SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ *********30-08 આર્ભ મહારશ અને નાનું ગણિત સમજો... રગશિયું. બળદગાડું, સુપરસાનિક ફાન્કા અને આઈને અકબરી *****湖水水水水水水水水水水水森森森 બળદગાડાથી શરૂ થઈ કાન્કાડ વિમા નની સુપરજેટ ઝડપે પહોંચેલી આપણી પ્રગતિ વાસ્તવમાં કેટલી વામણી છે તેની વાત મુંબઈના હીરાબજારના એક નવનિકે મને બહુ માર્મિક શબ્દોમાં કહેલી. તેના, જ શોમાં કહુ' તા ‘ગુજરાતના ગામડામાં વસતા મારાં દાદીમાં બળદગાડામાં મૂસાફરી મજેથી કરતાં પણ મેટરમાં બેસતાંય તેમને ડર લાગતા. મારા પિતાજી મેાટરની મૂસા ફરીથી ટેવાઈ ગયેલા પણ વિમાનમાં બેસવાની વાત આવે તે તરત જ ના પાડી દેતા. હું. ધંધાના કામકાજ માટે સહજતાથી દેશવિદેશમાં વિમાનમાં બેસીને ઊંડુ છું, પણ અવાજ કરતાંય વધુ ઝડપે ઊડતાં સુપર સોનિક્ કાન્કા વિમાનમાં બેસવાની વાત આવે છે ત્યારે મારા હૃદયના ધબકારા વધી જાય છે, જયારે સુ`બઈમાં ઊછરેલી મારી દીકરી કાન્કની મુસાફરી મસ્તીથી કરે છે પણ એને હું મારા ગામડે લઇજાઉ તે બળદગાડામાં બેસતાં એને ડર લાગે છે.' શ્રી અતુલ શાહ ઘાંચીના બળદ આખા દિવસ ચાલે અને છતાંય અંતે બિચારા ઠેરના ઠેર હાય એનું નામ ગતિ. કાઇક ચાકકસ ધ્યેય સાથે સાચી દિશામાં સાત ડગલાં પણ માંડવાં એનું નામ પ્રગતિ. આપણે સ્પોટ્સમૅને સ્પિરિટપૂર્વક એટલુ કબૂલ કરી લેવુ' જેઈએ કે પ્રગતિના આ જમાનામાં આપણે પ્રતિ તા નથી કરી પણ ઘાંચીના બળદની જેમ ઠેરના ઠેર પણ નથી રહ્યા; અવળી દિશામાં આંધળુકિયાં કરીને એટલા આગળ દોડી ગયા છીએ કે આજે સંકલ્પ કરીએ તે પણ મુળ સ્થાને પાછા આવતાય કદાચ યુગા વીતી જશે. તમારું બાળપણ જો ગામડામાં વીત્યુ હશે તેા તમે એવા અનુભવ અચૂક કર્યો હશે કે તમારા સગાસબંધીના કાઇક ભણેલાગળેલા દેવદૂતે અમેરિકા નામના સ્વપ્નલાકની સર કરીને આવ્યા પછી કાંઇક અલૌકિક અચરજ દીઠાની અદાથી તમને કહ્યું` હશે કે અમેરિકામાં તા કામવાળી ઘરે કામ કરવા આવે તે પણ ગાડીમાં બેસીને આવે' અને તમે અચબા અને અહાભાવની લાગણી સાથે એસ રિટન ડ દેવદૂત સામે તાકી રહ્યાં હશો. આજે પણ લેાકા અમેરિકાને કન્ટ્રી ન વ્હીસલ’ (માટરગાડીના પૈડા ઉપર દોડતા દેશ) તરીકે આળખે છે. પરંતુ મેાટરગાડીમાં પૈડા ઉપર ઢાડતા આ દેશ તેના પૈડા નીચે પૃથ્વીના પર્યાવરણ અને જીવસૃષ્ટિના કેવા કચ્ચરઘાણ ખાલાવી દે છે તેનુ થાતુક પાસ્ટમેમ કરવા જેવુ' છે.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy