SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ –૫ અંક-૪૬ : તા. ૨૦-૭-૯૩ : ૧૩૬૧ અને સૌને સયમધમ પમાડવાની તાલવેલીના કારણે, પૂજયશ્રીજીએ અલ્પ સમયમાં જ શાસ્રોને સુંદર અભ્યાસ કર્યાં, ષટ્ઠનના જ્ઞાતા થયા અને આગમાદિનુ એવુ પરિશીલન કયુ કે તેના પરમને પામી ગયા, અને સાહજિક જ સરળ-સુબાધ-લેાકભાગ્ય ભાષામાં સમજાવવાની રીલી એવી હસ્તગત થઈ કે સૌ તેમની વાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા એટલું જ નહિ પણ ડુંટીમાંથી નીકળતી વાણી સૌના હૈયાને હચમચાવી મૂકતી. એવી અસરકારક વાણીને સાંભળવા સૌ સમયનું ભાન ભુલી જતા અને સન્માને સમજી તેના રક્ષણ માટે પ્રાણાજી કરવા તૈયાર થતાં. " ટ્રુડે વામન પણ ગુણે વિરાટ એવા પૂજ્યશ્રીજીને નિહાળી સૌ વડિલા. હરખાતા અને હુંયાથી માનતા કે શાસનની હેાજલાલી પુનઃ આ સસ્થાપિત કરશે. ખુદ પરમતારક શ્રી તીથ કર પરમાત્મા અને શ્રી ગણધર દેવાની કૃપારુપ દેશનાલબ્ધિના દાતા એવા પૂજ્યશ્રી માટે આવી અપેક્ષા રાખવી તે અસ્થાને ન હતી જ, સ્વનામ ધન્ય પૂર્વજોના પગલે પગલે ચાલવાની વૃત્તિએ તેમનામાં જે સાત્વિકતા જન્માવી તેના બીજના વિચાર કરીએ તો લાગે કે ચાર-ચાર મહાપુરૂષોની છત્રછાયા અને પીઠબળને પામેલામાં આવી શૂરવીરતા જન્મે જ, • સત્યની ગૌષણા એ જ જેઓના જીવનમંત્ર હતા. સત્યના સ્વીકાર કર્યા પછી પ્રાણાન્ત પશુ તેને વળગી રહેવું એ જેમનું ધ્યેય હતુ.” તેના જ કારણે પેાતાના કુમત છાડી જેએએ અનેક આપત્તિઓ વેઠીને સન્માર્ગને ગ્રહણ કર્યો અને સન્માર્ગમાં આવ્યા પછી શાસન ઉપર આવેલાં વિપ્લવેને મકકમતાપૂર્વક હઠાવી, જગતભરમાં જૈનશાસનને ડકા વગાડયા અને ‘ જૈન તવાદ`• ‘ અજ્ઞાનતિમિર ભાસ્કર' આદિ ગ્રન્થાને રચીને જૈનશાસનની જે અનુપમ સેવા કરી તે પુણ્યનામધેય વીસમી સદીના અોડ - શાસન પ્રભાવક, ન્યાયાંભનિધિ, કુમતવાદીભ ંજક સ્વ. પૂ. આ શ્રી ત્રિજયાન દસૂરીશ્વરજી મહારાજા કે જેઓ પુ. શ્રી. આત્મારામજી મહારાજા ના નામે વિશ્વ વિખ્યાત હતા. તેમના જ સાચા વારસદાર અને પટ્ટધરન, પ્રૌઢપ્રતાપી,સદ્ધમ સ'રક્ષક, રાજા મહારાદિની શેહ શરમમાં તણાયા વિના સત્યવાતને સ્પષ્ટ રીતના કહેનાર પૂ. આ શ્રી વિ. કમલસૂરીશ્વરજી મહારાજા; તેમના પટ્ટધરરત્ન, પોલીસ પટેલમાંથી ``ચપરમેષ્ઠીના તૃત્તીય પદ ઉપર આરૂઢ થનાર, અનેક આત્માઓના યોગ-ક્ષેમને કરનાર, પરમગીતા સલાગમ રહસ્યવેદી, જ્યાતિષમાતડ પુ. પૂ. આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાજા ( ત્યારે પૂ. પં. શ્રી દાનવિજયજી ગણિવર્યાં) કે જેઓ શ્રી સરલ સ્વભાવી, પેાતાની આગવી કુનેહ-શકિતથી અનેક શ્રી સ ́ધાને સન્માર્ગ માં દોરનાર, વચનસિધ્ધ મહાપાધ્યાય વીરવિજયજી મહારાજના અંતેવાસી હતા. તથા સિધ્ધાન્ત મહેાદધિ, ·
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy