________________
જૈન શાસનના મહાન તિર્ધર ગચ્છાધિપતિ, સ્વ. ૫. પૂજ્ય પરમ શાસન પ્રભાવક આચાર્યદેવશ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ને
શ્ર દ્ધાં જ લિ
(દોહા,તથા ગઝલના રાગમાં. ) પ્રેમ તણું કરૂણા ભરી, વાત્સલ્ય મૂર્તિ આપની, ચન્દ્ર જેવી શીતળ છાયા, આપના સહવાસથી; જેની મધુરી દેશના, સાંભળવા આવે હોંશથી, નર નારીના વૃંદ ઉભરાય, એવા હતા રામચંદ્રસૂરિ. ૧. જન્મભૂમિ પાદરા પાસે, દહેવાણ મોસાળમાં, પુર્વ પુણ્યથી જૈન કુળમાં, જમ્યા ફાગણ વદી થના;. પિતા છેટાલાલ સંમારથ માતના, હતા પુત્ર લાડકા, નામ રાખ્યું ત્રિભુવન, જશ ગવાયે જેને જગતમાં ૨ દીક્ષા સત્તર વર્ષની ઉંમરે, ઓગણીસોતેર સાલમાં; પિઉં વદી તેરસ દિને, કાળી પાસે ગંધાર તીર્થમાં; સંસારને સહુ મેહ છોડી, થયા સાચા અણગાર આ, જૈન શાસનમાં એક રત્ન પાકયું કમેકમે વધતા હતા. ૩ યુવાન વયમાં દિક્ષા લીધી, ગુરૂ રૂડા છે પ્રેમસૂરિ, દાનસૂરિ નિશ્રાયે અભ્યાસ કરી, મેળવી પદવી સૂરિ, મહારાષ્ટ્ર દેશ ઉદ્ધારક, શાસન પ્રભાવના ઘણી કરી, ઘણુ જ એ સૂરિવર, ઝંખના એ સહુની મન રહી. ૪ જન્મીને જિન શાસને, ઉપકાર કર્યા છે બહુ તમે, ગચ્છાધિપતિ પદ શેભાવિયું આચાર્ય રામચંદ્રસૂરિવર જ્ઞાન, ક્રિયાને ધ્યાનમાં, રહી આત્માને તારતા, કરી પર ઉપકાર સદાએ, વર્ષ જીતુ ધારતા. ૫ અજોડ એવી દેશનાની, શકિત વરી હતી આપને, આપશ્રી વ્યાખ્યાનમાં, કહેતા જેન સિદ્ધાંતને; પત્થર જેવા માનવીને, પળવારમાં પીગળાવતા, સંસાર ભુડે જાણુ, એમ ઘણીવાર સમજાવતા. ૬ કંઈ વર્ષોથી આપ તે, આપી રહ્યા હતા ધર્મદેશના, આપના વ્યાખ્યાનથી, ઘણુ જ ધર્મ પામતા;