________________
“ઝંઝાવાતે ઝઝુમે વીર એકલો રે લોલ... ડગે મેરૂ પણ ન ડગે ટેકીલે રે લોલ. વિજય રામચન્દ્રસૂરીશ્વર વંદીયે રે લોલ.”
ઝંઝાવાતના દિવસે
(ગતાંકથી ચાલુ) તમે શ્રદ્ધાળુ શ્રાવક થઈને વ્યાખ્યાન બંધ રાખવાની વિનંતી કરવા આવ્યા છે ? તમારૂં તે પ્રભુશાસનના સત્યને વિસ્તારવામાં સહાયક થવાનું પરમ કર્તવ્ય છે. તમે એ સુધારકેની વાતમાં કેમ તણાઇ ગયા? એ લેકે તે સનાતન સિદ્ધાંતના પ્રચારને જ અટકાવવા માંગે. પણ તમે એમની વાતમાં કેમ આવી ગયા? આ વાત તે કઈ રીતે શકય બને નહિ !”
પૂ. આચાર્યદેવ જયારે આજ વાતને વળગી રહ્યા ત્યારે પછી એ શ્રદ્ધાળુ શ્રાવકે એ છેલલી વાત કરતા કહ્યું. તે પછી અમારી રક્ષણની જવાબદારી હવે પૂરી થાય છે. જે પ્રવચને બંધ નહિ થાય, ને તેના કોઈ ગંભીર–પ્રત્યાઘાત પડશે, તે અમે એ સમયે રક્ષણ નહિ કરી શકીએ. 1. શ્રી રામવિજયજી મહારાજે તે સમયે દઢપણે મકકમતાથી એના જવાબમાં જણાવ્યું કે- “અમારી રક્ષા કરનારૂં જિનશાસન જયવંતુ છે. કેઈના રક્ષ
ની આશા પર મદાર બાંધીને અમે અહીં આવ્યા નથી. અમારા રક્ષણની ચિંતાથી તમે સુકત છે. બાકી તમે જે શાંતિ સ્થાપવાની વાતો કરે છે, એના કરતાં તે સ્મશાનની શાંતિ વધુ સારી. એમ મારે કહેવું જોઇએ. શ્રી જિનશાસનને સાધુ તે જ્યાં જાય. ત્યાં વિષય કષાયની અશાંતિ દૂર કરીને શાંતિ સ્થાપવાનું જ કાર્ય કરતા હોય છે. કારણ કે શાસ્ત્રની આંખે જ જોવા જાણવા અને તે મુજબ ચાલવાની એણે શરણાગતિ સ્વીકારી છે. માટે તમારી આવા પ્રકારની શાંતિ સ્થાપવાની વાત સાથે અમે સંમત થઇ શકીએ નહિ. શ્રી જિનશાસનના સત્યને પ્રકાશ પામીને, શ્રોતાઓના ઘરમાં અને ઘટમાં સત્ય-અસત્ય વચ્ચે સંગ્રામ ખેલા શરૂ થાય, એને અશાંતિ કહેવી એમાં કઈ બુદ્ધિમત્તા નથી. આ સંગ્રામ દ્વારા જ સત્યને વિજય થાય અને શાશ્વત-શાંતિ સ્થપાય છે. અમે શાસ્ત્ર-વિરૂદ્ધ બોલતા હોઈએ, તો અમારી જબાન બંધ કરવાનો તેમને શ્રાવક તરીકે સંપૂર્ણ અધિકાર છે. અમે શાસ્ત્રની વાત સમજાવવાનો પ્રયાસ કરતા હોઈએ એમાં તે તમારે સહાયક થવું એ જ તમારે ધમ છે. એ સહાય ન કરી શકે તો મૌન રહે પણ વીતરાગના સિદ્ધાતના પ્રચારમાં અટકાયત ન કરે