________________
૯૮૮ ક.
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
૧૫૩માં જે પરિસ્થિતિ પેદા થઈ હતી અને શ્વેતાંબર સંઘના અગ્રણીઓએ જાગ રૂકતા બતાવી જેનું નિરાકરણ કર્યું હતું, બરાબર તેવી જ પરિસ્થિતિ આજે ૪૦ વર્ષ પછી પેદા થઈ છે. બિહાર સરકાર સૂચિત વટહુકમ દ્વારા આખ પહાડને કબજે
વેતાંબર મૂર્તિપૂજક વહીવટદારોના હાથમાંથી લઈ, દિગંબરના એજન્ટની ભૂમિકામાં, દિગંબરાની સપષ્ટ બહુમતી ધરાવતા સરકારી બોર્ડના હાથમાં સેંપી દેવા માંગે છે.
તાંબર સંઘના તમામ સભ્યોએ આ ખતરનાક ચાલને પોતાની તમામ તાકાતથી વિરોધ કર જોઈએ, અન્યથા આ પવિત્ર તીર્થ આપણે કાયમ માટે ગુમાવી છેસીશું એ વાતમાં કઈ શંકાને સ્થાન નથી.
દિગંબરે દ્વારા એવી એક દલીલ કરવામાં આવે છે કે અમે પણ જૈન ધર્મના અનુયાયીઓ છીએ, માટે તમામ જૈન તીર્થોના વહીવટમાં અમને અડધો અડધ હિસ્સો મળવું જોઈએ, તેને પણ એતિહાસિક પરિપ્રેક્ષયમાં તપાસવી જોઈએ. ભગવાન મહાવીરના નિર્વાણ પછી આશરે ૬૦૦ વર્ષે શ્રી જિનશાસનની મૂળ પરંપરામાંથી દિગંબરે છૂટા પડયા. ત્યારે અસલ પરંપરા તાંબરોના હાથમાં રહી હતી. આજે પણ જે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ છે, તેની પાસે ભગવાન મહાવીરના શાસનની આ પરં. પરાને વારસે અખંડિત પણે ચાલ્યો આવે છે. દિગંબર સંપ્રદાય અરલની જૈન પરં. પરામાંથી સ્વેચ્છાએ છૂટે થયે એટલે તે સમયે જૈનશાસનની જે કંઈ સ્થાવર, જંગમ વગેરે સંપત્તિઓ હતી એ વેતાંબરેના હાથમાં રહી. આ સંપત્તિઓમાં તીર્થોને અને આગમનો પણ સમાવેશ થતો હતો. કેઈ પણ સંસ્થામાંથી અમુક જૂથ મતભેદોને કારણે અલગ થાય તે મૂળ પિતૃસંસ્થાની મિલ્કત ઉપર તેમને કોઈ અધિકાર રહેતા નથી. ખ્રિસ્તી ધર્મમાં પણ રોમન કેથલિક પરંપરામાંથી પેટેસ્ટન્ટે અલગ પડયા. ત્યારે તેમના ભાગે કઈ ચર્ચે આવ્યાં નહોતાં. તેમણે જુદા થયા પછી પિતાની અલગ મિલકત ઊભી કરી હતી. જેને ધર્મમાં પણ મૂળ પરંપરાથી અલગ થયા પછી દિગંબર સંપ્રદાયે પિતાનાં અલગ, સ્વતંત્ર તીર્થો વિકસાવ્યાં તેમાં વેતાંબરો ક્યારેય પોતાને અધિકાર માંગવા ગયા નથી. અને તાંબરની મૂળ પરંપરા પાસે જે ૪૫ આગમો હતા તેના ઉપર અવિકાર પણ જાતે કરી દિગંબરે એ પિતાના અલગ આગામે વિકસાવ્યા, આવી જ રીતે દિગંબરએ જે પરંપરા સાથે પોતાને છેડો ફાડી નાખ્યો છે, તેની સંપત્તિમાં ભાગ માગવાને તેમને કેઈ નૈતિક અધિકાર રહેતું નથી. આમ છતાં દિગંબરોની ધાર્મિક લાગણીઓ ને માન આપી તાંબરોએ પિતાના વહીવટ હેઠળના કેટલાંક તીર્થોમાં પણ દિગંબર સંપ્રદાયના દશનપૂજન ઈત્યાદિ અધિકારોને માન્ય રાખ્યા છે અને તેમાં કયારેય અડચણ ઊભી કરી નથી. સમેતશિખરજી ઉપરાંત અંતરીક્ષા, મક્ષીજી, કુંભાજગિરિ આદિ તીર્થોમાં ચાલતા જગડાઓને જે અંત આણવો હોય તે દિગંબરેએ