________________
૯૭૮ ?
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂ. પ્રવચનકારશ્રીજીએ સત્તર વર્ષની યુવાવયમાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. પૂર્વકાળના મહાપુરૂષોનાં જીવનવૃત્તાંત જે જે કાંઈ ઉપલબ્ધ થાય છે, તેમાં પ્રાયઃ પ્રભુશાસનમાં વિશિષ્ટ રીતે આવ્યા પછીની જ તેમના જીવનની વિશિષ્ટ નેધ હોય છે. એટલે પૂજ્યશ્રીનું સાચું જીવન તેઓશ્રીની સત્તર વર્ષની વયથી જ શરૂ થયેલું ગણી શકાય. બુદ્ધિને તીવ્ર ક્ષયપશમ, પિતાના તારક ગુરૂ પ્રત્યેની દષ્ટાંતરૂપ વિનયશીલતા, પૂર્ણ સમપર્ણ ભાવ અને અધ્યયન કરવાના અંતે પૂજ્યશ્રીની પ્રગતિને ટુંકા ગાળામાં વેગવતી બનાવી દીધી. થોડા જ સમયમાં તેઓશ્રીએ સારી એવી શ્ર_તપાસના અને જ્ઞાનની સાચી પરિણતિને ગુરૂકૃપાના બળે પ્રાપ્ત કરી. શ્રી જૈનદર્શનનાં અર્થગંભીર સૂત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરવા ઉપરાંત જૈનેતર દશને વિષે પણ તેઓશ્રીએ શેડા જ વખતમાં સારી એવી વિદ્વત્તા સંપાદન કરી.
આ વિદ્વત્તાને પૂજ્યશ્રીના જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ક્ષયોપશમ સાથે દર્શન મોહનીયના પણ તથા પ્રકારનાં પશમથી પેદા થયેલ સ્વાભાવિક તાર્કિક શકિતએ ખૂબ જ ખીલવી દીધી. પૂજયશ્રી પોતાની પાસે, શંકા નિવારણ કે વાદ કરવા કે કે ઈપણ ચર્ચાસ્પદ વિષયના સમાધાન મેળવવા આવનારને માત્ર શાસ્ત્ર પાઠ દર્શાવીને જ શાંત કરતા નથી પરંતુ તર્ક પૂર્ણ દલીલો અને સચોટ દષ્ટાંતેથી તેની શંકાનું સંપૂર્ણ નિવારણ કરે છે. જેના મતનું અને જૈન શાસનના પ્રત્યેક સત્યનું પ્રતિપાદન કરવાની તેઓશ્રીની શૈલી અત્યંત પ્રભાવક છે. આવી શકિત પૂર્વભવની અપૂર્વ આરાધના અને અજોડ સંસ્કારિતા વિના કેમ જ સંભવે ?
પૂજ્યશ્રીની વાણી શ્રોતાજનેને અત્યંત મોહક, રેચક અને બેધક લાગે છે. સંસારની ભયાનકતા અને ધર્મની મહત્તાને વર્ણવતી તેઓશ્રીની તલસ્પર્શી વિવેચના શ્રોતાજનોના અને વિરોધીઓના પણ અત્તરને ખરેખર હચમચાવી મૂકે છે. તે સમયે મુંબઈમાં જયારે પૂજ્યશ્રીને જાહેર પ્રવચને થતાં, ત્યારે હજારો જેનો અને જૈનેતરોની ત્યાં ભારે ભીડ જામતી. જેઓએ તે સમયે ટાઉન હોલની સભાનું શ્રી મહાવીર વિદ્યાલયના વ્યાખ્યાન હેલમાં મળેલી સભાનું અને લાલવાડીમાં થયેલી અનેક સભાઓનું દશ્ય નિહાળ્યું છે, તેઓને આજે વર્ષો પછી પણ તે ભવ્ય સભાઓની મુકતકંઠે પ્રશંસા કરતા સાંભળ્યાં છે. એક જૈનધર્મ ગુરુ હોવા છતાંય, તેઓશ્રીના જાહેર પ્રવચને જેને અને જૈનેતરને પણ એક સરખી રીતે ઉપયોગી અને બેધક નીવડે તેવાં હોય છે.
મેર વ્યાપી રહેલા અને વ્યાપતા જતા જડવાદના આ યુગમાં આત્મવાદને દુંદુભિનાદ ગજવનાર આ શકિતશાળી મહાત્માને જ્યારે જયારે હિંદુ, મુસલમાન, પારસી, અન્ય કેમના જિજ્ઞાસુઓએ સાંભળ્યા છે કે સાંભળે છે, ત્યારે ત્યારે તેઓએ પૂજ્યશ્રીની અને જૈન ધર્મના સનાતન અને સંગીન તની હાદિક પ્રશંસા કરી છે. પ્રભુશાસનની આ એક અનુપમ પ્રભાવના છે.