________________
[; જિનધર્મને વરેલી ભવ્ય ઉપમાઓ પn
-પૂ. આ. શ્રી વિજય મિત્રાનંદ સુરીશ્વરજી મ.
૧) કલપવૃક્ષની ઉપમા : જગતના દશ પ્રકારના કલ્પવૃક્ષ પ્રાર્થના કરવાથી ઇછિત ફળને આપે છે તેમ, ધર્મ–કલ્પવૃક્ષ વગર માગે પણ કલપનાતીત દેવ મનુષ્યસંબંધી તેમજ મોક્ષના અનંતસુખને આપે છે, તેથી ધર્મ અપૂર્વ કલ્પવૃક્ષ છે.
૨) ચિંતામણિરત્નની ઉપમા : ચિંતામણિરતન જેમ એની વિધિપૂર્વક આરા ધના કરવાથી ઈચ્છિત ભૌતિક સુખ આપે છે તેમ, દેવ દેવેન્દ્રોને વંદનીય, મુનીન્દ્રો માટે સદા સેવવા યોગ્ય તેમજ આક પરલોકના સર્વસુબેને આપનાર સદ્ધર્મ, અપૂર્વ ચિંતામણિરત્ન છે.
૩) નિધાનની ઉપમા : અપૂર્વ અને અક્ષયસુખને આપનાર હોવા થી તેમજ ઉત્તમકુળમાં જન્મ, નિરોગી દેહ અને ઊંચા મહેલમાં આવાસ, ઢિગતવ્યાપી યશ અને નરેન્દ્ર તેમજ દેવેન્દ્રોનાં સુખે નિરંતર પ્રાપ્ત થતા હોવાથી જેનધર્મ નિધાન તુલ્ય છે.
૪) બંધુની ઉપમા : સદા હિત કરનાર હોવાથી ધર્મ બંધુભાઈ સમાન છે.
૫) અપૂર્વ સન્મિત્રની ઉપમા : સર્વ પ્રકારની આપત્તિઓને નિવારક હોવાથી અને સર્વ પ્રકારની સંપત્તિને સંપાદક હોવાથી, ધર્મ અપૂર્વ સમિત્ર સમાન છે. આપત્તિના સમૂહને નષ્ટ કરનાર, સંપત્તિનું નિર તર સંપાદન કરી આપનાર અને પરલોકમાં પણ જીવની સાથે જનાર ધર્મ જ અભિનવ મિત્ર છે.
૬) ગુરુ મહારાજની ઉપમા : સારી રીતે આવેલા ધમ જ પ્રત્યેકબુદ્ધ આદિને જાતિસ્મરણાદિથી તત્ત્વને બેધ કરાવનાર હોવાથી શ્રેષ્ઠ ગુરુમહારાજ સમાન છે,
૭) રથની ઉપમા : મિક્ષાથી જીવોને અ૯પકાળમાં જ મોક્ષનગરમાં પહોંચાડનાર હોવાથી ધર્મ રથતુલ૯ છે.
૮) દિવ્યપાથેયની ઉપમા : “મે સદા-સર્વદા અવિનશ્વર દેવાથી દિવ્યપાથેય છે. જે હંમેશ ખાઈ શકાય એવું, અત્યંત પવિત્ર, સમસ્ત પ્રકારના દોષ વિનાનું, કદી ખૂટે નહીં, જેનું મૂલ્ય આંકી ન શકાય એવું, અપૂર્વ દિવ્યભાતું ધર્મ જ છે.
૯) અપૂવ રત્નભંડારની ઉપમા : કઈ રજા લઈ શકે નહી, ભાઈ એમાંથી ભાગ માંગી શકે નહીં, ચાર લૂંટી શકે નહી, કદી નાશ પામે નહી, પરાધીન નહીં, સદા મનવાંછિત આપે, પરલોકમાં પણ સાથે આવે; એક અપૂર્વ રત્નભંડાર ધમ છે.
૧૦) અપૂવ સાર્થવાહની ઉપમા : ઘેર ભયંકર અને અપાર એવી સંસાર અટવીમાંથી પાર પમાડી એક્ષપુરીમાં પહોંચાડનાર અપૂર્વ સાર્થવાહ “ધમ જ છે.