________________
ઝંઝાવાતે ઝઝુમે વીર એકીલે રે લોલ.... ડગે મેરૂ પણ ન ડગે ટેકીલે રે લોલ.
વિજય રામચન્દ્રસૂરીશ્વર વંદીયે રે લોલ.”
ઝંઝાવાતના દિવસે
" (ગતાંકથી ચાલુ) અને વાણીમાં આવી વેધકતાનો વાસ હોવાથી એનું ધાર્યું પરિણામ જોવા-સાંભળવા મુંબઈ બડભાગી બની શકયું હતું. જે લેકેએ વિરોધ કરવા ખાતર જ વિરોધ કર્યો. હતાં એવા વિરોધને તે બેધની દિશા ચીધવાનું કેનામાં સામર્થ્ય હાય ! ઉંઘવાને ડોળ કરીને સૂતેલાને સાદ દઈ-દઈને જગાડવામાં કઈ હજી સફળ નીવડે, પણ આવા વિરોધીઓને બેધ તરફ કેઈ ન વાળી શકે ! પરંતુ જેમના વિરોધમાં અણસમજને અંશ, ભળે હતે. જે વિરોધ જિજ્ઞાસાને કચડી નાંખે એ ન હતે એવા વિરોધી વર્ગ પર તે એ વાણીની વેધકતા જાદુની જેમ અસર કરી ગઈ અને એથી એવા વિરેધીએ પણ ઝંઝાવાતના ઝંડાંને ફગાવી દઈ–દઈને સત્યની છાવણીમાં સામેલ થવા માંડયા.
ઝંઝાવાતના એ દિવસે માં જે વ્યક્તિ-શકિત એક મહાસાગરના ઉદ્દગમ-ધામ રૂપે વહેતી થઈ હતી, છતાં જેની ઊંડાઈને માપવા, જેની ઉંચાઈને ઓળંગી જવા, અને જેની પહોળાઈને પાર કરી જવા કેઈ શક્તિશાળી ન હતું, એ વ્યકિત-શકિત આજે તે મહાસાગરની અપારમેય અગાધતા ને અનુલંધ્ય વિરાટતાના પ્રભાવથી સંપૂર્ણ જૈન જગત પર એક “યુગ-પુરૂષ” તરીકે છવાઈ જઈને ઉપકારની અવિરત ધારા વહાવતી પોતાની સંયમ-યાત્રાને આગળ ધપાવી રહી છે. એ સંયમ-યાત્રાના છ દાયકા અને આચાર્ય પદપર્યાયના પાંચ દાયકા પૂર્ણ થઈ ગયા છે, તેય ખમીરી–ખુમારી ખૂટી નથી, જેમની વાણીમાં વર્ષોથી ચૂંટાતાં સત્ય બદલાયાં નથી, જેમની વિચારધારાને કોઈ મીનમેખ ફેરવી શકયું નથી, બાદશાહી-બહુમનમાંય કમળની જેમ નિર્લેપ રહેવાની જેમની નિસ્પૃહતાને અવને પડછાયે અડી–અભડાવી પણ નથી શકશે અને એ જ જોમ, એ જ જુસ્સો, એ જ વફાદારી અને એ જ શાસ્ત્રીય વિચારધારાના પૂરા પક્ષકાર રહીને જેઓ જમાનાવાદનાં ઝંઝાવાત વચ્ચે એક અનસા-દીવા–દાંડીનાં જીવન-કવન-વચનના ત્રિભેટા રૂપે અંધકાર સામે આજે પણ ઝીંદાદીલીથી ઝઝુમવામાં પાછા પડતા નથી, એ વ્યાખ્યાન વાચસ્પતિ સમર્થ શાસન-પ્રભાવક પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું નવ દાયકાની દીઘતા ધરાવતું તેજસ્વી-તપસ્વી-યશસ્વી જીવન-કથન આપણી વર્તમાન પેઢીના જૈન સંઘની એક પુણ્યાઈનું જ પ્રતીક છે- એમ નિઃશંક કહી શકાય.