________________
વર્ષ ૬ : અંક ૪૨ : તા. ૧૪-૬-૯૪
* ૧૦૦૯
-
જયા આ પર્વત ઉપર કતલખાનું શરૂ થયું ત્યારે પણ ચૂપ રહ્યા હતા. ફકત તાબો એ જ તેને વિરોધ કરી ડુક્કરનું કતલખાનું બંધ કરાવ્યું હતું. બિહાર સર. કારના સૂચિત વટહુકમની ૧૫(જી)(૨) કલમમાં એવી જોગવાઈ છે કે સમેતશિખરજી પહાડ ઉપર શૌચાલયનું બાંધકામ કરવામાં આવશે. આ વટહુકમનું દિગંબરો દ્વારા સ્વાગત કરવા માં આવે છે અને તેને મુસદ્દો ઘડનાર લાલુ પ્રસાદ યાદવનું તેઓ જાહે. ૨માં અભિવાદન કરે છે, એ પણ સમયની બલિહારી છે.
સમેતશિખરજી તીર્થમાં કુલ ૩૧ દેરીઓ છે, જે પૈકી ૨૦ તીર્થકરોની અને ગૌતમ સ્વામીની ચરણ પાદુકા અત્યંત પ્રાચીન છે. આ એકવીસ દેરીઓની પૂજા તાંબરે તેમજ દિગંબર બંને કરે છે. આ સિવાય જે ચાર તીર્થંકરનાં નિર્વાણ અન્યત્ર થયાં તેમની તથા ચાર શાવતા તીર્થકરોની ચરણપાદુકાઓની પણ અહીં ઈ. સ. ૧૮૬૮માં સ્થાપના કરવામાં આવી છે. દિગંબરોનો દા એ છે કે ૨૦ તીર્થકરોની અને એક ગૌતમસ્વામીની જે ચરણપાદુકા છે, તેની રચના દિગંબર પદ્ધતિ પ્રમાણે છે. આ પણ હકીકતમાં એક ગેરમાર્ગે દોરતું જુઠાણું છે. એકવીસ ચરણપાદુકા અને બાકીની આઠ ચરણપાદુકા વચ્ચે જે કોઈ તફાવત હોય તે તે પ્રાચીનતા-અર્વાચીનતાને જ છે. સમેતશિખરજી તીર્થના પ્રમાણભૂત ઇતિહાસમાં એમ નેધવામાં આવ્યું છે કે પ્રાચીન ચરણ પાદુકાઓની પ્રતિષ્ઠા જગત શેઠ ખુશાલચંદ દ્વારા શ્વેતાંબર જૈનાચાર્ય વિજયધસૂરીશ્વરજીને વરદ હસ્તે ઈ. સ. ૧૭૬માં કરવામાં આવી હતી. આ રીતે પ્રાચીન પગલાંઓ દિગંબર સંપ્રદાયની માન્યતા મુજબનાં છે, એવા દાવાઓનું ખંડન થાય છે.
દિગંબરે એક એ ગેરમાર્ગે દોરનાર પ્રચાર કરી રહ્યા છે કે તાંબરો દ્વારા ભગવાનનાં પગલાંની છાપની પૂજા નથી કરાતી, પણ માત્ર ચારણની જ પૂજા થાય છે.' આ માન્યતાન પાયા ઉપર તેઓ એવી દલીલ કરે છે કે સમેતશિખરેજીમાં જે પ્રાચીન ૨૧ ટુંકે (વીસ તીર્થકર વત્તા ગૌતમ સ્વામીજીની ટૂંક) છે, તેમાં ભગવાનનાં ચરણ નથી પણ મારા પગલાની છાપ છે, માટે તે દિગબર સંપ્રદાયની માન્યતા મુજબનાં છે. આ વાત મૂળમાંથી જ ખોટી છે. વેતાંબરે આજે પણ શત્રુ જય તીર્થમાં જે રાયણ પગલાંની પૂજા કરે છે, તે આદિનાથ ભગવાનનાં પગલાંની છાપ છે, તેમનાં ચરણ નથી. શ્વેતાંબરે દ્વારા પગલાંની છાપ અને ચારણ એમ બનેની પૂજા કરાય છે. ઈ. સ. ૧૯૧૨ માં હઝારીબાગ ની કેટેમાં થયેલા એક કેસ (નંબર ૨૮૮)ને તા. ૩૧-૧૦-૧૯૧૬ના રે જ ચુકાદો આપતાં સબ જજે જણાવ્યું છે કે પારસનાથ પહાડ ઉપર તમામ પ્રાચીન ટૂંકે અને મંદિરો તાંબરે એ જ બંધાવ્યાં છે. અદાલતે આ કેસમાં એમ પણ ઠરાવ્યું છે કે પગલાં (ઉપર જે લેખ કેતરવામાં આવ્યા છે તે પણ શ્વેતાંબરોના જ છે.
૧૯૦૨ની સાલમાં દિગબર એ ચરણ બાબતમાં કેટેમાં એક કેસ કર્યો હતો, જેને