SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૫ : અંક ૧૯-૨૦ : તા. ૨૯-૧૨-૯૨ : ૬ ૬૯૭ અમેરિકામાં ઘર વપરાશથી લઈને ખેતી અને કારખાનાઓમાં બધું મળીને જેટલું પણ વપરાય છે, તેટલું જ પાણી માંસ માટે ઉછેરાતાં પશુઓ પાછળ વેડફાય છે. આ જ હેતુ માટે કેવળ અમેરિકામાં જ બાવીસ કરોડ એકર જેટલાં જંગલનો નાશ કરવામાં આવ્યો છે. તે વળી બ્રાઝિલમાં અઢી કરોડ એકર (આખા ઓસ્ટ્રિયા દેશ જેટલી) જમીનમાં આવેલા અને સેન્ટ્રલ અમેરિકાનાં અર્ધો અધ જંગલોનો ખાત્મો “બીક' (ગોમાંસને ઉત્પાદન માટે બોલાવવામાં આવ્યા છે. અમેરિકામાં દર વર્ષે જેટલું ખનીજ તેલ, કુદરતી ગેસ અને કેલસે વાપરવામાં આવે છે, તેની કુલ કિંમત કરતાં વધુ કિંમતના “ર-મટિરિયસ” માંસ ઉત્પાદન માટે વપરાય છે. માંસાહારીઓનું “મીટ એડિકશન.” (મીટ એડિકશન) એક અપેક્ષાએ દારૂડિયાના “દારૂ બંધાણ” કરતાં પણ કેટલું વધારે નુકસાનકારક છે, તેને અંદાજ તે એ વાત પરથી આવશે કે માંસ ઉત્પાદન માટે જેઠાલાં રો-મટિરિયલ્સ” વપરાય છે, તેના કરતાં માત્ર ૫ ટકા (હાજી, માત્ર પાંચ ટકા) -મટિરિયસને ઉપયોગ કરીને તેટલાં જ પ્રમાણમાં અનાજ શાકભાજી અને ફળ ઉગાડી શકાય છે. પાંચ ટકા “રીસેસીઝના ઉપગથી ચલાવી શકાતું હોય ત્યારે કેટલાકની જીભને માત્ર સ્વાદ સંતેષવા ખાતર વીસ ગણુ વધુ “રીસેસીં' વેડફી નાખવા એ ઉર્જાની કટોકટીના કાળમાં ક્રિમિનલ ગુને ન ગણવું જોઈએ ? અમેરિકાને જગપ્રસિદ્ધ “કુડ-ચેઈન સ્ટોર” મેકડોનાલડ માત્ર એક અઠવાડિયામાં જેટલાં “હમ્બગર (માંસની વાનગીઓ પીરસે છે, તેના માટે સેળ હજાર પશુઓને સૌથી મહત્ત્વને જીવન જીવવાને અધિકારી ઝુંટવી લેવામાં આવે છે. “ચીકન”ના માત્ર એક “સવિંગ” પાછળ જે ૪૦૮ ગેલન પાણી વપરાતું હોય તે “જળ બચાવ” ની ઝુંબેશ ચલાવનારા ચીકનની ડિશ કેવી રીતે આગી શકે? તમને કલ્પના પણ, નહિ હોય કે એક પાઉન્ડ જેટલાં ઘઉં પેદા કરવા કરતાં એક પાઉન્ડ જેટલું માંસ પેદા કરવામાં ગણું પાણી વધારે વેડફાય છે. માંસાહાર કરવા દ્વારા અન્નાહારીઓ માટે અનાજ બચાવનારા માંસાહારીઓની પરદુઃખભંજકતાને દાવ જેટલે પિકળ છે, તેનાથી પણ વધારે હાસ્યાપદ સરકારી પશુ કુરતાનિવારણ-કાયદાની કલમમાં છે. એ કાયદાની કલમમાં રહેલી ઢગલાબંધ છટકબારીઓની વાત ઘડીભર બાજુ પર મુકીએ તે પણ કાયદાની મુળભુત સંકલ્પના જ કેવી બદી છે, એ વિચારવા જેવું છે. “પ્રવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એકટના નામે ઓળખાતા અલગ અલગ રાજ્યોમાં આ કાયદાઓ અનુસાર વિકટેરિયાવાળો ઘેડાને એક ચાબુક મારે અથવા ગામડાને ગરીબ ગાડાવાળો તેના ગાડામાં થોડું વજન વધારે ભરે તે તે ગુને બનતું હોય છે. જ્યારે એ જ ઘોડાને કે, બળદને જીવતે કાપી નાખવામાં આવે તે તે ગુને બનતું નથી. કરશનદાસ માણેક ગાયું છે “ચાર મુઠી જારના અહીં દેવડીએ દંડાય છે ને લાખ ખાંડી લુંટનારા અહીં
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy