________________
વર્ષ–૫ અંક-૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩
' : ૧૪૬૩ ત્યાગ, તપ, વ્રત, નિયમ, ઉપદેશ, ધંધે, ઘર, કુટુંબ વ્યવહાર, જાહેર જીવન, ખાનગી જીવન, રાજ્યતંત્ર, સમાજતંત્ર, અર્થતંત્ર, ધર્મ તંત્ર, કળા કારીગરી, પ્રાચીન સંશોધન, નવસર્જન, વૈજ્ઞાનિક શોધે ને વિકાસ, સાધુ અને સંત જીવન વિગેરે સારાં ગણાતાં કાર્યો પણ આજે પ્રાયઃ શાસન નિરપેક્ષા પણે ચાલી રહ્યાં છે.
તે સર્વ પ્રવૃત્તિઓ શાસન સાપેક્ષ બનાવવાથી અમૃતરૂપે પરિણમશે. નહીંતર એ જ સારાં ગણાતાં કર્યો અને પ્રવૃત્તિઓ હલાહલ વિષ રૂપે પરિણામવામાં હવે જરા પણ શંકા રાખવા કારણ જણાતું નથી. સંજોગોને દોષ ટકી શકતું નથી. પહેલાં તે મનેવૃત્તિ તે તરફ વાળવી જરૂરી છે. પછી સંજોગોની વાત આવે છે. મનની નિર્બળતાથી પણ કયારેક સંજોગોને ભય વિરાટરૂપે ભાસતું હોય છે.
એક એક તણખલા જેવી વિચારણા કે પ્રવૃત્તિ પણ શ્રી તીર્થંકર પ્રભુના શાસનથી સાપેક્ષ છે કે નિરપેક્ષા છે ? તેની વિચારણા શરૂ થતાંજ બધું જ ફરવા માંડશે. એજ સમ્યગ્ દશનનું બીજ છે, એજ સવ શુભનું મૂળ છે.
શાસન સાપેક્ષતા એજ મહા પરોપકાર છે. સાચા પપકારનું મુખ્ય પ્રતીકે જ એ છે. તેનાથી નિરપેક્ષપણે પોપકારે પણ પોપકારાભાસ છે. તે ભાવ પર પકારના અકારણ રૂપ-દ્રવ્ય પરેપકાર રૂપ બની રહે છે. જે તે ક્ષાર નાખવા રૂપ પરિણમતું હોય છે.
આ વાત પ્રાયઃ શ્રી પુષમાળા પ્રકરણની શરૂઆમાં જ માલધારી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ બતાવેલી હોવાનું સ્મરણમાં છે.
છેલ્લા સે વર્ષ પહેલાંથી ય (લગભગ અકબર બાદશાહનાં વખતથી) શ્રી સંઘમાં શાસન નિરપેક્ષતા થવાના બીજ રોપાવાયા છે, તે આજે ઘણા પલવિત થઈ ચૂકેલા છે. આજના સર્વ દુઃખનું અને અનિષ્ટનું સર્જન તેનાથી છે. આજનો પ્રવાહ જ ત્યાગીએને કે સંસારીઓને પણ પતન તરફ જ ધકેલે છે. તે શું કરવું ?
આ કોઈને ય પુછવાની જરૂર નથી. અંદરથી મનને પૂછવું કે આંખનું મટકું મારવા જેવી પણ મારી પ્રવૃત્તિ શાસન સાપેક્ષ છે કે કેમ? અને શાસન પ્રત્યેની વફાદારી મનના કોઈ પણ ખૂણામાં જીવતી જાગતી હશે, તે તેને સાચો જવાબ હા, કે ન મળશે જ. નાની કે મેટી કઈ પણ પ્રવૃત્તિ-જો તે શાસન સાપેક્ષ હોય તે તે ઉપાદેય, કર્તવ્ય તરીકે કરવી જોઈએ નહીંતર તે ગમે તેવી રૂડી દેખાતી હોય તે પણ તે ત્યાય ગણવી જોઈએ.
પરમાત્મા સર્વજ્ઞ વીતરાગ ત્રિક પૂજય શ્રી તીર્થકર દેવોનું શાસન જ માત્ર મંગલરૂપ છે એમ નથી, પરંતુ જગતભરમાં જે કાઈ મંગલરૂપ છે–તેમાં જે મંગલાષણ હોય છે, તે આ શાસન છે. આ શાસન વિના સર્વ મંગલે પણ મગલરૂપે બની શકતા નથી.