________________
વર્ષ-૬ અંક ૨૩ : તા. ૧૮-૧-૯૪ :
* ૬૨૫ ગુરૂ દ્રવ્યથી ઉપાશ્રય પણ ન બંધાવાય વૈયાવચ્ચમાં વપરાતાં સાધુને નિકિતા તથા શ્રાવક ભક્ષણ દોષ લાગી જવાને પુરો અવકાશ છે.
જીવદયા દ્રવ્ય જીવ છોડાવવા આદિ માટે આવેલ તે જીવદયા દ્રવ્ય છે તે જીવદયા સિવાય વાપરી શકાય નહિ.
અનુકંપા દ્રવ્ય નિરાધાર ઇત્તરને સહાય કરવા આ દ્રવ્ય છે તે ફંડ વિ. થી આવે અને તે પસંગે સંઘ કે વ્યકિતઓ અનુકંપા કરે છે.
સિવાય પણ સંધમાં તે તે ફંડો થાય છે. તે તે હેતુ માટેના ખાતા હોય છે. અને તે વાત કઈ પણ સંઘના ચેપડામાંથી જોવાથી ખ્યાલ આવે છે.
આજે શ્રી સંધમાં તે માટેની વ્યવસ્થા છે અને તે રીતે ચાલે છે. તેમાં કોઈ પોતાની મરજીથી ફેરફાર કરતા નથી કેઈ જગ્યાએ તે વી ગરબડો હતી ત્યાં પૂજવા આચાર્ય ભગવંતે આદિએ ઉપદેશ આપી શકય સુધારા કરાવ્યા છે.
સાત ક્ષેત્ર જિન-મંદિર-જિન મંદિર બાંધવા માટે આપેલ દ્રવ્ય કે મંદિરના પૂર્વના સાધને વિ. તેમજ દેવદ્રવ્યની રકમ મંદિરમાં વપરાય છે.
તે જિન મંદિર જિનેશ્વર દેવની ભક્તિનું સાધન છે. તે જિન મંદિર ક્ષેત્ર છે. તેમાં વ્યકિત પોતાનું દ્રવ્ય આપી ભકિત કરે છે અને દેવ દ્રવ્ય પણ મંદિર બાંધવા તથા તેને કાયમી ભંડાર સિંહાસન ચાંદીની ખેાળા વિ. આંગીમાં વપરાય છે.
જિનમ્રતિ ક્ષેત્ર-આ મૂતિ ક્ષેત્ર છે. તેમાં વ્યક્તિ મૂતિ ભરાવવા પૂજા કરવા અગી કરવા રૂ૫ ભકિત કરે છે તે જિન મૂતિ ક્ષેત્ર ભકિત માટે છે મુતિ માટે આપેલું દ્રવ્ય વધે તે જિન મંદિર બાંધવા, આદિમાં જાય.
જેમ સાધુ સાધ્વી ક્ષેત્ર એક છે તેમ જિન મંદિર અને મૂતિ એક ક્ષેત્ર ગણવામાં વાંધો નથી દેવ દ્રવ્યથી મૂતિ ભરાવી શકાય નહિ મૂતિ તે કઈ પણ વ્યકિતએ ભરાવવી જોઈએ ઉપાસક વિના મુતિ ભરાવાય નહિ. દેવ દ્રવ્યથી મૂર્તિ ભૂલથી ભરાવવાથી પ્રાયશ્ચિત પણ લેવાયાનો ખ્યાલ છે. માતા પિતા વિના સંતાન ન જન્મે તેમ ઉપાસક વિના મૂર્તિ ન ભરાવાય. મૂતિ દેવ દ્રવ્યથી ભરાવાય નહિ.
મૂતિને લેપ કરાવે તથા પરિકર બનાવે વિ. દેવદ્રવ્ય વપરાય.
જિન મંદિર મૂતિ અંગે પ્રથમ ક્ષેત્ર જિન મંદિર છે. બીજુ ક્ષેત્ર જિન મૂર્તિ છે. તે માટેના લખાણો દાણું છે.