________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ છે તમાં વહેતે રાખવાનું ભગીરથ કાર્ય કરે છે. તેથી જ શાસ્ત્રકાર પ૨મર્પિઓએ તેઓને શ્રી જૈનશાસનના “રાજા” કહીને નવાજ્યા છે. રાજા જેમ પોતાના રાજય ખાતર, તેમ તેઓ શાસનની આરાધના, રક્ષા અને પ્રભાવના ખાનર પિતાનું સંપૂર્ણ જીવન છાવર છે કરી દે છે. આવા ગીતાર્થ, રક્ષક, સમર્થ પ્રભાવક, સુગૃહીત પુણ્યનામધેય આચાર્ય ભગવંતે, ચરમતીથપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પરમાત્માના શાસનમાં અનેકાનેક થઈ ગયા કે જેનું નામ સ્મરણ પણ આત્મામાં શાસનરક્ષ ને વીલાસ છે જગાવે છે. આવા મહાપુરુષોમાં વીસમી સદીમાં ન્યાયાંનિધિ, સમર્થ પ્રભાવક રક્ષક
૫. પૂ. આ. શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજા કે જેઓ પૂ. શ્રી આત્મારામજી મહાછે રાજાના લાડીલા નામે સુપ્રસિદ્ધ હતા તે થયા. અને તેઓશ્રીની ચેથી પાટે થયેલા એક
વીશમી સદીના મહાન શાસન પ્રભાવક, શાસન રક્ષક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ છે. ગચ્છાધિપતિ, તપાગચ્છનીયાવિછિન સામાચારી સંરક્ષક, દીક્ષાના વન વીર, પ્રાત: 6 સ્મરણીય, ૫રમારા ધ્યપાદ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા જેને જૈનેતર જગતમાં સુપ્રસિદ્ધ હતા ને થયા.
સંસારની અસારતા, ધર્મની સુંદરતા, માની મનહરતા, મનુજમની દુર્લભતાને સમજાવતી, જમાનાવાદની ઝેરી અસરે અને વર્તમાન શિક્ષણની ભયાનકતાઓને સાદ છે ચિતાર બતાવતી, સરળ અને સુબેધ, પ્રેરક અને રેચક, આબાલ વૃદ્ધ સહજપણે સમજી શકે તેવી, નાભિના નાદથી નીકળેલી અને સૌને હૃદયંગમ થનારી, શ્રી જિનવાણુંનું તેઓ શ્રીમદ્દના શ્રીમુખે અમી પાન કરવું તે જીવનને અમૂલ્ય લહાવે છ. ગમે તેવા પ્રશ્નનો તુરત જ શાસ્ત્રીય સુવિશુદ્ધ યુકિતઓ અને સુતર્કોથી જવાબ આપી, શ્રોતાજનોના ચિત્તને આશ્ચર્ય પૂર્વક ડોલાવી નાંખવા તે તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભા હતી. અવસરે છે “કડવી પણ “હિતકર વાણી, સૌના આત્મામાં સંતોષની “મીઠાશને અનુભવ કરાવતી હતી.
સઘળાંય શ્રતમહેદધિનું મંથન કરીને કાઢેલ અમૃતબિંદુ “સંસારનાં સુખને રાગ ભૂંડે છે છે અને પિતાના જ પાપથી આવતાં દુ:ખ ઉપર દ્વેષ ભૂંડે છે”નું પાન સઘળાંથના ચિત્તને અમૃતને આસ્વાદ કરાવે છે અને “તત્થર નો સૂરિને સાક્ષાત્કાર કરાવી ગયા છે. તે
શાસ્ત્રકાર પરમર્ષિઓએ શ્રી આચાર્ય ભગવંતના છત્રીશ-છત્રીશ ગુણનું છત્રીશ જ { પ્રકારે વર્ણન કરેલું છે. તેમાંને એક ગુણ છે “શુદ્ધ પ્રરૂપકતા. શ્રી પવવિજયજી મહાછે રાજાએ પણ “શ્રી આચાર્યપદની પૂજામાં આ ગુણની મહતા ગાતા ગાયું છે કે
“શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે, છત્રીશ છત્રીશે ગુણે રોભિત સમયમાં દાખ્યા રે.”
-