________________
વર્ષ–૪ અક–૨૫ તા. ૪-૨-૯૨ :
: ૫૫૯
લાગે છે અને હજારાને ઉમાસ્થ બનાવી દે છે અને આના ફળ સ્વરૂપ તેના અને તેના મિથ્યાત્વ માગ પર ચાલવાવાળા બધાના અન ત સંસાર વધી જાય છે. એવા મહા ભયંકર પાપી ઉન્માગી લેાકેાનાં દૃષ્ટાંત ઠેક ઠેકાણે આપણા શાસ્ત્રોમાં મળે છે, જે ગુરૂમહારાજ પાસેથી જાણી લેવા.
આપણા પૂજનીય અને પવિત્ર આગમગ્ર ંથનુ ગુરૂગમથી અધિકાર મુજબ ઉચિત જ્ઞાન પ્રાપ્ત કરીને તેના માફક ભગવાનની આજ્ઞાને આપણા જીવનમાં ઉતારવાના આત્યંતિક પ્રયાસ કરવા આપણુ પરમ કર્તવ્ય છે, ભગવાને મનુષ્ય માટે દેશવિરતિ અને સવિરતિને ધમ બતાવ્યા છે. શ્રાવક અને મુનિધમાંથી આ લેખમાં હાલમાં આપણને અહિંયા ફકત શ્રાવકના કવ્યાના જ સંક્ષેપમાં વિચાર કરવાના છે. શ્રાવકના માટે ભગવાને ઉભયટક પ્રતિક્રમણ, સામાવિક, જિનદેવ ઇશ્યૂન અને ત્રિકાળ પૂજા [સવારની વાસક્ષેપ પૂજા, મધ્યાને અષ્ટપ્રકારી નવઅંગ પૂજા અને સાંજના દીધૂપ પૂજા] રાજ એકાસણું, અભય ત્યાગ, કંદમૂળ અને ચિત્ર ભાજનના ત્યાગ, પરિવારના ચારિતા માટે વ્યવસાય કરવાની જરૂરી હોય તો નિષ્પાપ વ્યવસાય અને તેમાં પણુ ન્યાયથી ધન જરૂરી હોય, તેટલું જ ઉપાર્જન કરે, સાધમિ ક ભકિત, મુનિ ભગવંતનુ' આતિથ્ય, વૈયાવચ્ચ અને આખા દિવસ સ્વાધ્યાય દાન, શીલ, સંવર્ધન, તપ અને ભાવ ધનુ પાલન આદિ શ્રધ્ધા અને નિષ્ઠાથી કરવાનું કહ્યું છે, ખીજી પણ ? વાતા સજ્ઞભગવાને કમ નિર્જરા માટે બતાવેલ છે, તેનુ' આચરણ તથા સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, અને સભ્યશ્ચારિત્ર રૂપી રત્નત્રયી ધર્માંની આરાધના કરવી. આ રીતથી ભગવાનની આજ્ઞાને અમલમાં લાવવી તેમની પ્રતિપાદિત ધર્મ ક્રિયા, અનુષ્ઠાન આદિ નિષ્ઠાથી કરવી. આપણા માટે હિતકારક છે. ક્રિયાના વગર આપણે આપણા મોક્ષમાગ માં પ્રગતિ કરી શકતા નથી. જ્ઞાનની સાથે ક્રિયા પણ આવશ્યક છે જ્ઞાન ક્રિયાભ્યાં માક્ષમાગ” એવુ ભગવાને જ કહ્યું છે, પહેલાં તે આપણને જ્ઞાન પ્રાપ્તિ માટે સજ્ઞ ભગવાન પ્રતિપાદિત નવ તત્ત્વાના અભ્યાસ સુગુરૂ પાસે કરવા પડશે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સ'વર, નિરા, મધ અને મેક્ષ આ નવ તત્ત્વાનાં પદાર્થાને શ્રી જિનેશ્વર ભગવાને જેવુ' અને જે સ્વરૂપમાં જોયું અને આગમ ગ્રંથ દ્વારા આપણા સામે રાખ્યું. તેને તે જ સ્વરૂપમાં તેવી જ રીતે જેવી રીતે ભગવાનને ગમ્યું. ગુરુગમથી આપણને સમજી લેવું જોઇએ, અને “પ્રમાણુ, નય અને નિક્ષેપ” આ ત્રણ મહત્વપૂર્ણ સિદ્ધાંત વડે ચાગ્ય સ્વરૂપે આને સમજી લેવુ જોઇએ. આને જ સમ્યજ્ઞાન કહે છે, “સવણું નાણું વિનાણે” સદ્ગુરૂના મુખેથી શાસ્ત્ર શ્રવણ કરવાથી જ જીવાદિક તત્વાનુ જ્ઞાન થાય છે.
આ નવ તત્વા ઉપરાંત સર્વજ્ઞ ભગવાને દેખાડેલા બધા જ સિદ્ધાંતા ઉ૫૨ હૃદયથી દ્રઢ વિશ્વાસ રાખવા, એને જ સમ્યગ્દર્શન કહે છે “તવા શ્રદ્ધાન સમ્યગ્દર્શનમ્ ”
( ક્રમશઃ )