________________
૧૦૦૮
: શ્રી જૈનશાસન (અઠવાડિક) હકીકતમાં પરવાનગી ન માગવાની મૂર્ખામીભરી જીદ લઈને બેઠા છે, એટલે જ ધર્મશાળા બંધાતી નથી. આ રીતે દિગંબર યાત્રિકે ને સગવડ મળતી નથી. આ રીતે દિગંબર યાત્રિકોને અગવડ ભોગવવી પડે છે, તેના માટે વેતાંબર વહીવટદારે નહિ પણ દિગંબર અગ્રણીઓનું મિથ્યાભિમાન જ જવાબદાર છે.
દિગંબરની બીજી ફરિટાદ એ છે કે શ્વેતાંબર પેઢી તરફથી પાણીની પાઈપલાઈન નાંખવાના કામમાં અને રેડના બાંધકામના કાર્યમાં પણ રુકાવટ પેદા કરવામાં આવે છે. આ દાવાઓ પણ ભૂલભરેલા અને ગેર રસ્તે દોરનારા છે. સમેતશિખરજી તરફ લઈ જતા એપ્રોચ રસ્તાનું સમારકામ વેતાંબરો દ્વારા જ સમયાંતરે થતું રહ્યું છે. પહાડની તળેટીથી પારસનાથની ટૂંક સુધી જતા ૧૮ કિલોમીટર લાંબા રેડના બાંધકામ માટે આણંદજી કલ્યાણજીની પેઢીએ જંગલ ખાતાને પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ૧૯રમાં ફેરેટ એડવાઈઝરી કમિટીની બેઠક મળી તેમાં પણ છે બરાએ આ રેડના સમારકામ માટે મેટી રકમ દાનમાં આપવાને ઈરાદે પ્રદર્શિત કર્યો છે. બિહાર સરકારના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૯૮૭ની સાલમાં પાણીની પાઈપલાઈન મધુવન સુધી નાખવાની યોજના બનાવાઈ ત્યારે આણંદજી કલ્યાણજીની પેઢીએ સંબંધિત અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું કે જે અમારી જમીનમાંથી પાઈપલાઈ જતી હોય તે અમારે અભિપ્રાય જરૂરી છે. પરંતુ ટ્રસ્ટને. જ્યારે ખબર પડી કે આ પાઈપલાઈન તેમની માલિકીની જમીનમાંથી પસાર નથી થતી. ત્યાર પછી આ પાઈપલાઈન નખાઈ ગઈ છે અને મધુવનને પાણીની સગવડ પણ મળતી થઈ ગઈ છે.
દરેક બાબતમાં શ્વેતાંબરને વિરોધ કરવાની ઝનૂની દિગંબરી નીતિરીતિને કારણે કયારેક દિગંબરે વિવેકભાન પણ ભૂલી જાય છે અને ઘણી વખત તે તેમણે પિતાનાં જ ભૂતકાળનાં નિવેદનોથી વિપરીત નિવેદન કરવાં પડે છે. શ્વેતાંબરેએ ૧૯૨૬ની સાલમાં સમેતશિખરજી પહાડ ઉપર ચેકીદારોને રહેવા માટે, ઓરડીઓ. પૂજારીઓ તેમજ મંદિરના નેકરો માટે કવાટર્સ અને યાત્રિકોની સુવિધા માટે ધર્મશાળા બાંધવાનો નિર્ણય કર્યો ત્યારે દિગંબરેએ તેને વિરોધ કરતાં એવી દલીલ કરી હતી કે આ પહાડ એટલે પવિત્ર છે કે તેની ઉપર થુંકી ન શકાય અને કુદરતી હાજતે પણ જઈ શકાય નહિ. આ કારણે ત્યાં માનવવસવાટ માટેની કાયમી કે કામચલાઉ સગવડ ઊભી જ ન કરવી જોઈએ, એ દિગંબરને મત હ. હવે દિગંબર એમ કહે છે કે અમારા યાત્રિકોને તીર્થયાત્રામાં ખૂબ તકલીફે પડે છે એટલે અમે ધર્મશ ળ બાંધવા માગીએ છીએ, પણ તે વેતાંબરે બાંધવા નથી દેતા જે તીર્થની યાત્રા ઉપવાસ કરીને જ ઉઘાડે પગે કરવી જોઈએ એમ કહેતા દિગંબરે ગાંધર્વનાળા પાસે પોતાના યાત્રિકોને ભાત આપે છે અને પવિત્ર પહાડ પર થુંકવાથી તેની અશાતના થાય એમ કહેનાર દિગંબર