SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક-૪-૫-૬ તા. ૮-૯-૯૨ सज्झायेण पसत्थं झाणं, जाणइ अ सव्वपरमत्थं । સાથે વદૃનતા, રો ના શેર ” સ્વાધ્યાયથી જ પ્રશસ્ત-નિર્મલ થાન આવે છે અને સ્વાધ્યાયના કારણે સઘળા ય 5 ( પરમરહસ્યનું પરમાર્થભૂત સાચું જ્ઞાન પેદા થાય છે. અને સ્વાધ્યાયમાં જ મગ્ન છે { એકતાન બનેલ છવ ફાણે વૈરાગ્ય ભાવને પામે છે. છે વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે 8 છે. જેના મેગે આત્મા આ કલિકાળમાં પણ પૂર્વધર કાલીન મહાપુરુષોની ઝાંખી કરાવે છે. આ આવી જ ઝાંખી આ કાળમાં પણ પ્રાતઃ સ્મરણીય, પરમારાથપાદ, પરમશ્રધેય છે 8 પરમગુરુદેવેશ શ્રીજી કરાવી ગયા. સવાધ્યાય વિના સાધુપણાને સાચો સ્વાદ બાવો સુદુછે લંભ છે” આ વાત જે સમજી તે પોતાના જીવનમાં યથાર્થ અમલી બનાવીને ગયા. છે જે સૌની નજર સમક્ષ છે કે-શાસ્ત્રવચન વિના બીજુ તેઓને પ્રિય હતું જ નહિ. છે સ્વાધ્યાય તરફ દુર્લક્ષ સેવનારા માટે દયા જ ચિંતવતા હતા. સ્વાધ્યાયની અપૂર્વપ્રીતિ હતી. સ્વાધ્યાય જ તેઓશ્રીજીનું જાણે અવિભાજય અંગ ન હોય તેની પ્રતીતિ વારંઈ વાર ભાવિકોને થતી ૬-૬ કલાક દરરોજ બેસીને શાસ્ત્ર વાંચન કરતા હતા કોઈપણ નાનાં બાળકને લઈને તેના માતા-પિતા કે વડિલ આવતા તો પૂજ્યશ્રીજી તેમને ઉદ્દેશીને કહેતા કે-“આને પાંચ પ્રતિક્રમણ જીવવિચાર અને નવતર જરૂર ભણી જો.” કેવું છે અપૂર્વ વાત્સલ્યનું વહેણ તેઓ પૂજ્યશ્રીજીના હૃદયમાં વહેતું હતું ! જૈનકુળમાં ધર્મભાવના જીવતી-જાગતી રહે તે માટે વારંવાર ઉપદેશમાં પણ એવા છે ભાવનું ફરમાવતા હતા કે-“તમારાં ભણેલા-ગણેલાં સંતાને પાંચ પ્રતિક્રમણ, જીવ B વિચાર અને નવતત્ત્વ અર્થ સાથે ન ભણે તે છોકરી હોય તે તેનું કમાયેલું ખાવું છે નહિ અને છોકરી હોય તે પારકે ઘેર મોકલવી નહિ. જે આવો નિયમ બધા જ કરી લે તે દશવર્ષમાં તે તમારા ઘરની સિકલ ફરી જાય અને જૈન શાસનની જાહોજલાલી થઈ જાય. આ હતી સ્વાધ્યાયની અપૂર્વ પ્રીતિમાંથી જન્મેલી વાસ્તવિક દવા ! સાચું 8 રચનાત્મક માર્ગદર્શન! | સ્વાધ્યાયની સાચી લગની જગાવી, સ્વાધ્યાયનો સારો પ્રેમ છે B કેળવીએ તે આત્માની સાચી ગુણલક્ષમી પેદા થયા વિના રહે નહિ. સૌ કોઈ છે તેવી દશાને પામે તે જ અભ્યર્થના સહ હે પરમકૃપાલે ! એવી દિવ્ય આશિષ વરસાવે છે કે અમારું જીવન પણ સ્વાધ્યાયમાં જ એતપ્રેત બની જાય અને પ્રાપ્ત પ્રજ્ઞાન, પ્રકાશમાં 8 છે આપના જે સવાધ્યાય રસ અનુભવી, સાધુપણને સાચો સ્વાદ આસ્વાદવાનું બળ પામીએ. છે
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy