________________
વર્ષ ૪ : અંક ૪૨ : તા. ૧૬-૬-૦૨ :
૯૭૯
પૂજયશ્રીએ સંયમી બન્યા પછી પ્રારંભના ટુંકા ગાળામાં જ અનેક મહત્વના કાર્યો કર્યા હતા. તેઓશ્રીએ અનેક યુવાનને ઉન્માર્ગમાંથી બચાવી લઈને સન્માર્ગમાં સ્થાપિત કર્યા. બાળ દીક્ષાના પ્રચંડ વિરોધ અને પડકારને સામને કરી બાળદીક્ષા અને યુવાનપ્રૌઢ કે વૃદ્ધ કેઈનીય દીક્ષાને માર્ગ સુલભ બનાવી દીધું. આજ સુધીમાં અનેક બાળકે યુવાને, પ્રૌઢે અને વૃધ્ધને પણ ઉન્માર્ગથી બચાવી, સન્માર્ગમાં સ્થિર બનાવી અનુપમ સંયમ જીવનની યથાશકિત આરાધના કરાવવા દ્વારા પ્રભુશાસનની યથાશક્ય રક્ષા અને પ્રભાવના કરનારા પણ બનાવ્યા છે. અને આથી જ તેઓશ્રી આજે માત્ર “બાળકના તારણહાર જ નહિ. “યુવાનોના તારણહાર જ નહિ પણ “વૃદ્ધોના તારણહાર' તરીકે પણ પ્રસિદધ બની ચૂક્યા છે. પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કારના ગે આત્મહિતને સંહારનાર જડવાદ તરફ ઝુકેલા યુવાને કુલ સંસ્કાર પૂર્વ સંસ્કાર કે જિજ્ઞાસાના ચોગે તેઓ શ્રીમદ્ પાસે આવી, આત્માનુલક્ષી અને મોક્ષપક્ષી બન્યાના અનેક દાખલા છે. એટલું જ નહિ પરંતુ તેઓશ્રી જોડે ચર્ચાસ્પદ વિષયોમાં વાઇ કરવા આવેલા અને વિરોધ ધરાવનાર યુવાન શિક્ષિતે પોતાની દલિલના મજબૂત રઢીયા મેળવે છે અને આત્મહિતની પ્રેરણું પાતે સચોટ ઉપદેશ સાંભળે છે, ત્યારે એને ગર્વ ગળી જાય છે \ અને એની વાદ કરવાની વૃત્તિ નષ્ટ થઈ જાય છે. પછી તે તે પ્રભુશાસનને સેવક બનીને આત્મવાદ તરફ ઝુકે છે. આજે શાસનસેવામાં પોતાના તન, મન, ધન ખર્ચનારા એવા કેટલાય યુવાને પહેલા આ પૂજ્યવરના વિરોધી હતા, પણ પાછળથી પરિચયમાં આવતા પિતને જીવન-પટે થયાનું કહેતા સાંભળવામાં આવે છે. પૂજ્યશ્રીની પ્રભાવક પ્રવચન શકિત કેઈ જેનેતના અંતરમાં વર્ષો પછી પણ પૂજયશ્રીજી માટે માન ઉત્પન કરે તેવી રીતે અંકાઈ ગઈ છે. તે વખતના મુંબઈની સ્મોલ કેઝ કેર્ટના રીટાયર્ડ જજ, સાક્ષરવર્ય, દીવાન બહાદૂર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, જાણીતા દેશસેવક જમનાદાસ માધવજી મહેતા, બાર. એઢ. લે. અને મુંબઈની વિલ્સન કેલેજના પ્રોફેસર મંજુલાલ દવે વિગેરે જેનેતર વિદ્વાનોએ પણ આ પૂજ્યશ્રીની જાહેરમાં મુકતકંઠે પ્રશંસા કરી છે.
(જિનવાણુમાંથી...) મેરુ સમ એવી અણનમ અડગતાના સ્વામી, શ્રી વીર શાસનના અણનમ સેનાની પૂજ્યપાદ પ૨મતારક ગુરુદેવેશ શ્રીજીના ચરણોમાં અનંતશ: વન્દનાવલી સહ, શાસ્ત્રીય સત્ય સિધાન્તના રક્ષણમાં આવી જ અણનમતા અમારા સૌના હૈયામાં સંદેવ બની રહે તેવી અચિંત્ય દિવ્યપાની હેલી અમ સમ અજ્ઞાન અબુધ બાલ ઉપર વરસાવી, શાસનના અવિહડ રાગી બનાવો અને આપની વફાદારી લેહીના બુકેમાં અણિ શુદ્ધ વહે તેવું બળ પણ આપો !!!