________________
જ
જ
જ
જ
-
-
-
૩૧૫
છે પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક-બીજે
નિહુર હદયના માનવી માં, શ્રદ્ધા દીપ જલાવતાં, શેહ કે શરમ રાખ્યા વિના, સત્ય વસ્તુ સમજવતા. ૭ વ્યાખ્યાન વાચસ્પતિ કહેવાયા, જેની જેતા જેઠ નહી, અટપટા કેઈ પ્રશ્ન પૂછે, ઉત્તર મળતે તુરત સહીં; તર્ક અને સૂકમ દલીલથી, હદયમાં ઉતારતા, પ્રશ્ન પૂછનારને વળી, ઠંડે કરી બેસાડતા. ૮ શાસન માટે કષ્ટ વેઠવા, તે મુદ્રા લેખ છે, કરતા સવ પર ઉપકાર, ધર્યો સાચે વેશ છે, કંઈ જીને ઉદ્ધારતા, આપી સમ્યગજ્ઞાનને, લેઈ દીક્ષા સાધતા, દશન, જ્ઞાન, ચારિત્રને. હું અંજનશલાકા પ્રતિષ્ઠા ઘણી, આપના હાથે થઈ, ઉપધાન અને ઉજમણુમાં, લક્ષમી ખર્ચાઈ છે ઘણી; દીક્ષા તણ પ્રસંગે, જેની જોતા જોડ નહિ, સંઘે કઢાવ્યા મોટા ઘણા, સમૃતિ સદા જાગૃત રહી. ૧૦ જાણ્યું અને જે અનુભવ્યું, તે તે લખ્યું છે સહી, નથી પરિચય ઘણે છતાં, ગુણ ગાવા ઈચ્છા થઈ; નથી લખી મેં વાત કાંઈ, અતિશકિત ભરી, મા સરસ્વતીને ગુરૂકૃપાએ, રચના કરી છે પ્રેમથી. ૧૧ છેલ્લે છેલ્લે થયુ વિશિષ્ટ કાર્ય હસ્તગિરિ તીર્થમાં, નુતન જિનાલય અંજનશલાકા, પ્રતિષ્ઠા થઈ વૈશાખ સુદી છઠ્ઠના; મતભેદ હોય જરૂરથી, પણ મનભેદ ન રાખતા, સમાચારી હોય જુદી, કરવી નહિ નિંદા ટીકા. ૧૨ અતુલભાઈની દીક્ષા પતાવી, બે હજાર સુડતાલીસ સાલમાં, અમદાવાદથી ગયા સાબરમતી, ચાતુર્માસ ઉમંગે કરવા; તબીયત બગડતાં દર્શન બંગલે, લાવ્યા પાલડી મુકામમાં, તેએ તબીયત ના સુધરી, ઉપચાર વિધવિધ કર્યા. ૧૩ છનુ વરસે શાસન તણે, એક દીવો ઓલવાઈ ગયે, અષાડ વદી ચૌદશ દિને, શેક ભારતમાં ફેલાઈ ગયે; ચોવીસ કીલોમીટર લાંબી, બે લાખ માનવ મેદની, સાત કલાક સુધી ફરી, અંતિમ યાત્રા સાબરમતી. ૧૪ .
. --~