________________
વર્ષ ૪ : અંક ૪૧
તા. ૯-૬-૦૨ :
-
એના ધાર્મિક-શિક્ષણની નોંધ ૨જુ કરતે પ્રગટ થશે વિદ્યાલય જે અટલી શરતે સ્વકારવા તૈયાર હોય તે અમારે વિદ્યાલયને વિરોધ કરવાની જરૂર ન રહે ! - વિદ્યાલયની પક્ષ વતી આગેવાન-ત્રિપુટીના હૈયાની વાત, આ પ્રશ્નના જવાબમાં ખૂ એ જ સૂચક રીતે બહાર આવી ગઈ. એમણે કહ્યું, સાહેબ! અમારે બધાને બાવા નથી બનાવવા ! આવું કરવાં જઈએ તે બધા વિદ્યાથીઓ સાધુ જ બની જાય !
સુધારક-ત્રિપુટીના પેટની વાત પકડાઈ જતા પૂજ્યશ્રીએ વેધક વાણીમાં રોકડું પરખાહું : “માટે જ અમારે વિરોધને ઝંડે ઉઠાવ પડયો છે ! તમે નામ ભગવાન મહાવીરનું રાખ્યું છે અને કામ મહારાજાનું કરી રહ્યા છે પછી જિનશાસનનો સાધુ એને વિરોધ કર્યા વિના કેમ રહી શકે? તમે ધાર્મિક હેતુથી ધર્મના નામે, ધમી લોકો પાસેથી પૈસા ભેગા કરો, અને હિંસાથી ભરપૂર શિક્ષણને વિકસાવવામાં એને ઉપયોગ કરે એ દાન-દાતાઓને ખુલે દ્રોહ જ છે !
એ સુધારક ભાઈઓ પાસે આ પ્રશ્નનો કઈ જવાબ ન હતું. અંતે નિરૂત્તર રહી હાથ જોડી રવાના થયા, અને વિરોધને એ વાપરો વેગ પકડતે જ ગયે. આમ, મુંબઈના માથે એ કાળ અને એ સાલને સમય એક ઝંઝાવાત બનીને ત્રાટક્યો હતે. - ૧૯૮૫ની સાલમાં જાગેલા ઝંઝાવાતનાં એ દિવસોની આછી પાતળી ઝલકનું ચિત્ર કંઈક આવું છે. એ ઝંઝાવાતની ઝલકનું હૂબહૂ ચિત્ર કલમના કેમેરાથી ઝડપી લેવાનું કાર્ય જે સહેલું નથી, તે એ ઝંઝાવાતને પડકારવા છુટેલા “રામબાણીનું તાદશ રેખાચિત્ર રજુ કરવું, એ તે જરાય સહેલું નથી. છતાં એ “રામબાણ”ના ટંકારને થોડે ઘણે પડઘે શ્રી સંઘ સ્વરૂપમાં સંગ્રહિત પ્રવચન જરૂર સંભળાવી શકે એમ છે. - ઝંઝાવાતના એ દિવસોની એક આછી-પાતળી ઝલકનું દર્શન કરી લીધા પછી, એ ય જાણવું અતિ-અગત્યનું છે કે-જમાનાને એ ઝંઝાવાત, મુખ્યત્વે કયાં કયાં સત્યને આકાશમાં ઉડાડી દેવા માટે જગવવામાં આવ્યો હતો. ઝંઝાવાત જેને ઝડપવા ઘૂમરાતે હ, એ સત્યનું નામદર્શન કંઈક આવું છે ઃ જિન સેવા, સંધસેવા, ધાર્મિક શિક્ષણ, દિક્ષા ધર્મ, સાધુ સંસ્થા, દાન ધર્મ અને સર્વજ્ઞ-કથિત ધર્મ શાસ્ત્રો !
આ બધા સનાતન સત્યના. સ્વરુપને વિકૃત કરવા એ ઝંઝાવાતે જનસેવા, સમાજસેવા, આધુનિક કેળવણી, બાલદીક્ષા પ્રતિબંધ, શિથિલાચારી કેટલાક સાધુઓને ઉત્તેજન અને દાનના પ્રવાહને સમાજોદ્ધારના ક્ષેત્ર તરફ વાળવાની વાતને વળી જગ હતો. એને જડબાતોડ જવાબ આપવાનું ઉત્તરદાયિત્વ શ્રી રામ વિજયજી મહારાજ ને અદા કરવાનું હોવાથી એમની વાણમાં જોશ અને જેમ, કઠેરતા અને કર્મઠતા તેમજ જવાંમર્દી અને જુસ્સા જેવાં તનું દર્શન, આ પ્રવચનોના માધ્યમે થાય, એ સહજ છે.
(ક્રમશઃ)