________________
૧૧૫૨
'
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
માર્ગમાં ઉપયોગી થતી પણ હોય, તે પણ તે ચીજોને મોક્ષ પ્ર પિતના સાધનરૂપ ન જ કહેવાય! મુક્તિ-માર્ગના આરાધનામાં આરાધક આત્માની સદ્ વિવેકીતારૂપ યોગ્યતાને અંગે દુનિયાની ચીજે ગમે તેટલી ઉપયોગી થતી હોય, છતાં એ ચીજો મોટે ભાગે રાગદ્વેષની પુષ્ટિ કરનારી હોય છે, માટે એ સાધનભૂત તે ગણાય જ નહિ. જેમ શ્રી દ્વાદશાંગી નિમિત્ત રૂપ જણાય તેવી રીતે કેઈ ડખ્યા છતાં તે શ્રી દ્વાદશાંગી ડુબવાનું સાધન ન કહેવાય, તેમ દુનિયાની વસ્તુ પણ દુનિયાથી તરવાના ઉપગમાં કદાચ આવી જાય તે પણ ડુબનારી ચીજ તે તારનારી ન જ કહેવાય!
કંકણના અવાજ પરથી શ્રી નમિરાજર્ષિને વૈરાગ્ય થયે, તે એ ઉપરથી કંકણના અવાજને વૈરાગ્યનું કારણ ગણું કંકણવાળી ઘરમાં લાવવી જોઈએ એમ કેઈ કહે તે કેમ ચાલે? કંકણ કે કંકણવાળી એ કંઈ વૈરાગ્યનું કારણ નથી. સામાન્ય રીતે તે કંકણને અવાજ તે કામનું કારણ છે, વિષયવાસનાની વૃદ્ધિનું કારણ છે, એમ તો નિશ્ચિત થયેલું છે. હા, કવચિત્ કોઈને પિતાના આત્માની શુધ્ધ દશાના ગે એવા પણ વિષયવાસનાના કારણથી વૈરાગ્ય થઈ જાય તે વાત જુદી
૦ ચાર દિવસના માન-પાન માટે આગમની આજ્ઞાને ઊંચે મૂકવી, એના જેવી બીજી એક પણ મૂર્ખાઈ નથી, એ આપણે દઢ નિશ્ચય છે. શ્રદ્ધાહીનેના માનપાનની ખાતર આગમને “ગૌણ બનાવી “જમાનાને “મુખ્ય બનાવાય એમાં આત્માને એકાંતે નાશ છે. આ લેકમાં તકલીફ પડે છે તે સહીને પણ મહાપુરૂષેની માફક, એમના જેટલું ન બને તે શક્તિ મુજબ પણ આગમની આજ્ઞા મુજબ ચાલી, પરલેક સુધારી, સંસારનાં બંધન છૂટે અને મુકિત મળે તે માટે ઘટતા પ્રયત્ન કરવા, તે આપણી ઊંચામાં ઊંચી ફરજ છે. એ ફરજને જે અદા કરશે તે જ આ અસાર સંસારમાંથી ધર્મરૂપ સારને લઈ શકશે
૦ જે આત્માઓ સંપૂર્ણ, શાશ્વત અને દુઃખના લેશ વિનાનું સુખ મેળવવા ઇચ્છતા હોય, તેઓએ ઈન્દ્રિયોને અને મનને કાબૂમાં રાખતા શીખવું જોઈએ. સંસારના પદા ર્થોિની લાલસા છેડવી જોઈએ. અને આત્માની પિછાન મેળવવાના પ્રયત્ન કરવા જોઈએ પિતા પ્રત્યેનું બીજાનું જે જે આચરણ ન ગમતું હોય, તે તે આચરણ પોતે અન્ય પ્રત્યે ન જ આચરવું જોઈએ. વિષય-વિરાગ, કષાયત્યાગ, ગુણાનુરાગ અને શુભકિ શાઓમાં અપ્રમત્તતા કેળવવી જોઈએ. પોતે કેઈને નથી અને પિતાનું કઈ નથી, અર્થાત-માતા પિતા, સ્વજન-પરિવાર કે સુખ-દુઃખ, એ બધું કર્મજન્ય છે –એમ માની મેહન. બંધન ઢીલા કરવા જોઈએ અને એ બધાના હેતુભૂત કર્મને નાશ કરનારી પ્રવૃત્તિ બાદરવી જોઈએ. પિતાના આત્માની પતે કયા ચિતવીને પાપથી સદાય ડરતા રહેવું જોઈએ, આ માટે જેમ બને તેમ નિ:સંગાવસ્થા કેળવવાની જરૂર છે. અને સંપૂર્ણ નિ:સંગ બનેલા