________________
વર્ષ- ૬ અંક: ૪૭–૪૮ તા. ૨-૮-૯૪ :
* ૧૧૩૭ :
એ જ રાતે જ્ઞાતા સૂત્રમાં પણ વ્રતના ભાંગનારને નર્યાદિકને અધિકારી કહ્યો છે. એ જ રીતે સ્થાનાંગ સૂત્રમાં પા. ર૯૧ જીવહિંસા વિગેરે કરનારને દુર્ગતિના અધિકારી કહ્યા છે.
૨૧ પ્ર૦ : જેન ગૃહસ્થ અને જૈન સાધુમાં શું ફેર છે? અને કયી જાતને ફેર છે
ઉ૦ઃ જૈન સાધુ જૈન ગૃહસ્થમાં ઘણે જ ફરક છે, કારણ કે જૈન સાધુ સર્વ રીતે, એટલે –વીસ વસા જેટલી દયાનું પાલન કરે છે, ત્યારે જેન ગૃહસ્થ સારામાં સારો ધમી અને તે પણ વધારેમાં વધારે સવા વસા જેટલી જ દયા પાળી શકે છે. કારણ કે-જેનાસ્ત્રોમાં છ બે પ્રકારના માનવામાં આવ્યા છે. એક સ્થાવર અને બીજે ત્રસ. સ્થાવર જીવમાં તે મનાય છે કે-કાચી પૃથ્વી, કાચું પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ અને નસમાં હાલતા-ચાલતા કીડી, મેકેડી વિગેરે સઘળા છ ગણાય છે. આ બે પ્રકારના જીને નહિ હણવાનો, નહિ હણાવવાનું અને હણતાને સારા નહિ માનવાને નિયમ સાધુ જ કરી શકે છે, પણ ગૃહસ્થ કરી શકતા નથી, કારણ કે–તેને સ્થાવર ઓની હિંસા કર્યા વિના ચાલી શકતું જ નથી. એટલે વાસ વસામાંથી દશ વસા રહ્યા. ત્રસ જીવોને પણ હાથ ઇચ્છાપૂર્વક એટલે કે-મારવાની બુદ્ધિપૂર્વક નહિ મારવું એવી જ પ્રતિજ્ઞા કરી શકે છે, પણ જેનાથી ત્રસ જીવે મરી જાય એવી પ્રવૃત્તિ હું નહિ કરું, એવી પ્રતિજ્ઞા કરી શકો નથી કારણ કે-એ કુટુંબાદિક પ્રવૃત્તિઓમાં પડેલ હોવાથી તેવી પ્રતિજ્ઞા કરી શકતા નથી. એટલે દશ વસામાંથી પાંચ વસા ગયા. એમાં પણ એ એવી જ પ્રતિજ્ઞા કરી શકે છે કેહું નિરપરાધી જીવને મારીશ નહિ, કારણ કે-અપરાધીને મારવાની ઈચ્છાને દુનિયામાં પડેલ હોવાથી રોકી શકતું નથી. એટલે પાંચ વસામાંથી રાા વસા રહ્યા. એમાં પણ પિતાને ત્યાં રહેલાં જાનવરે વિગેરે અને પુત્રાદિક વિગેરેને સુધારવાની બુદ્ધિએ પણ તેને તાડનતર્જન વિગેરે નહિ કરવું એવી પ્રતિજ્ઞા પણ કરી શકતા નથી, કારણ કે પોતાના સ્વાર્થ માટે પુત્રાદિકને પ્રવીણ બનાવવા ખાતર અને નહિ ચાલતા ઘડા વિગેરેને ચલાવવા માટે હિંસા કરવી જ પડે છે. એટલે અઢી વસામાંથી સવા વસો રહે છે. આથી જ ગૃહસ્થની ધર્મક્રિયા સિવાયની સઘળી ક્રિયાઓ પાપમય મનાય છે અને સાધુઓની સઘળી પ્રવૃત્તિઓ પાપરહિત મોક્ષસાધક ગણાય છે. કારણ કે સાધુઓએ દુનિયાદારીની પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને એકલા પિતાના અને બને તો બીજાઓના આત્માઓનું આત્મકલ્યાણ કરવાની જ એક પ્રવૃત્તિ આદરી છે. ગૃહસ્થોની તે જ પ્રવૃત્તિઓ પાપમય મનાય છે, કે જે વિષય અને કષાયરૂપ સંસારને સાધનારી હોય.
૨ -પ્રઃ જૈન ધર્મના સ્થાપક કે?
ઉ : વાસ્તવિક રીતે તે જૈન ધર્મ અનાદિ છે અને તેના સ્થાપકે તીર્થકરે હોય છે. એવા તીર્થકરે અત્યાર સુધીમાં અનંતા થઈ ગયા છે અને તે સઘળાએ તીર્થંકરદેવોએ એક જ સરખા ધર્મની સ્થાપના કરી છે. વર્તમાનમાં ચાલતું જેનશાસન શ્રી