________________
આમ જ
- ગુણ ગીત
( રાગ-દિલ એક મંદિર છે. ). કેમ કરી વિસરાય.... કેમ કરી ભૂલાય. જિનશાસનના એ જ્યોતિર્ધર, કદી નહી ભૂલાય. પાદરા ગામે જન્મ પામી, માત તાતનું ફૂલ દીપાવી (૨) સૂરિ દાન ને પ્રેમના ચરણે, જીવન નાવ સપાય. સંયમ ને ગુરુકૃપા પામી, જ્ઞાન ધ્યાનની ધૂણી ધખાવી (૨) રામ વિજયના નામે જેની, પ્રતિભા જગે પંકાય. સુરિ પ્રેમના પદ્યવિભૂષક, જિન શાસનના આ પથદર્શક (૨) વ્યાખ્યાને વાચસ્પતિ સૂરિ, રામચંદ્ર સેહવાય.
કેમ. ૪ સંસાર ભૂંડો મેક્ષ જ રૂડો, લેવા જેવું એક જ સંયમ (૨) કરુણા ભરપૂર દેશનાનું હવે, અમૃત કયાં રેલાય. કેમ. ૫ ૌરાગ્ય ભીની દેશના આપી, સેંકડે આત્માને સંયમ આપી (૨) સંયમ કેરા દાની સૂરિવર, કેમ કરી ભૂલાય. સંઘ-શાસનના સફલ સુકાની. મોક્ષ મારગના ઓ હીતકામી (૨) સંઘના યોગને ક્ષેમની વાતે, કરશે કેણ સૂરિરાય. કેમ. ૭ પ્રસન્નવદને સહુ સાધુને, સંયમ માર્ગની શિક્ષા દેતા (૨) પ્રચંડ પૂણ્યના સ્વામી આપની, યાદ નહીં ભૂલાય. ભકત હૃદય આજ રડી રહ્યા છે, વિરહ વેદનાથી તડપી રહ્યા છે (૨) એકાએક આમ સહુને આપથી, છેટી શું જવાય. કેમ. ૯ બે હજાર સુડતાલીશ સાલે, અષાઢ વદી ચૌદસની સવારે (૨) ઝગમગત જીવનદીપ સૂરિ, રામ તણે બુઝાય. કેમ ૧૦ આપજે દરિશન સાથે સંયમ-ધમતણ નવલી હિત શિક્ષા (૨) ધમકીતિ ગુણ ગાયે પ્રેમે, અમર રહે સૂરિરાય. કેમ. ૧૧
પૂ. મુનિરાજ શ્રી કલારત્ન વિજયજી
વિજયવાડા પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.
શ્રદ્ધાંજલી વિશેષાંક