SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૬ અંક-૧૨-૧૩ તા. ૨-૧૧-૯૩ : ૪૧૯ મેટાં પ્રાણીઓની સષ્ટિની કેવી દયનીય હાલત થશે, તે સૌ કલ્પી શકે તેમ છે! - આ ર્યાવર્તના સમગ્ર ઈતિહાસમાં પ્રજાનો અમુક મુઠ્ઠીભર વર્ગ કુદરતી સાધનેને બેરોકટોક ઉપભોગ કરી શકે, તે માટે વિશાળ જીવસૃષ્ટિની આવી બૂરી વલે કરવામાં આવે, તે દાખલ શો જડશે નહિ. હકીકતમાં તે ન જ નહિ, પરંતુ કેઈપણ જેનેતર ધર્મસ્થાના વહીવટદાર પણું આવાં ઘોર પાપકાને અનુમોદન મળે તેવી રીતે ધર્માદાની એક પાઈ પણ રોકે નહિ, પરંતુ છાપાંઓમાં ચાલતા ના પેજનાના એકતરફી પ્રચારથી ભોળવાઈને અનભિજ્ઞ એવા સરળ હૃદથી વહીવટદાર સરકારી અધિકારીઓના દબાણને વશ થઈને તેમાં પૈસા રોકવા લલચાય નહિ, તે માટે જ આટલી નુક્તચીની કરવાની જરૂર ઊભી થઈ છે. વાસ્તવમાં, ધર્મસ્થાનના વહીવટદાર ધર્મદ્રવ્યનું રોકાણ વગેરે ગુરૂભગવંતના માર્ગદશન વગર કરે જ નહિ અને જે તેમ કરવામાં આવે તે ગીતાથ ગુરૂભગવંતે દ્વારા આવા મહારંભનાં કાર્યોમાં તેના રેકાણનો નિષેધ થઈ જ જાય, પરંતુ આજે વહી. વટ રે દ્વારા ગુરૂ ભગવંતોની સલાહ લઈને જ ધર્મકાર્યોમાં આગળ વધવાની આ વિધિ દરેક જગ્યાએ જળવાતી ન હોવાથી વહીવટકરની જા માટે આ લખવાનું કર્તવ્ય અદા કર્યું છે. સૂરિપુરંદર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જેવાએ પણ “સંબંધ પ્રકરણ' નામના ગ્રંથરત્નમાં ત્યાં સુધી ફરમાવેલ છે કે जिणवर आणारहियं वद्धारंता वि के वि जिणदव्वं, बुड्डन्ति भवसमुद्दे मूढा मोहेण अन्नाणी ॥ જે અજ્ઞાનીએ જિનેશ્વરની આજ્ઞાથી વિપરીત પણે જિનદ્રવ્યને વધારે પણ છે. તે મેહ વડે મૂઢ લોક (જિનદ્રવ્યને વધારતા હોવા છતાં પણ) ભવસમુદ્રમાં ડુબે છે.' - ધર્મદ્રવ્યને વહીવટ, તેનું રોકાણ વગેરે વહીવટદાર સંસાર સાગરથી તરવા માટે કરતા હોય છે, નહિ કે ડુબવા માટે ! તેથી પૂજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મહાગીતાર્થ શાસ્ત્રકાર પ૨મર્ષિ એના તથા “દ્રવ્ય સપ્તતિકા' જેવા ગ્રંથના પણ આવા પાઠ જોયા પછી કયો શાણા વહીવટદારે નર્મદા યેજના જેવી મહારંભયુક્ત જનાઓમાં જિનેશ્વરની આજ્ઞાથી વિપરીત પણે નાણું રેકી ભવસમુદ્રમાં ડુબવાનું પસંદ કરશે? જિનશાસનના રાજાધિરાજની જગ્યાએ બિરાજમાન અગ્રણી પૂજ્ય આચાર્ય ભગતેને વિનંતિ છે કે, ઉપરોક્ત બાબત અંગે શાસ્ત્રીય માર્ગદર્શન આપવાની કૃપા કરી પિતપોતાના અવગ્રહક્ષેત્રમાં આવતાં ધર્મસ્થાના વહીવટદારને આ બાબતને ખ્યાલ આપી દેષમાંથી બચાવી લે : તે જ રીતે ધર્મસ્થાનના વહીવટદારો પણ આ તથા આવી જ દિ' ઊગ્યે ખડી થતી જુદી જુદી બાબતે અંગે પૂજનીય ગીતાર્થ ભગવતેનું માર્ગદર્શન મેળવ્યા વિના એક ડગલું પણ આગળ ન વધે, એ જ શુભેચ્છા.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy