________________
વર્ષ ૬ : અંક ૪૩ : તા. ૨૧-૬-૯૪
+ ૧૦૩૧
જીવદયામાં પણ સારી એવી રકમ સવાર સાંજ બેલાશે. પૂજ્ય આચાર્ય ભગવંતે પણ આ માટે ટહેલ નાખશે એટલે એની રકમ પણ સારી એવી ભેગી થશે ને મુંગા જીવોના હે પણ મીઠાં થશે.”
બરાબર.
આવેલા મહેમાનને નવે દિવસ સવાર-સાંજ રહા પાણી અને જમવાનું એટલે એમને જલસા સંઘના લોકોને ઘેર રસોઈ નહિ કરવાની એટલે એમને પણ જલસા.
બરાબર. આ બહેનની બધી વાત હું સાંભળતું હતું. વાત બધી સાચી, સારી, વ્યવસ્થિત અને વ્યવહારિક હતી. પરંતુ, એ શું કહેવા માંગતા હતા એ હજુ મને સમજાતું ન હતું. એટલે મેં તેમને કહ્યું બહેન ! તમે શું કહેવા માગે છે એ મને સમજાતું નથી. અને એમની આંખમાંથી અશ્રુને પ્રવાહ માંડ. હુ જોયા કરતે હતા. અંતે મેં પૂછયું, બહેન શી હકીક્ત છે ?”
તેમણે કહ્યું–આ પ્રસંગે જેમણે લાખે રૂપિયા ખચી આજન કર્યું તેઓ ખૂશ. સુંદર રીતે બધું ગોઠવાયું છે એટલે સંઘ અને સંઘના કાર્યકર્તાએ ખૂશ. ભગવાનને ઘીની બેલી દ્વારા અઢળક પૈસે મળે (જેની અત્યારના સંજોગોમાં કોઈ જરૂર નથી) એથી ભગવાન પણ ખૂશ. મૂંગા ઢોરનું હોં મીઠું થશે જીવદયાના પસા દ્વારા એટલે એ પણ ખૂશ, મહેમાનોને બધી સગવડ મળે એથી એ પણ ખુશ. પણ ભાઈ! અમારૂં શું ? અમારા જેવા, જેમની પાસે પૈસા નથી, આવકનું કેઈ સાધન નથી અને જેમની હાલત ત્રણ સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. સવારે જમવાનું મળે તે સાંજની ફિકર અને સાંજે જમવાનું મળે તે સવારની ફિકર. તેમાં વળી ઉચ્ચ વર્ગના ગણાતા હોવાના નાતે કેઈની પાસે હાથ લાંબે થાય નહિ. કહેવાય પણ નહિ અને સહેવાય પણ નહિ.
આ પ્રસંગને કારણે મુંબઈ તેમજ અમદાવાદથી મહેમાને આવશે. ત્યારે. એમને અમારે રહા પાણી ને નાસ્તા માટે વિવેક તે કરવું જ પડશે ને ? આ માટે અમે પૈસા કયાંથી લાવીશું? અમારે ત્યાં ખાંડ કે રહાનાં વાસણે પણ નથી ! એટલે આ પ્રસંગને કારણે અમારી ઈજજતના ધજાગરા ફરકશે. એને કેઈએ વિચાર કર્યો છે?
હું આ કોઈ ફરિયાદ કરવા નથી આવી. પરંતુ, આ પ્રસંગનું બીજ પણ એક પાસું છે જે ખૂબ જ કરૂણ છે એ કહેવા આવી છું. તેમજ આ માટે જે કાંઈ થઈ શકતું હોય તે કરવા માટે વિનંતી કરવા આવી છું.'
જે કરૂણ સ્વરે તેમણે વાતની રજુઆત કરી અને તે સાથે તેમની વહેતી અશ્રુ