________________
પ. પૂ. પરમશાસન પ્રભાવક સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની દ્વિતીય પુર્ણય તિથિ પ્રસંગે
તેઓશ્રીના એતિહાસિક ઉન્નત જીવનની અ૫ ઝાંખી - - - - - - - - - - -
ઇતિહાસને અજવાળનારા
-પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદશન વિજયજી મ.
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓને આખા જગત ઉપર અનન્ય અનુપમ ઉપકાર છે. કે જે પરમતારકોએ આ દુઃખ રૂ૫, દુઃખ ફલક અને દુઃખાનુબંધી આ સંસારથી છૂટવાને સુંદર માર્ગ પોતાના જીવનમાં જીવીને, ભવ્ય જીવોના કલ્યાણને માટે બતાવ્યું છે. જે માર્ગે ચાલીને આજ સુધીમાં અનંતાનંત આત્માઓ સાચાં અને વાસ્તવિક સુખને પામી, આત્માની સ્વભાવદશામાં રમી રહ્યા છે. તે પરમ તારકેની અવિદ્યમાનતામાં, આ તારક માર્ગને જગતમાં વહેતે રાખવાનું ભગીરથ કાર્ય માર્ગસ્થ પૂ. આચાર્ય ભગવંતાદિ કરી રહ્યા છે. તારક એવા આ શાસનની આરાધના, રક્ષા અને પ્રભાવના એ જ જેઓશ્રીજીના જીવનનું પરમકર્તવ્ય છે. વાસનનું પ્રાણુના ભેગે પણ જતન કરવું એ જ એનું ધ્યેય છે તેવા સુગૃહીત પુણ્યનામધેય અનેકાનેક પૂ. આચાર્ય ભગવંત થઈ ગયા છે. તેમાં વર્તમાન કાળમાં જેમની તેલે કઈ જ ન આવે તેવા એક પુયપુરુષ પૂર્વજોની પરંપરાના પગલે ચાલી વિક્રમસર્જક ઈતિહાસ સર્જી ભાવિ પેઢીને અનેક આદર્શોની ભેટ ધરીને, સ્વયં ઈતિહાસ બની ગયા. તે પૂજ્યશ્રીજીના ગુણગાન ગાવ કે તેઓશ્રીજીના જીવનનું યથાર્થ આલેખન કરવું તે એક અશકય કામ છે. છતાં પણ ગુરુભકિતથી પ્રેરાઈને યથામતિ એક ટુંકા આલેખનમે પ્રયાસ કરું છું છજસ્થાવસ્થા, મતિમંદતા કે પ્રમાદ–ખ્યાલફેરાદિથી ભૂલ થઈ હોય તે જાણકારોને ધ્યાન ખેંચવા તેમજ દરગુજર કરવા નમ્રવિનંતિ છે.
ધર્મસંસ્કારની આલબેલ પોકારાતી ગુર્જરભૂમિમાં, વડોદરાની નજીકમાં આવેલા પાદરા ગામના વતની ધર્મપ્રેમી શ્રેષ્ઠી શ્રી છોટાલાલ રાયચંદના ધર્મપત્ની શ્રીમતી સમરથ બેને, ખંભાતની નજીકમાં આવેલ દહેવાણ ગામમાં, સં. ૧૯૫ર ના ફાગણ વદ ૪ ના પવિત્ર દિવસે એક તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. અગમભાવિના એંધાણ જ ન હોય તેમ તેનું “ત્રિભુવન” એનું નામાભિધાન કરવામાં આવ્યું. જન્મના માત્ર દશ જ દિવસમાં તેમના પિતાશ્રી છોટાલાલભાઈ અ૫ માંદગીમાં સ્વર્ગવાસી બન્યા. માતા સમરથ બેનને ખબર મળતાં બાળકને ટેપલામાં નાખી તેઓ પાદરા આવ્યા પરંતુ તે પર્વે જ શ્રી છોટાલાલભાઈને જીવનદીપ બૂઝાઈ ગયે અને ત્રિભુવન પિતાનું મુખકમલ