________________
૧૪૪ :
- શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમે વિશેષાંક ?
ઠરાવો અમલ ન કરાવી શકનારાઓએ વરસેથી રાજકારણ સાથે સંકળાયેલા અને ૨ ચૂંટણીમાં ઝંપલાવનારાને સહકાર આપવાના નામે નિવેદન ઠેકી દીધું. વરસેથી કે- ૧ સની ઝાટકણી કાઢનાર એ મુનિશ્રી કયા હિસાબે કોગ્રેસના ઉમેદવારને ટેકે આપી શક્યા છે છે તે સમજમાં નથી આવતું ! તે વરસોથી જે પક્ષના વિચારો નસેનસમાં વહી રહ્યા છે છે તે ભાજપના (અમદાવાદના) ઉમેદવાર વિરૂદ્ધ કઈ રીતે રહી શક્યા? આજ્ઞાને બાજુએ છે છે મુકવાથી કયારેય સ્થિર વિચારધારા રહી શકતી નથી. જેમ કેઈ પણ દિશામાંથી પવન આવે અને ધજા આમ તેમ ફરફર થયા કરે તેમ પવનની માફક પ્રવાહ બદલનારા આમાં પણ ભારે ભૂલ કરી બેઠા અને બિનજરૂરી રાજકારણના વિવાદમાં ઝંપલાવી દીધું. આમાં તેમને શું નુકશાન થયું કે ફાયદો થયે, તે ગણિત તે માંડશે. મારે તે જૈન શાસનને કેટલું અને શું નુકશાન થયું તે જણાવવું છે.
એક તે સુપ્રસિદ્ધ એવા જૈન મુનિના નિવેદનના બીજા જ દિવસે ભાજપના ૩ ઉમેદવારે (કે જેની તરફેણમાં–તેને જીતાડવાનું નિવેદન કરેલ છતાં) આવા નિવેદનની છે મારે જરૂરી નથી અને એવી રીતે માત્ર જૈન કેમના મત માંગીને હું ચૂંટાવા નથી ! માગતે તેમ કહીને એ ઉમેદવારે મુનિશ્રીના નિવેદનના ચિથરા કરી નાખ્યા. કચરો કરી છે નાખે. આમાં મને દુખ એ વાતનું થયું કે, શું જેન શાસનના સાધુના નિવેદનની જાહેરમાં આટલી અવહેલના ? આટલી ફજેતી? એમાં વ્યકિતગત એક સાધુની ફજેતી છે હું નથી જોતે પણ સમગ્ર જૈન સંઘની આદરણીય સાધુની સંસ્થા ફજેતી જોઉ છું.
બીજી વાત-અમદાવાદના કેંગ્રેસના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી અને એ છે જેન ભાઈ જંગી મતોથી હારી ગયા ! આમાં શું રહી જૈન સાધુની અપીલની ! છે કિંમત ! જેનેતરોને પણ શું લાગ્યું કે આવા સુપ્રસિદ્ધ જૈન મુનિરાજ શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજને જેને પર જરાય પ્રભાવ નથી? કે જાહેર અપીલ છતાં પણ ! જેને તેમની અપીલને ફગાવીને ભાજપને જીતાડી લાવ્યા?
ત્રીજી વાત આવા નિવેદનની કશી કિંમત ન રહેતાં જગતના ચોગાનમાં જેને સાધુનું કેટલું હીણપત ભર્યું વર્તન દેખાયું ! ઘણા લેકે મનમાં એમ વિચારે છે કે ચીમનભાઈ પટેલ જેવાને સહકાર આપવાનું શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજને કયા કારણસર, કયા દબાણ હેઠળ, કયા સ્વાર્થ ખાતર કરવું પડયું ? આવી અનેક શંકાઓ ! એમના માટે જૈન સમાજને જાગી છે.
ચોથી વાત કે તેઓશ્રી માને છે અને ઘણીવાર નિવેદન આપે છે કે જેને અને હિંદુઓ એક છે. એમાં પણ બાબરી મસ્જિદના દવંસ પછી થયેલા તેફાને બાદ