________________
અનાદિકાળથી સ'સારચક્રમાંક પરવશ જીવ ભટકી રહ્યો છે. સ`સારચક્રમાં ભટકતા તે આત્મા વિષચક્ર, કષાયચક્ર, વાસનાચક્ર, અધર્મચક્ર, પાપચક્રમાંથી સંપ્રસારણ કરતા જ રહ્યો છે. ચૈતન્યની વિભાવદશાને કારણે આ ચક્રોમાંથી સ*પ્રસારણુ પામતા તે આત્માનુ` સૌંસારચક્રમાંથી પરિભ્રમણ વિરામ પામ્યું નહિ. આ પાંચ ચક્રોમાંથી વિરામ પામવા માટે તથા સિદ્ધચક્રમાં પ્રવેશ કરવા માટે અને મુકિતચક્રમાં રમણતા કરવા
માટે પરમાત્મ શાસન,
અનુપમેય, અદ્દભુત, પરમ તારક, સર્વજ્ઞ ભગવ ́તના શાસનને પામી જીવ સૌંસા૨માં પરિભ્રમણ કરાવનારા પાંચ વિષય, અને ચાર કષાયરુપ નવપદમાંથી નીકળી સ્વાભા વિક દશાને પ્રાપ્ત કરાવનાર શાશ્વતા અરિહંતાદિ નવપદની આરાધાના દ્વારા સિદ્ધચક્રમાં પ્રવેશ પામી આ પાંચે ચઢ્ઢામાંથી નિગમન કરી પરપરાએ મુક્તિચક્રમાં પ્રવેશી આત્મિક સુખની અનુભૂતિ કરે છે.
જયવંતુ જિનશાસન,
—પૂ. સા. શ્રી સૌમ્યજ્યેાતિશ્રીજી મ. ( જયશિશુ )
આત્મિક સુખની અનુભૂતિ એટલે જીવની સ્વાભાવિક દશાનું' પ્રગટીકરણ વૈભાવિક દશાનુ' વિલેાપન. આત્મિક સુખરુપી વસંતની અનુભૂતિ કરતાં પહેલાં વૈભાવિકસુખ રૂપી લાવ્યા વિના છૂટકો નથી. અને તે વૈભાવિક સુખની પાનખરઋતુ શુદ્ધ પાનખરઋતુ ધર્મચક્રમાં પ્રવેશ વિના શકય નથી. પરમાત્મ શાસન વિના શુધ્ધની પ્રાપ્તિ નથી. પ્રભુ શાસન પામ્યા પછી વિષયવિરાગ-કષાયના ત્યાગ દ્વારા ભવવિરાગનું પ્રાગટય, જેને ભવિરાગ તેને વીતરાગ શાસન પ્રત્યે રાગ જન્મે. અને તેવા આત્માએ સસ'ગના ત્યાગી બની આત્મિક વસ ́તની અનુભૂતિ કરતા હાય છે. તેથી જ પરમાત્માનુ જયવંતુ છે. જયવંતુ હતુ. જયવતુ રહેશે...
શાસન
પરમાત્માના પુનિતપંથે પ્રયાણ કરતા આત્માઓને સહાયભૂત થનારા આત્માએ પણ જગતમાં હોય છે. મુનિજનની મશ્કરી-નિંદા દેખી તેમનું હચુ દુઃખિત બની જાય છે, અને તેનું નિવારણ કરવા માટે ધ રંગે રંગાયેલા, પ્રભુ શાસનની તથા પ્રવચનની મહત્તા સમજનારા, સુનિજીવનના જ્ઞાતા, જેમની રગે રગે ધમ વ્યાપી ગયેલે હોય તેવા આત્મા પ્રાણની પરવા પણ કરતાં નથી. લેાકેાપવાદને પણ ગણતા નથી. આવેલી આપત્તિને દૂર કરવા સજ્જ બની ઝઝુમતા હૈાય છે. આ છે જયવંતા પ્રભુ શાસનને મહિમા !