________________
૫૫૮ :.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
મનમાન્યા તત્તનાં વિરુદ્ધના પાઠ જે આગમાં આવે છે એવા સર્વ પ્રણિત ૧૩ આગમ એ ભાઈ અમાન્ય કરે છે, એવું કરવા છતાં પણ જે ૩૨ આગમ એ ભાઈ માને છે, તેમાં પણ ઘણી જગ્યાએ મૂર્તિપૂજા દયા, દાન આદિ ધર્માચરણ કરવાનું પ્રતિપાદન સ્પષ્ટ રીતથી કરેલું દેખાય છે. એવી જ રીતે સ્થાનકવાસી સમાજના ધાસીલાલજી નામના ઋષિએ પણ ૩૨ આગમના અનેક પાઠમાં ગોલમાલ કરીને મૂર્તિપૂજ, દાન દયાની પુષ્ટિ દેવાવાળા જે પાઠ આવે છે તે કાઢીને તેની જગ્યાએ સ્વયં રચિત પિતાને અનુકુળ એવા પાઠ તેમાં સ્થાનાપન કર્યા અને ટીકાઓ રચી સવમત મુજબ લખાણ કર્યા છે એવું સાંભળવામાં આવે છે, મતલબ એ કે ભવિષ્યના લાંબા સમયમાં આ સાહિત્ય પ્રાચીન તરીકે પ્રસિદ્ધમાં આવે અને અનેક ભેળાં લેકે આ વાતને સાચી અને પ્રાચીન માનતા થાય.
સર્વજ્ઞ પ્રણિત ૪૫ આગમમાં સંગ્રાયેલ ભગવાનની વાણી આપણને આ દિવસમાં પણ સુગુરુના મુખેથી સાંભળવા મળે છે એ આપણું કેટલું અહોભાગ્ય છે. આપણે કેટલું પણ ભણ્યા હઈએ બેરીસટર વકીલ, ડોકટર, ઈજીનીયર, સાહિત્ય ત્થા ધર્મગ્રંથના ડેકટર, પી. એચ. ડી. વગેરે કેટલી પણ વિશ્વ વિદ્યાલયની ડીગ્રીએ પ્રાપ્ત કરી હોય પણ આપણને આગમ ગ્રંથ વાંચવાને અધિકાર શાઓએ આપેલ નથી. જ્યાં સુધી આપણે જૈન સાધુ-પંચ મહાવ્રતધારી ન બનીયે અને તે બન્યા પછી પણ અમુક વર્ષ પછી જ એટલે અમુક વર્ષના દીક્ષા પર્યાયના પછી જુદા જુદા આગમના હિસાબે ગ્ય પ્રકારના યોદ્ધહન કરીને જ તે આગમ ગ્રંથે ગુરુગમથી વાંચી શકાય છે, તેને અભ્યાસ કરી શકાય છે, આપણામાં કહેવત છે ને કે “જેનું કામ તે કરે, બીજા કરે તે ગોથા ખાય” આવી રીતે આત્મિક યોગ્યતાના વગર આપણે કઈ પણ કાર્ય કરવા જઈશું તો તેનાં કટુ ફળ મળ્યા વગર રહેશે નહિ. “આજ્ઞા પાલન કરવું એ જ ધર્મ છે.”
પ્રભુ પ્રકૃપિત જ્ઞાન-તત્વ એવા ગૂઢ છે, એવા રહસ્યમય છે, એવા નિપુણમતિગમ્ય છે, અને એવા ગુરુગમ્ય છે કે સામાન્ય મતિવાળા તેમાં પ્રવેશ કરી નથી શકતા. કદાચિત ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે કઈ ગુરૂગમ સિવાય અનધિકારથી આગમગ્રંથ વાંચવાની ભૂલ કરે, આગમમાં ગ્યતા વગર તેમાં પ્રવેશ કરવાની ભૂલ કરે તે એ થોડા જ અંતરથી પાછા વળી જાય છે, અથવા તે ઉંધુ સીધું સમજી તે શ્રી સર્વ દેવને વિરોધી જે જ બની જાય છે. અને અનંત સંસાર ભ્રમણ કરતાં થાય.
આપણે ભણ્યા ગણ્યા છીએ, આપણને પણ દરેકને આગમગ્રંથ વાંચવાનો અધિકાર છે એવી ભગવાનની આજ્ઞા વિરુધ જે અસત્ય વાતે ઉસૂત્ર [અસત્ય] પ્રરૂપણ કરે છે તે પાપ ભય રહિત બને છે અને આજ્ઞા પ્રતીતિ–ગુમાવી જેવું તેવું તત્વ પ્રતિપાદન કરવા