________________
વર્ષ ૬ : અંક : ૪૭-૪૮ તા ૨-૮-૯૪
: ૧૧૩૩
પૂમુનિ શ્રી કાંતિવિજયજી મહારાજ સહામે
તેમની પૂર્વાશ્રમની પત્ની બાઈ લીલાવતીએ માંડેલી ભરણ-પોષણની ફરીયાદના કામમાં
પૂજ્યપાદ પરમશાસન પ્રભાવક બાલ બ્રહ્મચારી વ્યાખ્યાનવાચસ્પતિ પન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવરને રાધનપુરમાં
કમીશ્નરથી પૂછાએલા પ્રશ્નો અને તેના ઉત્તરે.
( સદજ્ઞાનની પ્રાપ્તિથી વૈરાગ્ય પામીને ખંભાતમાં દિક્ષિત બનેલા પૂ. મુનિરાજ શ્રી કાન્તિવિજયવર્ષો બાદ અમદાવાદ પધારતાં, તેમની સંસારી૫ણાની પત્નિ બાછલીલાવતીએ ભરણપોષણને દાવો કર્યો હતો અને ત્યાંના મેજીસ્ટ્રેટ સાહેબે માસિક રૂ. ૨૫) આપવા ઠરાવ્યું હતું. આ કેસની અપીલ મુંબઈની હાઈકોર્ટમાં જતાં કાયદાની બારીકીઓ તપાસાઈ હતી અને એક જૈન સાધુ પોતે ગ્રહણ કરેલા વ્રતને સાચવવા પૂર્વક પોતાનાં સાંસારિક સંબંધીઓનું ભરણપોષણ કરવા અશકત છે કે કેમ?' એ બાબતમાં સાક્ષી લેવા માટે કેસનાં કાગળીયા અમદાવાદ આવતાં તે મુજબ અમદાવાદમાં સાક્ષીઓ લેવાઈ હતી. ઉપરાંત આ જ કામમાં પૂ. પન્યાસપ્રવરશ્રીની સાક્ષી તેઓશ્રી રાધનપુર બીરાજતા હોઈ ત્યાં સ્ટેટના સેશન્સ જજ મી. મહમદઅલી સાહેબે ઉપાશ્રયે પધારીને લીધી હતી. સાક્ષી લગભગ પાંચ કલાક ચાલી હતી અને સાંજે સાડા પાંચ વાગે સમાપ્ત થઈ હતી. બનતી રીતે આ સાક્ષી શુદધ રીતે આપવા પ્રયત્ન કરેલ, છતાં રહી ગએલ દેવા માટે અમે ક્ષમાપના પ્રાર્થી છીએ.
-સમ્પાદક] સ્વસ્થાન રાધનપુર કમિશ્નર રૂબરૂ અમાએ સ ધુ થતી વખતે જ આખી જીંદગી સુધી જુઠું નહીં બોલવાની પ્રતિજ્ઞા કરી છે તે જ સત્ય પ્રતિજ્ઞા ઉપર લખાવું છું.”
મારું નામ રામવિજય છે. મારા ગુરૂનું નામ ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી છે. મારે ધર્મ જૈન છે. મારી જ્ઞાતી સાધુ છે. ઉંમર આશરે વર્ષ ૩૬ ની છે. મારે ઘધે આત્મકલ્યાણને છે. જે રહેવાસી હાલ રાધનપુર છે.
મી. હરિલાલ એન. પારેખના સવાલો અને તેના જવાબમાં૧-પ૦ : આપ કયા ફીરકાના સાધુ છે ? . ઉ૦ : હું રેન છે. મૂર્તિ સંપ્રદાયના તમામ હૈ