SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક) સમજાવ્યા પાપ ન કરવું પડે તેવું જે જીવન તેનું નામ જ સાધુપણું છે. આ રીતે પછી જે કહે કે “આપની વાત સાચી છે પણ મારી લેવાની શકિત નથી. આવી શકિત આવે તેવા મારા જોગ ધમ આપે” તેને શ્રાક ધ આપીએ. જે કહું કે મારે સાધુધમ જોઇતા ય નથી અને તેની ભાવના પણ નથી તે તેને ય શ્રાવક ધર આપીએ તા શાસ્ત્ર અમને ય ગુનેગાર કહ્યા છે. સાધુના પરિચયમાં હોય તે ય સાધુ જ થવા જેવું છે. તેમ ન માને તે શ્રાવક, શ્રાવક નથી, સાધુને ય માનતા નથી, ભગવાનને ય માનતા નથી અને ધમ પણ સાચી રીતે કરતા નથી. શ્રી અરિહ'ત પરમાત્મા કેવા સુખી હતા ! છતાં પણ ફાઈ પણ શ્રી. અહિ ત પરમાત્મા સાધુ થયા..વિના મેક્ષે ગયા છે ? આપણા માટે મેક્ષ માર્ગ સ્થાપીને અને બતાવીને ગયા છે ને ? શ્રી અરિહંત દેવાએ જે છેાડયુ તે બધુ... છેડવા જેવુ જ છે ને ? સંસારનું સુખ, સૌંસારની સુખ-સાહ્યબી, રાજ-રિદ્ધિ આદિ બધુ જ છેાડવા જેવુ છે' આમ જે માને નહિં તેનામાં સમકિત હોય પણ ખરું ? સમકિત વગરના કાઇ શ્રાવક હાય ! તમારામાં સમક્તિ છે ? ઘર કેવુ લાગે છે ? છેાડવા જેવું લાગે છે કે રહેવા જેવુ લાગે છે ? વેપારદ કરા છે. તે ન છૂટકે કરેા છે કે મજાથી કરો.છે ? સ'સાર પણ કરવા પડે તેા તે દુ:ખથી કરે કે મજાથી કરે ? મજા આવે ને ચલાવે તે તે મિથ્યાર્દષ્ટિ જ હાય, તેને સમકિત થાય નહિ. પ્ર૦ સસારમાં બેઠા છીએ તેા માં હસતું રાખવુ' પડે ને ? ઉ॰ ગરીબ માણસ કહે કે- ‘મારી પાસે પૈસા નથી ’.તેમ માં રોજ ભગાડે કે કાઢવાર બગાડે ? ઓછી આવક વાળા વેપારી પણ માં રાજ ખગાડે છે. તમે નથી ખેલતા તે નવાઈ છે. તમે કહા કે- વર્ષો થયા, સાધુપણાનું મન થતું દુઃખ થાય છે. નથી. તેનુ ભારે સંસાર છેડવાનુ મન ન હોય તે શ્રાવક બની શકે નહિ. સાધુપણાની શકિત આવે માટે શ્રાવકપણું છે. ભગવાને પહેલે સાધુધમ જ કહ્યો છે. તેની શકિત આવે માટે શ્રાવકધમ કહ્યો છે. તે ય ન બને તેના માટે સમકિત રૂપ ધમ કહ્યો છે. અને સમકિત પણ ભારે પડે તેના માટે માર્ગોનુસારિપણું કહ્યું છે. માર્ગાનુસારી જીવ મરી જાય પણ અનીતિ ન કરે. ભગવાનની પૂજા કરનારને ભગવાન થવાનું મન ન હોય, સાધુની સેવા કરનારને સાધુ થવાનું મન ન હાય, ધર્મ કરનારને ઊંચામાં ઊંચે ધર્મ પામવાનુ મન ન હેાય તા તે ભગવાનની પૂજા કેમ કરે છે? સાધુની સેવા કેમ કરે છે ? અને ધમ પ્રેમ કરે છે ? તેમાં શક છે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy