________________
: વર્ષ ૬ : અંક ૪૧
તા. ૭-૬-૪
પોતાની ગેરવ જબી માગણી પડતી મૂકવી જોઈએ. આ સત્ય હકીકતને ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવાને બદલે તેઓ અમીરાંદની ભૂમિકા ભજવી બે ભાઈઓના ઝઘડામાં ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ કરનારી બિહાર સરકારને વચ્ચે લાવી પિતાનું પહેલું નમાવવા માગે છે.’ આ ખૂબ ખતરનાક ચાલ છે અને તેને ફાયદો સરકારી ભ્રષ્ટ અમલદારો સિવાય કે ઈનેય નથી થવાને એ વાત સૌ કેઈ ડાહ્યા જેને એ કાયમ માટે સમજી રાખવી જોઈએ.
સમેતશિખરજીની રક્ષા માટે તમે શું કરી શકે? - રમે શિખરજીની યાત્રા એ જતી બસો, પેશ્યલ ટ્રેન વગેરેના આજ કે એ પિતાના રૂટમાં પટનાને અચૂક સમાવેશ કરવા અને બિહાના મુખ્ય પ્રધાન તેમજ ગવર્નરને મળી આવેદનપત્ર સુપ્રત કરવાં.
૦ ગિવિડિહમાં જિ૯લા કમિશનરને સમૂહમાં મળી પવિત્ર તીર્થમાં સરકારના કેઈ પણ જાતના હસ્તક્ષેપ સામે વિરોધ નોંધાવતું આવેદનપત્ર સુપરત કરવું. - - સ્થાનિક શ્રી સંદની ડિટિંગ બોલાવી તેમાં આ પુસ્તિકા નું વાંચન કરવું અને પવિત્ર તીર્થ ઉપર આવેલી આપત્તિથી શ્રી સંઘના સભ્યોને માહિતગાર કરવા. મિટિંગને અંતે એક આવેદનપત્ર તૈયાર કરી તેની એક નકલ રાષ્ટ્રપતિને, વડાપ્રધાનને, બિહારનાં ગવર્નરને, બિહારના મુખ્યપ્રધાનને તેમજ જાણકારી માટે અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને મોકલી આપવી.
૦ સૂકમાં બળને જાગૃત કરવા શ્રી સંઘમાં વધુ સંખ્યામાં આયંબિલ, ઉપવાસ, અઠ્ઠમ વગેરે થાય તે માટે પ્રેરણા કરવી તેમજ જાપ કરાવવા.
૦ સ્થાનિક અખબારના પ્રતિનિધિઓને મળી તેમને સમેતશિખરજી વિશે પૂરેપૂરી માહિતી આપવી અને આપણું દષ્ટિબિંદુ સમજાવવું.
૦ દિગંબર જૈન ધર્મબંધુઓ કહેવાય છે, પણ નેતાગીરીની અગ્ય દોરવણીને કારણે તેઓ તીર્થની બાબતમાં સરકારને હસ્તક્ષેપ કરવા પ્રેરી રહ્યા છે, આ હકીકતને લયમાં રાખી દિગંબરા પ્રત્યે આપણું ઉરચારણ દ્વારા કે વર્તન દ્વારા લેશ પણ દ્વેષભાવ પેદા ન થાય તેની કાળજી રાખવી. તેમ જે કઈ દિગંબર શ્રાવકશ્રાવિકાઓના સંપર્કમાં હું તેમને પ્રેમથી આ પુસ્તિકા વંચાવવી અને સત્ય વસ્તુસ્થિતિથી માહિતગાર કરવા.
- સરકારી અધિકારીઓની નજર આપણાં તીર્થો ઉપર અને દેવદ્રવ્ય વગેરેની આપણી સંપત્તિ ઉપર છે એ જોતાં કઈ ટ્રસ્ટે વધુ પડતી રકમ ભેગી ન કરવી, પણ તેને ઉચિત ઉપયોગ સાત ક્ષેત્રની શાસ્ત્રીય મર્યાદા મુજબ કરવો, જેથી બેન્કમાં મૂકેલી થાપણને હિંસક ધંધાઓ વગેરે માટે ધિરાણ આપવામાં ઉપયોગ ન થાય અને આપશુને હિંસાને દેષ પણ ન લાગે.
(ક્રમશ:)