________________
છે જેને શાસન (અઠવાડિક)
જ્યારે જયારે કતલખાનાની કે માંસાહાર-અન્નહારની વાત નીકળે ત્યારે આમાંના કેટલાક અભણ કેલેજિયને અને પછાત બુદ્ધિજીવીએ એવી દલીલ કરતાં હોય છે કે, દુનિયાનાં બધાં કતલખાના જે બંધ થઈ જશે અને માંસાહારીઓ જે અન્નાહારી (“શાકાહાર” એ “મિસનમર” છે. દુનિયામાં ખાલી શાક ઉપર જીવતો કેઈ સમાજ નથી. બિનમ સાહારી વ્યકિતઓ અનનને આધારે જીવતાં હોવાને કારણે તેમને માટે “ અનાહારી.” શબ્દ વાપર. એ જ વધુ યોગ્ય છે.) બની જશે તે એ બધા માટે એટલું બધું અનાજ જોઈશે કે તેને લીધે ઊલટાનું અનહારીઓને ભૂખે મરવાનો વારો આવશે. વાહ રે વાહ !. ગરીબ બચ્ચાડા અનાહારીઓ ભૂખે ન મરે અને તેમના માટે પૂરતું અનાજ બચે તે માટે માંસાહારીઓ માંસાહાર કરતાં હોવાની આ ક૯૫ના જેના ભેજાની નીપજ હોય એને કલ્પનાશીલતા માટે વિશ્વને શ્રેષ્ઠ એવોર્ડ આપ જોઈએ.
સબર્બન ટ્રેઈનમાં તમારી જોડે બેઠેલ કેક તમારી આગળ આવી ફુટકળ વાત રજુ કરી તમને માહિતી આંકડા અને વાસ્તવિકતાની જાણકારીના અભાવે “ડફેન્સિવ સ્થિતિમાં ન મુકી દે, એ માટે તમારી સમક્ષ કેટલીક નકકર હકીકતે રજુ કરું છું અને આ આંકડા મારા-તમારા જેવા અહિંસાવાદીઓનું સંશોધન હોત તો તે કદાચ પૂર્વ ગ્રહને આક્ષેપ પણ થાત. પણ આ માહિતી આ દલીલબાજોના આરાધ્યદે. અમેરીકાની એક બહુ મોટી આઈસક્રીમ બનાવનારી કંપનીના માલિકના દિકરા “ જહોન રોબિન્સે” અમેરિકાભરમાં ખળભળાટ મચાવનાર તેના પુસ્તક “ ડાયેટ ફોર ન્યૂ મેરિકા ” માં પીરસી છે, પ્રત્યેક સ વેદશીલ વ્યકિતએ જે તે માંસાહાર કરતે હોય તે આ પુસ્તક અમેરિકાના તેના કેક સગા-સંબંધી પાસેથી મંગાવાને કે જાંબલી ગલીના જૈન દેરા- સરના નાકે ગોપાલ સદનમાં આવેલી બેરીવલી પશ્ચિમના યુવાનના વિનિયોગ પરિવારની લાઈબ્રેરીમાંથી મેળવીને વાંચી લેવા જેવું છે. પિતાની જાતને પર્યાવરણ પ્રેમી તરીકે કે ગરીબોના હમદર્દી તરીકે ઓળખાવનાર કઈ પણ વ્યકિત એકવાર આ પુસ્તક વાંચ્યા પછી જીવનમાં કોઈ દિવસ માંસ પીરસતી હૈટલના પગથિયે પગ નહિ મુકે - લેખકના મતે “અમેરિકનોને માંસ ખવડાવવા માટે જે પશુઓ ઉછેરવામાં આવે છે, તેમને ખવડાવાતા અનાજ અને યાબિન વડે દુનિયાના એક અબજ કરત યે વધારે ભુખ્યા જનેનો જઠરાગ્નિ શમાવી શકાય. સર્વથા માંસ છોડવાની વાત ઘડીભર બાજુએ મુકે, પણ અમેરિકન તેમના માંસાહારનું પ્રમાણ જે માત્ર દસ ટકા જેટલું ઘટાડે તે પણ દુનિયાભરમાં દર વર્ષે ભુખમરાને કારણે મરતાં છ કરોડ લોકોને પેટ પુરતું ખાવાનું પહોંચાડી શકાય. માત્ર એક પાઉન્ડ બીફ પેદા કરવા માટે સેળ પાઉન્ડ અનાજ અને સેયાબીન, પચીસ ગેલન પાણી અને એક ગેલન ગેસેલીન (અમેરિકામાં પેટ્રોલને ગેસેલીને કહેવામાં આવે છે ) જેટલી ઊર્જા વેડફાય છે.