SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) જેને ટી-શરમ નડે-એ સાધુની સાધુતા ન ગણાય. પૂજયશ્રીન બેલમાં ઘુમરાતી વીરતા, નયનમાં નાચતી નિડરતા અને મુખ ઉપર મલકતી મર્દાનગીની કેઈ જાદૂઈ અસર થઈ અને પ્રવચન બંધ રખાવવા આવેલા શ્રદ્ધાળુઓને પોતાની ભૂલને તરત જ ખ્યાલ આવી ગયે. એમણે શાસન-સેવાની મશાલને વધુ સુદઢતાથી ઉઠાવીને ઠેર ઠેર ઘૂમવાને નિર્ણય કર્યો, ને મુનિરાજશ્રી રામવિજયજી મહારાજના શાસનના મર્મને સમજાવતાં અને જમાનાવાદની સામે કાતિલ ઘા કરતાં એ પ્રવચનને પ્રવાહ વધુ જોરશોરથી વહી રહ્યો. આ અરસાનું મુંબઈનું વાતાવરણ અનેક ઝંઝાવાતથી ભરેલું હતું. મહાવીર વિદ્યાલયની સામે શાસન રક્ષકાએ જગાવેલી વિધ-ઝુંબેશે એ ઝંઝાવાતમાં ઠીક ઠીક જેશ પૂર્યું હતું. પૂ. પંન્યાસજી શ્રી ખાન્તિવિજયજી મહારાજની ચકોર નજરે વિદ્યાલયની કેટલીક અજુગતી-પ્રવૃત્તિઓને પકડી પાડી હતી અને એની સામે મહતવનું માર્ગ દર્શન કરાવતા એએ ઠેર ઠેર એ જ વાતને પિતાના પ્રવચનમાં કહેતા હતા – “બુટ ચંપલ પહેરીને ધાર્મિક-પુસ્તકનું શિક્ષણ–વાંચન કરી શકાય નહિ. મહાવીર પ્રભુનું નામ ધરાવતી સંસ્થા, હિંસાને વધારનારૂં શિક્ષણ આપી જ ન શકે. વિરોધના આ મુદાને એ ખૂબ જ વિસ્તૃત કરીને સમજાવતા હતા, એથી વિદ્યાલયના પક્ષપાતી સુધારકેએ એમને “દેડકાચાર્ય તરીકે નવાજ્યા હતા. પ્રવચનકારશ્રીએ પણ વિદ્યાલયના વિરોધ અંગે માર્ગદર્શન આપવું શરૂ કર્યું. એથી વિરોધમાં આવેલા વેગને ખાળવા વિદ્યાલયની એ વખતની આગેવાન-ત્રિપુટી એમની સમક્ષ ઉપસ્થિત થઈ. એણે કહ્યું- આપના જેવા મુનિરાજેએ તો વિદ્યાલય જેવી ઉપકારક સંસ્થાઓને પ્રચાર કરવા જોઈએ, એના બદલે આપ વિરોધ કેમ કરે છે?' પૂજ્યશ્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે- “જુઓ! આ મહાવીર વિદ્યાલયની સ્થાપના થઈ ત્યારે સ્થાપકે એ જ આશય હતે કે- બહારગામથી મુંબઈ ભણવા માટે આવનાર બાળકો રાત્રિભૂજન-ત્યાગ, અભય-ભક્ષણ ત્યાગ, જિનપૂજા, નવકારશી આદિ ધર્મ સંસ્કારને વળગી રહીને, ડું ઘણું ધાર્મિક શિક્ષણ પામી શકે !” બેલે, મારી આ સમજણ બરાબર છે ? વિદ્યાલયની આગેવાન-ત્રિપુટી બીજો શો જવાબ આપે? “હા” કહ્યા સિવાય છૂટકે ન હતા કારણ કે ધર્મના નામે ટહેલ પાડીને આ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમને “હ” કાર સાંભળીને પૂજ્યશ્રીએ પોતાની વાત રજુ કરતાં કહ્યું કે–તો પછી તમે આજથી એટલું જ નકકી કરો કે- રાત્રિભૂજન અને અભયે ભેજનને ત્યાગી વિદ્યાથી જ આ વિદ્યાલયમાં રહી શકશે. ધાર્મિક અભ્યાસ કરનારને જ આમાં પ્રવેશ અપાશે અને સંસ્થાને રીપોર્ટ આધુનિક કેળવણીને ઢાલ પીટતે નહિ, પણ વિદ્યાથી
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy