SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : : ૧૧ સુકૃત અને બેધિબીજને બાળનારા સુદેવ-સુધર્મની નિંદાના મહાપાતકથી સૌ કઈ છે જે બચે, શાસનના સત્યને યથાર્થ સમજી જીવનમાં શકય અમલ કરી, આત્મકલ્યાણના * માર્ગે આગળ વધી, પરમપદને સૌ પામે તે જ અમારૂં ચરમ લક્ષ્ય છે. બાકી તે જેનું છે જેવું ભાવિ ! “તળાવે જઈને પણ તરસ્યા રહે' તેમાં વાંક કોનો? છે “અમુક પક્ષાંધે કે હેવાને બાદ કરતાં, પ્રભુની પ્રાણધા૨ક આજ્ઞાના પ્રેમી સમગ્ર શ્રી સંઘે અમારો જે સત્કાર કર્યો છે, પિતાનું આત્મીય માની અપનાવ્યું છે, અમારા છે પ્રત્યે શુભેચ્છા અને શુભકામનાઓ, મંગલ ભાવનાઓની જે શુભવર્ષો વરસાવી છે તેથી, 8 ગદગદ બની તે સર્વે ને સાચા અંત:કરણથી આભાર માનવા સાથે સદૈવ તેવો સહયોગ 8 આપે તેવી ભ વના સાથે પાંચમા વર્ષમાં પ્રવેશીએ છીએ તેને આનંદ છે. છે જેઓશ્રીને અમારી ઉપર અનહદ ઉપકાર છે તેઓશ્રીજીનો ચેથા વર્ષની વિદાય X વેળાએ, યોગાનુયોગ આ સાપ્તાહિકના પ્રગટ કરવાના દિવસે આવતી પ્રથમ વાર્ષિક છે તિથિને અનુલક્ષીને “મૃતિ અંક અને પાંચમા વર્ષના પદાર્પણ પ્રસંગે વિશેષાંક પ્રગટ 9 કરતાં, હયાન, ઉમિઓને વાચા આપી શકતા નથી તે અનહદ આનંદ અનુભવીએ છીએ. છાશવારે વધતી જતી મોંઘવારી, મુદ્રણમાં તીવ્ર રસાકશી, પેપર્સ–પ્રી-ટીંગમાં વધતા જતા ભાવો દ તાં પણ નજીવી કિંમતમાં આત્મગુણ પ્રાપક, સરકાર પોષક જે વાંચન સાહિત્ય પીરસીએ છીએ. તે દરેક ગ્રાહકોને આત્મીયભાવે આછા ખચકાટ સાથે ધડકતે હૈયે હું છે નમ્ર સૂચન પણ કરીએ છીએ કે-આપના કેઈપણ પ્રસંગમાં અમને ભૂલતા નહિ. આ સાપ્તાહિકમાં આપેલો મૂલ્યસહકાર, અનેકને બધિબીજની અને ધર્મની પ્રાપ્તિ-સ્થિરતા- 8 8 નિર્મલતામાં અમૂલ્ય બની રહેશે. - પ્રાતે, અનન્તપકારી, વિવવત્સલ મોક્ષમાર્ગ દાતા, સવિજીવ ત્રાતા, “સવિ જીવ કરું શાસન રસી'ની પરમોચ્ચ ભાવનાથી નિકાચિત્ત કર્યું છે. શ્રી તીર્થંકર નામકર્મ છે એવા દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માઓની પરમ તારક આજ્ઞાની વફાદારી–રક્ષા એજ 6 અમારો મુદ્રાલેખ છે. આપ સૌનો સાથ-સહકાર તે મુદ્રાલેખની સિદ્ધિ માટે જ ઈરછીએ છીએ. શાસ્ત્રજ્ઞાન ની અનભિજ્ઞતાથી કે મતિ અલ્પતા અને છટ્વસ્થપણાથી જાણતાં કે અજા- છે ણતા વિપરીત પણે જે કંઈ લખાયું હોય, ફરજ રૂપે નગ્ન, કડવું પણ સત્ય કહેતા કેઈને પણ આભા દુભાયે હોય તે સામા પણ યાચીએ છીએ અને અમારા ટીકાકાની શુભેચ્છા સાથે “શિવમસ્તુ'ની ભાવના ભાવીએ છીએ. સકળ જીવનું કલ્યાણ થાઓ તે ઈરછવા સાથે આગેકુચ કરીએ. સૌ પુણ્ય મા શાસનના સત્યને સમજી, પોતાની પ્રાપ્ત પ્રજ્ઞાની નિર્મલતાના { પ્રકાશમાં તેને અમલી બનાવી, આત્માની અનંત–અફાય ગુણલક્ષમીના ભાજન બની, 8 આત્મ સ્વરૂપમાં રમણતા કરનારા બને તે જ આજના મંગલ પ્રવેશ પ્રસંગે હાર્દિક શુભ કામના..... -સંપાદકો છે
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy