભાવના એવી હતી કે વીસ તીર્થકરોની નિર્વાણભૂમિની પાકી જાણ મેળવવી અને તે જગ્યાએ જ દરેક ભગવાનની દેરીએ બંધાવવી. આ નિર્ણય કરવા માટે ખુશાલચંદ શેઠ અવારનવાર હાથી ઉપર બેસી મુર્શિદાબાદથી સમેતશિખરજી જતા, પણ કંઈ નિર્ણય કરી શકતા નહિ.
પં. વિવિજયજી ગણિએ ખુશાલચંદ શેઠને અઠ્ઠમનું તપ કરવાની અને પદ્માવતી દેવીને જાપ કરવાની પ્રેરણા કરી. દેવીએ સવપ્નમાં આવીને શેઠને જણાવ્યું કે પર્વત ઉપર જે સ્થાને કેશરને સાથિયે હોય ત્યાં તીર્થંકર ભગવાનની અસલ નિર્વાણભૂમિ સમજવી અને સાથિયાની સંખ્યા ઉપરથી ક્યા તીર્થકરની નિર્વાણભૂમિ છે, તેને ખ્યાલ આવશે. શેઠ ખુશાલચંદે આ દેવી સંકેત મુજબ પહાડ ઉપર વીસ તીર્થંકરનાં વીસ નિર્વાણ સ્થાન નકકી કર્યા, ત્યાં ચેતર બનાવ્યા, ચરણ પાદુકાઓ બનાવી અને ઉપર નાની નાની કરીને બનાવી.
પહાડ ઉપર જ્યાં જળનું સ્થાન હતું ત્યાં પાસે જ જળમંદિર નામે ભવ્ય જિનાલય બનાવ્યું અને નવી જિનપ્રતિમાઓ ભરાવી તેમાં બેસાડી. જગત શેઠ ખુશાલચંદ તેમજ તેમના નાના ભાઈ સુગાળચંદ ઈ.સ. ૧૭૬૯ (વિ. સં. ૧૮૨૫)માં શ્વેતાંબર તપગચ્છના આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીના વરદ હસ્તે તમામ દેરીઓની તેમજ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવી. આ સાથે તેમણે મધુવનમાં શામળિયા પાર્શ્વનાથ ભગવાનની પણ પ્રતિષ્ઠા કરાવી. સમેતશિખરજી તીર્થને આ એકવીસમ જીર્ણોધ્ધાર ગણાય છે. અગાઉના વીસ ઉધાર વીસ તીર્થંકરોના કાળમાં થયા હતા.
જગત શેઠબંધુએ એ મધુવનમાં વેતાંબર કેઠી બનાવી હતી. ધર્મશાળા બનાવી તેમણે એક કલામાં સાત ભાઈઓનાં સાત મંદિર બનાવ્યાં હતાં. કઠીની બહાર ખુશાલચંદ શેઠે જ સમેતશિખરજી મહાતીર્થની સ્થાપનારૂપ ભેમિયાજીનું મંદિર બનાવ્યું હતું. આ રીતે પહાડ ઉપરની તમામ દેરીએ, તેનાં પગલાંજીનું અને