________________
૧૩૬૦
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
અમીપાન કરાવતા હતા. જ્ઞાનપિપાસુઓની જિજ્ઞાસાને સંતુષ્ટ કરતા હતા. તેઓ પૂ. શ્રીને અશાતાજન્ય દાઢને સખત દુઃખા ઉપડયો. થોડા દિવસ તે મન મકકમ કરીને ય વ્યાખ્યાન આપ્યું. પણ પછી તે દુ:ખાવે અસહ્ય બન્ય, વ્યાખ્યાન વાંચી શકે તેવી સ્થિતિ ન રહી. તેથી વચનસિધ્ધ મહોપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજએ નુતન મુનિશ્રી રામવિજયને કહ્યું કે- “બીબા કલ તેરે કે વ્યાખ્યાન દેનેકા , તૈયારી કરી લેના!? નુતન મુનિશ્રીએ વિચાર્યું કે હું તે સૌથી નાનો છું. મારાથી ઘણા મોટા છે, મારી રમૂજ કરતા લાગે છે તેથી તે વાતને ગંભીરતાથી લીધી નહિ.
બીજા દિવસે વ્યાખ્યાન સમયે, કેને લઈ જવા તે માટે ભાવિક શ્રોતાઓએ | શ્રી ઉપાધ્યાયજી મહારાજને વિનંતિ કરી તે તેઓ પૂજ્યશ્રીએ ફરમાવ્યું“ રામવિજય
કે લે જાઓ. ગુરુના વચનમાં જરા પણ સાશંક બન્યા વિના, પૂર્ણ વિશ્વાસ રાખી તેઓ નુતન મુનિશ્રીની પાસે વ્યાખ્યાન માટે વિનંતિ કરવા ગયા. તે નુતન મુનિશ્રી પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજ પાસે ગયા તે કહે કે “કલ મેંને તુઝે કહા થા ન? જાએ તુમ વ્યાખ્યાન કરો.” વચનસિધ્ધ પાઠકપ્રવર શ્રીજીની આજ્ઞાને શિરોધાર્ય. તહત્તિ કરી તેઓશ્રી વ્યાખ્યાન માટે ગયા. કે. ઈપણ જાતની પૂર્વ તૈયારી વિના, ગૃહસ્થપણામાં સમકિતના સડસઠ બેલની જે સજઝાય અર્થ સાથે કરેલી અને તેની પરીક્ષામાં પ્રથમ ઉત્તીર્ણ થયેલા તેના ઉપર સડસડાટ વ્યાખ્યાન શરૂ કર્યું. તેઓશ્રીજીની તક યુકત વાફપ્રવાહમાં તણાયેલા અને મંત્રમુગ્ધ બનેલા શ્રેતાઓને વ્યાખ્યાનને સમય કયાં પૂર થયો તેની ખબર પણ ન પડી, સૌ તેઓશ્રીજીથી અત્યંત પ્રભાવિત થઈ ગયા. પૂ. ઉપાધ્યાયજી મહારાજે પણ તે વ્યાખ્યાન અક્ષરશા સાંભળ્યું. પુ. નુતન મુનિ શ્રી પૂ. ઉપાધ્યાયજી મહારાજ પાસે આવ્યા તે અતરના આશીર્વાદથી નવાજી, પીઠ થાબડી, ભાવિની આગમવાણી ઉચારતાં કહ્યું કે “બાબા! તુને વ્યાખ્યાન તે બહાત અછા કીયા, ફિરભી ઈતના જલ્દી મત બેલના, જરા ધીમે ધીમે બેલના, ભાવિમે અચ્છા પ્રભાવક વ્યાખ્યાતા હોગા!” જ્ઞાનની સાથે ગુદિની કૃપાને જે સંગમ થઈ જાય તે તે અનેકને લાભદાયી બને છે, જેના માટે પૂજ્યશ્રીજી જેવું બીજું આદશ દષ્ટાન્ત જડવું મુકેલ છે. બાકી માત્ર એકલું જ્ઞાન તે બોજારૂપ બને છે. જે અનેકને અહિતકારી પણ બને છે. તે માટે તે દષ્ટાન્ત શેધવા માટે દુનિયામાં પણ નજર નાખવા જેવી નથી, જરા ઘરમાં જ જુએ તે બધું સમજાય તેવું છે. સાચી લગની અને હૈયાની ભકિત અને આશા ઉપરની પ્રીતિ આવું સામર્થ્ય જન્માવે તે સહજ છે, તેમાં જરા પણ આશ્ચર્ય નથી.
પૂર્વની સુંદર આરાધના, માર્ગાનુસારિણી ઉત્કૃષ્ટ પ્રજ્ઞા, જ્ઞાનને તત્ર પશમ, સ્વાધ્યાયને અપ્રતિમ પ્રેમ, ગુર્વા િવડિલેની અસીમ કૃપા, માની જ તવાભિલાષા