________________
: શ્રી જૈનશાસન ( અડવાડિક)
( ૧૧૩૦ :.
પાંચ વ્રત લેવાનાં છે અને તે દશ કાલીક સૂત્રના પ્રકરણ ૯ માં જણાવેલા છે. તેનું છે અત્યંકરે કરેલું ભાષાંતર આંક ૬. ૨ ના પાના ૬ માં આપેલું છે, તે પ્રમાણે પહેલું વ્રત જીવતાં પ્રાણીઓને ઈજા કરતાં અટકવાનું અને પાંચમું મીલક ને ત્યાગ. દરેક જાતની મીલકતનો ત્યાગ કરવા સાધુ પ્રતિજ્ઞા લે છે. પછી તે ચાહે તે માની અગર બે ટી, ચેતન કે જડ હોય, અને તે બીજા પાસે પણ તે મીલકત ન રખાવે તેમજ તેવા કામમાં તેને ન અનુદે : ભાષાંતર આંક ૬. ૨ નું પાન ૭ : પ્રકરણ ૩, લેક ૨૮ અને ૨૯ માં ગૃહસ્થની સેવા અને કુટુંબના ધંધાથી તેમનું ભરણ પેષણ કરવું તે મહાન સાધુ માટે વજર્યા છે. વળી આ સાહેદના પૂરાવા પરથી વિશેષમાં એમ પણ જણાય છે કે-સ્ત્રીનું ગુજરાન કરવાથી અગર તેનું ગુજરાન કરવાનું બી જાને કહેવાથી જેન સાધુને પાંચમા વ્રતનો ભંગ થાય છે. અને આડકતરી રીતે પહેલા મતને પણ ભંગ થાય છે. અને આ વ્રતના ભંગની શીક્ષા તરીકે આ જગત્માં તે પતિત ગણાય છે. અને નરકે જાય છે. તે દશવૈકાલિક સૂત્રમાં શીક્ષાઓ સવિસ્તર જણાવવામાં આવી છે અને તે આંક ૬. ૨ ના ભાષાંતરના પાના ૫૭, ૫૮ માં છે.
આંક ૭ મુનિ શ્રી રામવિજયજીની જુબાની, જે કમીશનથી લેવામાં આવી છે. તે બહુ રસયુક્ત છે અને પોતાના જવાબના ટેકામાં તે શાસ્ત્રના આધાર ટાંકે છે જેનોની અંદર તે માનવંતા અને વિદ્વાન ધામિકારૂ ગણાય છે અને કેટલીક ધાર્મિક પદવીઓ ધરાવે છે. તેઓશ્રી ૭, ૮, ૧૬, ૧૭, અને ૨૫ માં પ્રશ્નોના જવાબમાં જૈન ધાર્મિક પુસ્તકમાંથી પ્રકરણે અને શ્લોકો ટાંકીને સ્પષ્ટ રીતે બતાવે છે કે-જેન સાધુ પોતે લીધેલાં વ્રતો અનુસાર, પિતાની સ્ત્રી અગર સગાં સંબંધીઓનું ભરણ પોષણ કરી શકે તેવી કોઈ પણ મીલકત ધરાવી શકે નહીં અને પૈસા કમાઈ શકે નહીં. પ્રશ્ન ૧૭, ૧૮, ૧૯, ૨૦ ના જવાબમાં જે જેન સાધુ પોતે વ્રતભંગ કરે, તેને માટે શી શક્ષા છે તે બતાવે છે. જેમ જેમ સાધુઓને ધાર્મિક શિક્ષણ તથા કપડાં આપવામાં આવે છે અને તેની ગોઠવણ કરવામાં આવે છે તેવી જ રીતે સાધુઓની પુર્વાશ્રમની સ્ત્રીઓને માટે તેનું ભરણપોષણ કરવા શ્રાવકો સાથે ગોઠવણ કરી શકે તેમ બતાવવાના હેતુથી સામાવાળાના વિદ્વાન વકીલ તરફથી આ સાહેદને ઘણું સવાલ પુછવામાં આવેલા, પણ આ તમામ પ્રશ્નોના જવાબ અને ખાસ કરીને પ્રશ્ન ૮ અને ૧૦ ના જવાબ પરથી જણાય છે કે-જે સાધુ પિતાની સ્ત્રી અને કુટુંબીજનેના ભરપે ષણ માટે ઉપદેશ કરે છે, તે પતિત થાય છે અને તેના વતનો ભંજક થાય છે. અને