________________
૧૧૩૮ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
મહાવીર ભગવાનનું કહેવાય છે, એનું કારણ એ છે કે-આ કાળમાં છેલલા તીર્થકર તે થયા છે.
૨૩-પ્ર : તીર્થકરોએ ધર્મ શામાં બતાવ્યું છે?
ઉઃ શ્રી તીર્થંકરદેવોએ ધર્મ, સંસારના સર્વ ત્યાગમાં બતાવ્યા છે, કારણ કેશ્રી તીર્થકરદે આખાયે સંસારને આધિ એટલે માનસિક પીડા, વ્યાધિ એટલે શારીરિક પીડા તથા ઉપાધિ એટલે ધનધાન્યાદિ પદાર્થો પ્રત્યે મમતા. આ ત્રણેથી ભરેલે જોઈને તેને દુખમય, દુઃખરૂપ ફળને પેદા કરતા અને દુ:ખની પરંપરાને વધારનાર તરીકે કહ્યો છે. એટલે એ સંસારને સંપૂર્ણ ત્યાગ કર્યા સિવાય કોઈ ૫ આત્મા સંસારનાં દુઃખોથી છૂટી શકતું નથી અને મેક્ષસુખને પામી શકતું નથી. જે આત્માઓ આ સર્વ ત્યાગરૂપ ધર્મને ન પાળી શકે, તે આત્માઓ માટે બીજે પણ ધમ બતાવ્યા છે અને તે ધર્મ એટલા જ માટે બતાવ્યું છે કે-તે ધર્મના પાલનથી સર્વ ત્યાગરૂપ ધર્મને પામી શકે અને તે દ્વારા મુકિતને પામી શકે. એ બીજા ધર્મનું નામ ગૃહસ્થ ધર્મ કહેવાય છે. પણ એ ધર્મને પાળનારે જ્યાં સુધી સર્વ ત્યાગરૂપ સાધુધર્મને ન પામી શકે, કે જે ધર્મ પ્રથમ અને મુખ્ય ગણાય છે, ત્યાં સુધી મુકિત પામી શકે નહિ. સંસારને સર્વ ત્યાગ એટલે ત્રસ કે સ્થાવર કેઈ પણ જીવની હિંસા ન કરવી, નહિ કરાવવી અને કરતાને નહિ અનુમોદવી. અને તે પણ મનથી, વચનથી અને કાયાથી તે જ રીતિએ મનથી, વચનથી કે કાયાથી અસત્ય નહિ બલવું, બીજા પાસે નહિ બતાવવું અને બેલતાને સારો નહિ માન તેમજ કોઈની પણ એક તરણ જેવી ચીજને પણ તેના માલીકની આજ્ઞા વિના ન લેવી, બીજા પાસે ન લેવરાવવી અને લેતાને સારો નહિ માન તથા સ્ત્રી સંગ પિત નહિ કર, બીજ પાસે નહિ કરાવો અને કરતાને અનુમોદન નહિ આપવું અને ધનધ ન્યાદિ નવે પ્રકારના પરિગ્રહને પોતે નહિ રાખવા, બીજા પાસે નહિ રખાવવા અને રાખતાને અનુમોદન નહિ આપવું. આ રીતની પાંચ મહા પ્રતિજ્ઞાઓનો અખંડિત રીતે પાલન કરવા માટે નિર્દોશ અને શુદ્ધ ભિક્ષાવૃત્તિથી જ પોતાના સંયમના યેયને પાર પાડવા માટે પોતાની આજીવિકા ચલાવવી અને સદાય સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર-તેની જ આરાધનામાં રત રહેવું અને જે કઈ આવે તેને પણ એ જ સમાગનો ઉપદેશ દે. આને જ જૈનશાસનમાં મહા ધર્મ કહેવાય છે અને એ મહા ધર્મને જ મુખ્ય રીતિએ તીથ કરદેએ બતાવ્યું છે.
ર૪-પ્રઃ આ બાબત કયાં શાસ્ત્રોમાં છે ?
ઉ૦ : આ રીતનો ધર્મ દરેક જૈનશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે અને તેમાં મૂખ્ય ગણાતા શ્રી આચારાંગ સૂત્રમાં ખાસ કરીને બતાવવામાં આવ્યું છે. એ આચારાંગ સૂત્ર