________________
૧૩૭૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
- વાતાવરણ તંગ થયું. ગેડીજી તથા લાલબાગના ટ્રસ્ટીઓ ભેગા થયા. પંદર (૧૫) દિવસ વ્યાખ્યાન બંધ રાખવાનું વિચારાયું. ગેડીજી તરફથી હા આવી.
પૂ. મુનિશ્રી રામવિજયજીને વિનંતિ કરી ત્યારે તેમણે કહ્યું કે હું તમને વ્યાખ્યાન આપતું નથી. મારા શિને આપું છું. તમારે ન આવવું હોય તે..”
લાલબાગના ટ્રસ્ટીઓ ઉકળી પડયા, પૂજયશ્રીજીને પ્રતાપ જીરવી શક્યા નહિ, પૂજયશ્રીજીએ કહ્યું કે- “તમે વ્યાખ્યાન અહીં નહિ કરવા દે તે હું કુટપાથ પર કરીશ. તમારે આવવું હોય તે સુખેથી પધારો.” અકળાયેલા ટ્રસ્ટીઓએ કહી દીધું કે“તે આપના રક્ષણની જવાબદારી અમારી નથી.” “અમે તમારા આધારે નીકળ્યા નથી ભગવાન શ્રી જિનેશ્વર દેવાની આજ્ઞાને સમર્પિત થઈને નીકળ્યા છીએઆ સણસણત જવાબ સાંભળી તે ઠંડા પડી ગયા અને માફી માગી ચાલ્યા ગયા.
દ્રસ્ટીઓની વાત અમાન્ય રહી. ડીજી વ્યાખ્યાન બંધ રહ્યું, લાલબાગ ચાલુ રહ્યું રેજના બે હજારથી પણ અધિક માણસ આવવા લાગ્યું. દિવસે દિવસે માણસ વધતું ગયું. એક દિવસ વ્યાખ્યાન ચાલુ થયા બાદ, ગેડીવાર પછી બે અગ્રગણ્ય શ્રાવકે આવ્યા અને ભીડને ઓળંગીને આગળ આવવા લાગ્યા. મહારાજજીએ આગળ આવવાની ના પાડી, વ્યાખ્યાન બાદ એક અગ્રણીએ પૂછયું “ મારું સ્થાન આપની પાસે કયાં ?” પગના તળિયે' તેમ મહારાજજીએ કહ્યું.
(૧૦) - પૂજ્યશ્રીજીની આગમાનુસારિણીની શ્રી જિનવાણીને નિર્મલ પ્રવાહ અખલિત વહેવા લાગે અને અનેક ભવ્યાત્માઓને અજ્ઞાનને અંધકાર નાશ પામ્યા અને હું યામાં દિવ્યજ્ઞાનને પ્રકાશ ફેલાવા લાગ્યા.
આવી તારક શ્રી જિનવાણીનું શ્રવણ બધા ન પણ કરી શકે અને દૂર-સુદૂર રહેલા સૌ ભવ્યાત્માએ તેના અમૃતપાનથી વંચિત ન રહી જાય તે માટે જેન-પ્રવચન' ને ઉદ્દભવ થયા. ૪૬ વર્ષો સુધી અનેક ચઢતી-પડતી જવા છતાં, અનેક મુશ્કેલીઓ વેઠીને તેના વાંચનથી અનેક જીવોના મિથ્યાત્વપડો ગળી ગયા.
- તે પછી છેલ્લાં ૧૭-૧૭ વર્ષોથી “જિનવાણી' પણ પૂજયપાદ શ્રીજીના પ્રવચને પ્રકાશિત કરી, વાચકોને માર્ગાભિમુખ બનાવી રહી છે. અસ્તુ. તે સમયે બિલાડીના ટોપની જેમ અમે “સંધ' છીએ તેવા ઘણા ટોપ ફૂટી નીકળ્યા હતા.
શ્રી જૈન શાસનમાં “સંઘ કેને કહ્યો છે, સંઘનું કર્તવ્ય શું ?' ઈત્યાદિ પ્રશ્ન ઉપર વેધક પ્રકાશ પાડતાં અને મનનીય છણાવટ કરતાં “શ્રી નંદીસૂત્ર ને