________________
વર્ષ-૬ : અંક-૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩
: ૭૩ {
' વાતે ઘૂસી જાય-ઘર કરી જાય તે મુશ્કેલી થઈ પડે. માટે તું ઘરે રમ, તારા માટે કાંઈક
લેતે આવીશ. મારી વાત તેણે માની નહી અને તેને આગ્રહ ચાલુ જ રાખે. આ | રકઝકમાં આજે ઘણું મોડું થઈ ગયું.
અરે, આટલી માથાકુટ કરવાને બદલે આંગળી પકડીને વ્યાખ્યાનમાં લઈ આવ્યા હેત તે શું થાત ? મહાત્માજીએ સરળભાવે ફરી પૂછયું.
વાહ રે વાહ! મહારાજ, લાવવામાં તે મને કોઈ વાંધો ન હતો. તે તે મારી { સાથે બગીમાં આવી જાત પરંતું આપશ્રીની ત્યાગવાણુને ધોધ એ વર્ષે છે કે તે છે ધોધમાં આવા કુમળા બાળકે તણાઈ જાય અમારા જેવા પીઢ, અનુભવીએ જ તેમાં
દિવાલ બની ઉભાં રહી શકે, અમારા જેવાને ગમે તેટલા ચાબકા મારશે તે પણ છે અમને કાંઈ અસર થવાની નથી અમારું મન તે આવા ટાંકણુઓના ઘા થી ઘડાઈ ગયું { છે. આપશ્રીના ત્યાગ ધર્મના નગારાં ઘણું ગગડે તે પણ અમે તે કુંભકર્ણોની માફક છે સૂતા જ રહેવાનાં, આ પાટ ઉપરથી અમારી છાતી પર જે પ્રહાર કરવામાં આવે છે ? તેવા પ્રહારો જે નાની વયના કુમળા બાળકો પર કરવામાં આવે તે અમારા કુમળા છે છે બાળકના મગજને રાશી અમારી પાસેથી ખસી જાય અને તમારી પાસે આવીને વસી
જાય. જો તે અહીંયા આવીને વસી જાય તે અમારા ઘરે અમારે ખંભાતી તાળા મારવા પડે. અમારી પેઢીનું કામકાજ અટકી જાય.
મહારાજ સમજી ગયા કે, આવાઓને ફકત ધમી કહેવડાવા જ ધમ કરે છે. છે આવાઓને તે માત્ર સાંભળવાનું એક વ્યસન પડી ગયું હોય છે. ત્યાગ વાણીનું પાન
કરીને પોતાના જીવનમાં જે પલટે લાવે જોઇએ તે પલટે આવાઓ કયારે પણ છે લાવી શકતા નથી આવાઓ તે માની લે છે કે સાધુ બાલ્યા કરે અને અમે સાંભળતા { રહીએ. આ કારણસર આવાઓનું આત્મકલ્યાણ ક્યારે પણ શકય બનતું જ નથી.
જયાં ભગવાનના વચન ઉપર બહુમાન નથી આજ્ઞા ઉપર પ્રેમ નથી. જયાં 8 { તેમની વાણીને કહેનારા ઉપર બહુમાન નથી ત્યાં આત્મકલ્યાણની વાત કરવી પણ કઈ 8 રીતે ? જે આ પરિસ્થિતિમાં પરિવર્તન આવે તે જ ભગવાનની વાણીના શ્રવણદિમાં આ સફળતા મળી શકે અને ભગવાનની આજ્ઞાની મહત્તાં સ્થિપિત થઈ શકે, ફકત સાંભળવાથી છે
સફળતા મળતી નથી પરંતું સાંભળ્યા પછી તેના ચિંતન અને મનની ચકકસ સફળતા છે મળે છે માટે યોગ્ય લાગે તે અને સમય મળે તે ચેકકસ વિચારજો.
-વિરાગ