________________
૧૦૩ર :
' : શ્રી જૈનશાસન (અઠવાડિક)
ધારા જઈ મારી આંખમાં આંસુ આવી ગયાં. મને પણ એમની વાતની સત્યતા યાને પ્રસંગના બીજાં પાસાંની પ્રતિતિ થઈ.
પછી, તે બહેને કહ્યું-“ભાઈ હું જાણું છું કે તમે દર વર્ષે ગુપ્તદાનમાં સારી એવી રકમ ખર્ચે છે. એને કારણે સમયસર મદદ મળી રહેવાથી ઘણું લેકેની લાજ જળવાઈ જાય છે તે ભાઈ! આ પ્રસંગે તમને કેમ ખ્યાલ ન આવ્યું કે આવા પ્રસંગે જ્યારે મોટી સંખ્યામાં મહેમાને આવવાના હોય ત્યારે, અમારા જેવાની આબરૂ જળવાય એ માટેનું પણ કેઈ આયેાજન કરવું ? જેથી અમારા જેવાએ પણ આ પ્રસંગ આનંદ અને ઉત્સાહથી માણી શકે? - કહ્યું, બહેન ! તમે ખૂબજ સમયસર આવ્યાં છે. હવે તમે જરા પણ ચિંતા કરશે નહિ. આ પ્રસંગે કઈને કઈ પ્રકારની તકલીફ નહિ પડવા દઉં' એની તમને ખાત્રી આપું છું. તમે મને આ એક નવી દૃષ્ટિ આપી એ માટે તમારે આભાર માનું છું.”
આ બહેનને વિદાય કરી મેં ત્યાંના બીજા પ્રતિષ્ઠિત કાર્યકરને બોલાવ્યા અને સંઘના આર્થિક રીતે નબળા સભ્યોની યાદી તેમની પાસે હોય છે તે ઉપરથી દરેક ઘરદીઠ કેટલી રકમ આપવી તે નકકી કરી તેનાં કવર બનાવી લગભગ એકાવન હજાર રૂપિયા જેટલી રકમ જરૂરિયાતમંદોને તે જ ક્ષણે પહોંચતી કરી; અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે અમારા આ પ્રસંગમાં કઈને કઈપણ પ્રકારની આર્થિક, સામાન્ય છક કે શારીરિક તકલીફ ન પડે તે જોજો.” - આવા ઉત્સવમાં કહેરાસરમાં અલગ અલગ પ્રસંગની ઘીની બેલી બેલાય છે. લોકે ભકિતભાવે ભરપુર પૈસા આપે છે જે દેવદ્રવ્યમાં જાય છે. દેવદ્રવ્યમાં હાલ પૂરતી નવા દ્રવ્યની જરૂર નથી એમ મને લાગે છે. આથી જે દ્રવ્ય આવે તે માત્ર દેવદ્રવ્ય તરીકે જ ન રાખતાં, ગુપ્તદાનથી સાધર્મિક ભકિતમાં વપરાય એવું થવું જોઇએ. જો આમ થાય તે કેટલાંય મધ્યમ સ્થિતિના લોકેને લાભ થાય.
આ માટે શ્રાવકે એ આગળ આવવું જોઈએ અને પૂજ્ય આચાર્ય ભગવતેએજ આ માટે ઉપદેશ આપવાની પહેલ કરવી જોઈએ જૈન સમાજના દુ:ખી દારિદ્રથી પીડાતા લોકોને ગુપ્ત રીતે સાધર્મિક સહાય કરવામાં આવે તે કેટલા બધાની આંતરડી કરે !
આ વાત મને ખૂબ જ સ્પશી ગઈ. મેં મને મન નકકી કર્યું કે હવે પછી હું ઘીની બોલીમાં, જીવદયાને નામે થતા ફાળામાં કે કહેવાના ધાર્મિક