________________
૧૧૩૪ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
૨-4૦ ? આપશ્રીને કયી કયી પદવી અપાયેલી છે ? ઉ૦ ? મને વ્યાખ્યાન વાચસ્પતિ, ગણિ અને પન્યાસની પદવીઓ અપાયેલી છે. ૩-પ્ર૦ : આ૫ કયાં કયાં શાસ્ત્રને પ્રમાણભૂત માને છે ? ઉ૦ : પંચાંગી અને તેને અનુસરતા સઘળા શાસ્ત્રોને. ૪-પ્ર : પંચાંગી એટલે શું ?
ઉ૦ : પંચાંગી એટલે ૧. મૂળ આગમ. ૨. મૂળ આગમના અર્થને સપષ્ટ કરતી ગાથાઓરૂપ નિયુકિત. ૩. તેજ આગમના મૂળ અર્થને ટૂંકા પણ ગંભીર શબ્દો માં વ્યાખ્યા કરતી ભાષ્ય. તે જ આગમના અર્થોને વિસ્તારથી વ્યાખ્યા કરતી ટીકા, કે જેમાં દીપિકા અને અવચુરિ વિગેરે સમાય છે. ૫. એ જ આગમના મૂળમાં રહેલા ભાવની પ્રા ત ભાષામાં ટીકા તે ચૂણિ. આ પાંચને જેનશાસનમાં પંચાંગી કહેવાય છે.
પ-પ્ર : દશવૈકાલિક સૂત્ર ભીમસિંહ માણેક તરફથી છપાયેલું આ ને માન્ય છે
ઉ૦ : મને માન્ય છે.
૬-પ૦ ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલું પમ્પીસૂત્ર આપને માન્ય છે ?
ઉ૦ : મને માન્ય છે.
૭-: જૈન સાધુ પૂર્વાશ્રમની સ્ત્રી વિગેરે સગાંવહાલાંનું ભરણપોષણ કરી અગર કરાવી શકે કે કેમ?
ઉ૦ : જૈન સાધુ પૂર્વાશ્રમની સ્ત્રી વિગેરે સગાંવહાલાંનું ભરણ પોષણ રી અગર , કરાવી શકે પણ નહિ.
૮-પ્ર૦ : તેનાં શાં કારણે છે?
ઉ૦ : પ્રથમ તે શાસ્ત્રની આજ્ઞા જ નથી. તેનું કારણ એ છે કે-સાધુ, સાધુ થતી વખતે જે પાંચ મહાવતે ગ્રહણ કરે છે, તેમાં પાંચમું મહાવ્રત એ છે કે- ધનધાન્યાદિ નવે પ્રકારના પરિગ્રહને પોતે રાખ નહિ. બીજા પાસે રખાવ નહિ અને રાખનારને અનુમોદન પણ આપવું નહિ. એ મહાવત પ્રમાણે સાધુ પૂર્વાશ્રમનાં સ્ત્રી આદિ કુટુંબીઓ માટે ભરણપોષણની ક્રિયા કરી અગર કરાવી શકતો નથી. જે કરે અગર કરા, તે સ્ત્રી આદિને પરિગ્રહ માનીને ત્યાગ કર્યો છે તેને સ્વીકાર થાય. અને ધનધાન્યાદિ પરિગ્રહને રાખ્યા કે રખાવ્યા સિવાય ભરણપોષણ કરી કે કરાવી શકાય નહિ. અને જો કરે અને કરાવે તે પાંચમા મહાવતને ભંગ થવાથી પહેલા મહાવ્રતને પણ ભંગ થાય, કારણ