________________
પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.નું ગુણ ગીત રૂડાં સંઘ સકળને ત્યાગી... કેવો ચાલે ગયે શિવરાગી...
કે ફેર છે કાળરાજા, નિર્દયતાની મૂકી માઝા મમ ગુરૂ પર દૃષ્ટિ લાગી. કે... તું તે શતવર શિષ્યની માતા, તને જોઈ જોઈ હરખાતા તેહ પર પણ તું વૈરાગી.. કે... એલ્યુ સમિત વદન ચંદ!, નિરખી સુખલેતા અમંદ; ગયે મનના મિનારા ભાગી... કે. એનો એ હતી કરૂણાલી, હેઠે પ્રવચનની લાલી, બદલ્યા કે દષ્ટિરાગો. કે... પેલે હાથ ઉંચા કોણ કરશે? ધરી અંગુલ કોણ ઉદ્ધરશે?, બનવા સત્વર વીતરાગી... કે... હવે વાસક્ષેપ કોણ કરશે !, હિતશિક્ષાાવળી કોણ દેશે ? કયાં જશું અમે ભાગી ભાગી... કે.... તારૂં ચૈત્યવંદન એક જોઈ, પામે તે સમકિત કે ઈ કયાં છે તું? કહે જિનરાગી.. કે..... સૂરિ સૂર્ય શ્રેષ્ઠ તું જાતાં, ઉસૂત્ર ઉત્સુક હરખાતાં, કરશે ચિકાર હવે જાગે... કે... અમ કાજ ભલે ના આવે, વીર શાસન લાજ બચાવો, તુમ નામે જશે ભય ભાગી... કે... ગુરૂદેહ રહ્યો નથી હવે. હીયડા હજી કેમ તું જીવે ? રહે શું તુજકને વર માગી. કે... ગુરૂ ! જ્યાં છે ત્યાંથી અમી વર્ષા, કરી તૃપ્ત કરે અમતૃષા; સૂરિ રામની રઢ એક લાગી. કે.
૧૧ શ્રી રાજેશ સ્તવાલ સેલાપુર વિવિધ વિભાગો અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે
જૈન શાસન ( અઠવાડિક
વાર્ષિક લવાજમ રૂા. ૪૦/- આજીવન રૂા. ૪૦૦લખ : શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫- દિગ્વિજય પ્લોટ જામનગર શાક મારકેટ સામે, જામનગર