________________
સકલ સંઘના વહીવટદારો સાવધાન !
-
ચેરિટિ કમિશ્નરના એ હસ્તક્ષેપને કેઈ વશ ન થાય. iા ધર્મદ્રવ્યની વ્યવસ્થાઓ ઉપર આક્રમણ સ્વરૂપ ટ્રસ્ટ એકટને ધર્મનાશક કાયદો આવ્યું, ત્યારે જ શાસનશેલીના જાણકારેએ તેને આકરે વિરોધ કરેલ. પરંતુ તે વખતે આ કાયદે તે જયાં ગેરવહીવટ થતું હોય, ત્યાં કેવળ તે ગેરવહીવટને રોકવા માટે જ છે? આવો પાંગળા બચાવ કરવામાં આવેલ. અને ઘણું ભેળા લેકેએ તે બચાવ કરવી. કારી પણ લીધેલ. જેમ જેમ સમય વીતતે જાય છે, તેમ તેમ આ કાયદો પોતાનું પત પ્રકાશ જાય છે. ધર્મમાં હસ્તક્ષેપ કરનારે કોઈપણ કાયદો ઘડતી વખતે શરૂઆતમાં તે હસ્તક્ષેપનું પ્રમાણ અત્યંત નજીવું રાખવામાં આવે છે. જેમ જેમ એ નઈ હસ્તક્ષેપ લોકેને કઠે પડતો જાય, તેમ તેમ હસ્તક્ષેપનું પ્રમાણ વધારતા જઈ છેવટે કાણમાંથી બાકોરું અને બાકેરામાંથી બારણા જેટલું ગાબડું પાડી દેવામાં આવે છે. • નર્મદા યોજનામાં ડેમમાં દર વર્ષે ૨૪ લાખ ટન માછલાની યોજના છે. પ્રજાકલ્યાણના નામે ભ્રષ્ટ રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને કેન્ટ્રાકટરના ગજવા ભરવા માટે ઘડાયેલી નર્મદે યેજના જેવી હિંસક પેજના સામે આખી દુનિયામાં વિરેઘને વાવંટેળ ઊઠતા વિશ્વબેંક અને જાપાન સરકારની લેને રદ થવાથી આ યોજના માટે નાણાં પડાવવા ગુજરાત સરકારનો ડોળો હવે ધર્માદા ટ્રસ્ટે તરફ મંડાયે છે.
ગુજરાતની સંખ્યાબંધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓ ઉપર ચેરિટિ કમિશ્નરને લેખિત સરકયુલર “સંસ્થાનું મૂડી રોકાણ શામા છે?” તે જણાવવા આવેલ છે. અને જે સંસ્થાઓએ પોતાના રેકાણની વિગતે જણાવી, તેને અમુક રોકાણુ નર્મદા બેન્ડમાં ટ્રાન્સફર કરવા સૂચના અપાયેલ છે. ગુજરાતના જિલ્લે જિલ્લા કલેકટર તથા રજિસ્ટ્રા પણ ધાર્મિક સામાજિક સંસ્થાઓને નર્મદા બેન્ડમાં રોકાણ કરવા સુચન કરી રહ્યા છે.
- નર્મદા બેન્ડમાં ધર્માદા દ્રવ્યનું રોકાણ કઈ પણ હિસાબે કરાય જ નહિ, તે તે અહીં પ્રગટ થતા લેખથી સ્પષ્ટ થશે જ પરંતુ વધારામાં એ પણ એક ગંભીર બાબત છે કે, ધર્માદા ટ્રસ્ટોએ કાયદાની મર્યાદામાં રહીને પણ કયાં રોકાણ કરવું, તે અંગે તદ્દન અનધિકૃત ડખલગીરી સરકારી તંત્ર દ્વારા થઈ રહી છે. ડખલગીરીના આ વરવા પ્રયાસને ઉગતે જ ડામી દેવામાં નહિ આવે, તે આજે તેમને નર્મદા યેજના પ્રજાના હિતમાં જરૂરી લાગતા તેમાં રોકાણ કરવા સુચવી રહ્યાં છે, આવતીકાલે હુંડિયામણ કમાવા માટે કતલખાના પણ પ્રજાહિત માટે જરૂરી લાગતા તેમાં રોકાણ કરવા પણ સુચવશે.
- “પાંચ-પચીસ હજાર રૂપિયાના રોકાણ માટે કલેકટરને કે ચેરિટિ કમિનરને કયાં નારાજ કરવા ?' તે વિચાર કઈ કરશો મા ! આમાં સવાલ પાંચ પચીશ હજાર રૂપિયાને નહિ, પરંતુ પરમાત્માની આજ્ઞાનું પાલન છે. નકકી કરીએ કે નર્મદા યોજનામાં તે એક પાઈનું પણ રોકાણ નહિ જ કરીએ.