________________
૧૪૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મા વિશેષાંક
ભગવંત સંપૂર્ણતયા સ્વસ્થપણે ઉભા થઈ સ્વસ્થાને પધાર્યાં અને તેમણે ગ્રહણ કરેલ ૯ ઉપવાસનુ પચ્ચકખાણુ સાંગોપાંગ પૂર્ણ કરી શકયા. આવી હતી પૂજ્યપાદ પરમગુરુદેવ શ્રીજીની જિનાજ્ઞાપાલનની સિદ્ધિ !!!
શાસ્ત્રકાર ભગવંતાએ જિનાજ્ઞાપાલનની જેમ જ ગુર્વાજ્ઞાપાલનની પણ સ`સાર સાગર તરવા માટે અનિવાર્ય આવશ્યકતા જણાવી છે. જે ગુરુભગવ ́તા જિનાજ્ઞાને સમર્પિત છે તેવા ગુરુદેવની આજ્ઞાનું પાલન શિષ્ય સહજભાવે પરમતત્વસ્વરૂપ માની કરે તેા મંત્ર શું કામ કરે ? તંત્ર શું કામ કરે ? યંત્ર શું કામ કરે ? સર્વ સિદ્ધિએ સહસા આવીને જ વરે છે, જિનાજ્ઞાપાલન પશુ, ગુર્વાજ્ઞાપાલનમાં જ આવી જાય છે. “તેવી પ્રજા જેવા રાજા.” તદનુસાર પૂજ્યપાદશ્રીજીની શાસ્ત્ર સમર્પિતતાના વારસે તેઓશ્રીજીના શિષ્યરત્નામાં પણ ઠીક ઠીક પ્રમાણમાં ઉતર્યાં છે. તેઓશ્રીજીનાં અનેક શિષ્યરત્નામાંના એક શિષ્યરત્ન આ પણ મહાપુરૂષ હતા કે જેએ શ્રી જિનાજ્ઞાનુસાર જ જીવન જીવવાનાં આગ્રહી હતા. કયા પુણ્ય નામથી તેઓશ્રી અલ'કૃત હતા...?
શીતલતાથી જેમણે ચંદ્રમાને પણ જીતી લીધેા છે તે સૌમ્યવારિધિ પ. પૂ. આ.. દે. શ્રી જિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજા તેઓશ્રી મહાન ગુર્વાજ્ઞાપાલક હતા. ગુર્વજ્ઞાપાલનની તત્પરતા તેમનામાં એટલી બધી હતી કે તેઓશ્રી કહેતાં કે ‘મારા પરમગુરુદેવશ્રીજી જો મને જ'ગલમાં ચાતુર્માસ કરવા આજ્ઞા ફરમાવે તે પણ હુ' વિકલ્પરહિતપણે સહુ જંગલમાં ચાતુર્માસ કરૂ.”
સ્વગુરુદેવની સંચમપાલનની ચુસ્તતાને તેઓશ્રીએ જીવનમાં એવી ઝીલી હતી કે જ્યારે તેઓશ્રી મુનિપણાને વિભૂષિત કરી રહ્યા હતા ત્યારે પણ નિર્દોષ ગોચરચર્યામાં એકકા હતા. એકવાર તેઓશ્રી ગૌચરી વહારવા પધાર્યાં સામેથી ભક્તજન લાભ લેવા તત્પર હતા પરંતુ નિર્દોષતા સદોષતાનું' અમલીજ્ઞાન ભકતજનને ભાગ્યે જ હોય. તેથી મુનિપુ'ગવને પધારતા જોયા કે તુરત સામેથી અગ્નિ પરથી ભાજન નીચે ઉતારી લીધુ' પરંતુ નિર્દોષ આહાર ગવેષણાની ખંતીલી ચકાર દૃષ્ટિ કયાંય તેઓશ્રીને દોષોનુ આસેવન કરવા દે ખરી ?
મુનિરાજશ્રીએ ચંદનથી પણ શીતલવાણી ઉચ્ચારી કે બેન! આ ભાજનમાંથી મને ગૌચરી ન વહેારાવીશ' અને ત્યારે જ તે મુગ્ધબાળાને ખ્યાલ આવ્યા કે “આ તા રામચરણપ ́કજમધુકર છે. કર્યાંથી તે નાના પણ દેષને ચલાવી લે ?
આજ્ઞાપાલનને જ પરમધમાઁ સમજનારાએ કેટલા સતત જાગૃતિવ`ત બનવું જરૂરી છે ? તે આપણે સહેજે આ અનુભવ પરથી સમજી શકીએ. અને તેનુ આસેવન કરીએ તે આપણે પણ શીઘ્ર કર્મ મુકત ખની શકીએ. સૌ જિનાજ્ઞાનું' નિવિકલ્પ પાલન કરી મુકિતપદના ભાકતા બનીએ તે જ શુભાભિલાષા